________________
શુદ્દી છ ]
રાજકેટ–ચાતુર્માસ
[ ૫૫૭
સાંભળ્યું છે કે, મેવાડમાં ભીલાનું જોર ઘણું વધવા પામ્યું હતું અને તે જ્યાં ત્યાં લૂંટ ચલાવતા હતા, તે વખતે રાણા ફતેહસિંહ હતા. તેમણે માનસિંહ અને સરદારસિંહને ભીલેાનું દમન કરવા માટે નિયુક્ત કર્યાં. તેઓએ ભીલાને એવા માન્યા કે, ભીલ લેાકેા તેમનું નામ સાંભળતાં જ કંપી ઉઠતા. એમની એવી ધાક પડી હતી કે, ચેારા તેમનું નામ સાંભળતાં જ ભાગી તા.
આ જ પ્રમાણે જો તમે પરમાત્માના ભક્ત છે તે તે કામ-ક્રોધ વગેરે તમને જીતી શકે જ નહિ. અને જો કામ-ક્રોધાદિથી તમે પરાજિત થઈ ગયા તો પછી એમ કહેવું જ પશે કે, તમે પરમાત્માના સાચા ભક્ત બન્યા નથી. અનાથી મુનિના અધિકાર—૬૨
અનાથી મુનિ પણ રાજા શ્રેણિકને એ જ વાત કહી રહ્યા છે કેઃ~~ एमे हु छंदकुसीलरूवे, मगं विराहित्तु जिणुत्तमाणं । कुररी वि वा भोगरसाणुगिद्धा, निरहुसोया परियात्र मेइ ॥ ५० ॥
“ હું રાજન્ ! હું અનાથતાનું રૂપ બતાવું છું. કેટલાક લેકે અનાથતામાંથી નીકળવા માટે સાધુપણું તે ધારણ કરે છે પણ સંસારભાવના તેમને પાછા સંસારભાવનામાં ઘસેડી લઈ જાય છે. મેં જે કાંઈ કહ્યું છે તેને સાર માત્ર એટલા જ છે કે, જે સ્વચ્છ ંદતાના ત્યાગ કરતા નથી અને ભગવાનની આજ્ઞામાં વિચરતા નથી તે કુશીલ છે અને એવા કુશીલ ઉત્તમ જિનમાર્ગની વિરાધના કરે છે. ” સુશીલ કાંમૈં કહેવાય ! એને માટે કહ્યું છે કેઃ—— कुत्सितं शीलं यस्य इति कुशीलः ।
જે સાધુતાનું પાલન કરતા નથી પણુ કેવળ સાધુને વેશ જ ધારણ કરી રાખે છે તે કુશીલ છે. એવા કુશીલ જિનમાર્ગની વિરાધના કરનાર હોય છે.
મેં પહેલાં કહ્યું હતું કે, બજારમાં તમે કેળા-નારંગી ખરીદવા ગયા. તમે જોયું કે, કેળાં નારંગી આકાર પ્રકારમાં ઉપરથી તેા સાાં છે પરંતુ અંદરથી ખરાબ છે. તે। શું તમે એવાં કેળાં નારંગીને ખરીદશા ? નહિ. શા માટે નહિ ? કેળાં-નારગીના આકાર પ્રકાર તા સારાં કેળાં–નાર’ગી જેવા જ છે છતાં તે કેળાં નારંગી ન ખરીદવાનું શું કારણ ? આના ઉત્તરમાં તમે એમ જ કહેશે કે, અમારે કેવળ આકાર કે રૂપરંગ જ જોવાં નથી પર`તુ તેની સાથે એ જોવાનું છે કે, તેમાં જીવનદાયક અને શરીતે પોષક તત્ત્વા છે કે નહિ ? જેમાં જીવનાયક તત્ત્વા જણાશે તે જ નારંગી કે કેળાં અમે ખરીદવા ચાહિએ છીએ.
તમે એ પૈસાની નારંગી કે એ પૈસાનાં કેળાં લેવા માટે તે। આટલું જુએ છે. પણ જેમની સાથે આત્માના કલ્યાણ-અકલ્યાણુને સંબંધ રહેલા છે તે સાધુએ માટે એ નથી શ્વેતા કે, અમે જેમને સાધુ માની રહ્યા છીએ તેમનામાં અમારા આત્માનું કલ્યાણ કરવાનાં ગુણા છે કે નહિ ? સાધુએના વિષે પણ તમારે કેવળ ઉપરના વેશ જ જોવા ન જોઈએ કિન્તુ અંદરના ગુણો પણ જોવા જોઈએ. જેમની સંગતિ કરવાથી તમારા આત્મામાં રહેલી સાધુતા જાગ્રત થાય તે સાધુઓની સંગતિ છે પરંતુ જે સંગતિથી સાધુતાની હાનિ થાય તે સાધુઓની સંગતિ છે. આ પ્રમાણે આત્માનાં ગુણાની હાનિ કરનારાઓને માનવાથી અને