________________
શુદ્દી ૧૦ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૧૬૩
બહુ પરિચય આપી શકું ! પણ આજે તેએ હાત તેા જેવા આનંદ ગણધરાએ રચેલા આ ચરિત્રદ્વારા મળી રહ્યો છે તેવા આનંદ આવ કે નહિ ? ગણધરાની કૃપાથી જ તેમનું ચરિત્ર આપણને જાણવા મળી રહ્યું છે. અનાથી મુનિએ તેા એક રાજા શ્રેણિકના જ સુધાર કર્યો હશે, પણ ગણધરાની કૃપાથી આજે તેમનું જે ચરિત્ર આપણી સામે છે, તે ચરિત્રદ્વારા ન જાણે કેટલા બધા જીવાના સુધાર થતા હશે ! ધણા લોકો તે આ અધ્યયનના હંમેશાં સ્વાધ્યાય કરે છે, પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજ પણુ પ્રાયઃ હમેશાં અધ્યયનને સ્વાધ્યાય કરતા હતા. વાસ્તવમાં આ અધ્યયન પણ સ્વાધ્યાય કરવા જેવું છે.
આ
રાજાના પ્રશ્નના ઉત્તર આપતાં મુનિએ કહ્યું કેઃ—
अणाहोमि महाराय ! णाहो मज्झ न विज्जई । अणुकंपगं सुहिं वावि, किंचि नाभिसमेमहं ॥ ९ ॥
હૈ! મહારાજા ! હું અનાથ હતા. મારું કોઈ રક્ષણ કરનાર ન હતું. તેમ કાઈ મારું પાલન કરનાર ન હતું. એટલા માટે મે' સંયમ ધારણ કર્યો.
નાથ કાને કહેવાય એ પહેલાં જોઈ એ. જે યાગ અને ક્ષેમ કરે છે તે નાથ છે, અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવી તે યાગ છે, અને પ્રાપ્ત થએલી વસ્તુની રક્ષા કરવી તે ક્ષેમ છે. આ પ્રમાણે જે પ્રાપ્ત નહિ થએલી વસ્તુને પ્રાપ્ત કરાવે અને પ્રાપ્ત થએલી વસ્તુની રક્ષા કરે તે નાથ છે.
અનાથી મુનિ કહે છે કે, “ મારે કાઈ નાથ ન હતા, કોઇ મારું રક્ષણુ કરનાર ન હતું, તેમ કાઈ ધર્મ સમજીને પણુ મારી ઉપર અનુકંપા—દયા કરનાર પણ ન હતું ! સંકટના સમયે કામ લાગે તેવા મારે કોઈ મિત્ર પણ ન હતા. આ પ્રમાણે મારી રક્ષા કરનાર કાઈ ન હેાવાથી મેં' સંયમ ધારણ કર્યાં.
મુનિના આ ઉત્તરથી તે સાધારણ રીતે લેાકેા એવા ખ્યાલ કરે કે, કાઈ રખડતા માણસ હશે, તેને ખાવા-પીવાની, સુવા-એસવાની અગવડતા હશે, અને કાઈ તેની રક્ષા કરતું નહિ હૈાય એટલે દીક્ષા લઈ લીધી હશે. અથવા “ નારી મુર્ખ ગૃહ સમ્પતિ નાશી, મુંડ મુંડાય ભયે સંન્યાસી ” —એ કથનાનુસાર સ્ત્રી મરી ગઈ હશે અને સંપત્તિ બધી નાશ પામી હશે એટલે માથુ મુંડાવી દીક્ષા લઈ લીધી હશે !
રાજાને પણ મુનિના ઉત્તર સાંભળી આશ્ચર્ય થયું હશે, અને તેને મનમાં લાગ્યું હશે કે, હજી તેા એવા કલિયુગને સમય આવ્યેા નથી કે કોઇ દયાળુ અનાથની રક્ષા ન કરે ! આજે પણ કાઈ એવા અનાથ તમારી જોવામાં આવે છે તે તેને તમે અનાથાલયમાં મોકલી આપો છે. આવા કલિયુગમાં જ્યારે અનાથા માટે સગવડતા મળી આવે છે, તે ત્યારે તા, ચોથા આરા હતા, એટલે તે વખતે અનાથેા માટે એવી ખરાબ સ્થિતિ કેમ હાઈ શકે ? એટલા જ માટે રાજાને પણ મુનિને ઉત્તર સાંભળી ધણું આશ્ચર્ય થયું.
આ ગાથાના ચોથા ચરણમાં પાઠાંતર ભેદ છે. એકમાં વિધિ નાદ્ મુમ્બેમË એવા પાડે છે જ્યારે ખીજામાં કિવિ નામિતમેમરૢ એવા પા છે, આ પામાં આવેલા