________________
વદી ૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૫૭૩
ભગવાનના આ ઉપદેશ સાંભળી અભયા વિચારવા લાગી કે, મે' આવા પ્રભુને પણ Ð આપ્યું ! તેમને પહેલાં પણ શૂળીએ ચડાવવાના હુકમ અપાવ્યા અને હવે મુનિ થયા બાદ અહીં પણ કટા આપ્યાં. આ પ્રમાણે વિચાર કરી તે કહેવા લાગી કે, હે ! પ્રભા ! મારા જેવી પાપિણીને આપ ક્ષમા આપે. મેં બહુ પાપ કર્યું છે. મારા પાપને માફ કરો. હું આપના શરણે આવી છું. '
ભૂલો તા તમારાથી પણ થઈ હશે અને પૂર્વભવમાં તે ન જાણે તમે કેવી કેવી ભૂલેલા કરી હશે ! ન જાણે કયાં કયાં પાપો કર્યા હશે ? અભયાની માફક તમે પણ તમારાં દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરી. ભૂતકાળમાં કરેલાં પાપાને માવા કે છુપાવેલ નહિં. ભક્ત કહે છે કે, ‘હું કેવા હું કે હું ઇચ્છાપૂર્વક જે પાપ મૃત્યા કરું છું તે પાપાને તે હું ખાવું છુંછુપાવું છું અને કાઈના કહેવાથી જેથેડું ઘણું સુકૃત કરું છું તેને ચારે બાજુ કહેતા ફરું છું.
તમે આ પદ્ધતિને ત્યાગ કરી પોતાનાં દુષ્કૃત્યા માટે પશ્ચાત્તાપ કરી તે તેમાં કલ્યાણુ રહેલું છે.
<
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસા વદી ૨ રવિવાર
પ્રાથના
વિશ્વસેન ગ્રુપ ‘અચલા’ ઇનીજી, તસુ શ્રુત કુલસિણગાર હો, સુભાગી, જન્મતાં શાંતિ થઈ નિજ દેશમેં, મૃગી માર નિવાર હો, સુભાગી; શાન્તિ જિનેશ્વર સાહબ સાક્ષમા. ॥૧॥ —વિનયચંદ્રજી કુંભઢ ચાવીશી
શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન શાન્તિનાથ પણ શાન્ત છે અને આત્મા પણ શાન્ત છે; એટલા જ માટે આત્મા ભગવાન શાન્તિનાથની પ્રાના કરે છે. આ વિષે વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તે અતુલ શાન્તિની પ્રાપ્તિ થાય.
અત્રે એક પ્રશ્ન થાય છે કે, જ્યારે હું શાન્ત છું તો પછી મારી પાછળ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખા કેમ વળગેલાં છે? મારી પાછળ આ પ્રકારની અશાન્તિ ક્રમ વળગેલી છે ? મને રાગ પણ થાય છે અને મારે દુ:ખા પણ સહન કરવાં પડે છે. જો હું શાન્ત છું તે પછી મને રાગ અને દુઃખ કેમ થાય છે? બીજી બાજુ અસ્ર પણ એમ કહે છે કે, ભગવાન અને ભગવાનના ધમ સગલમય છે. આ કથનાનુસાર મારામાં પ મંગલતા હૈાવી જોઈ એ. જ્યારે હું પણુ મંગલમય છું, મારામાં પશુ મંગલતા છે તે પછી મારું અસંગલ કેમ થાય છે અને અને રાગેા અને દુઃખા કેમ સતાવે છે?