________________
૧૬૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ (શ્રાવણ કોઈ કહે કે સાચો સાધુ કોણ છે અને પાપશ્રમણ કોણ છે, એની અમને શી ખબર પડે? તે આને ઉત્તર એ છે કે, કયે સાધુ સારો છે અને કયે સાધુ ખરાબ છે એને વિવેકબુદ્ધિએ નિર્ણય કરે !
દૂધ અને પાણીની માફક જે સત્ય અને અસત્યને નિર્ણય કરે છે તે વિવેક છે. વિવેક કરવાથી સાચા સાધુ અને ખરાબ સાધુની પરીક્ષા થઈ જશે ! વિવેક કર્યા વિના બધા સાધુઓ ખરાબ જ હોય છે અને સાધુઓ કરતાં ગૃહસ્થો સારાં હોય છે, એમ એકતરફી નિર્ણય કરી લે એ અનુચિત છે. સાચા સાધુની નિંદા કરવી એ સગુણોની નિંદા કરવા બરાબર છે. જે સાધુની નિંદા કરે છે તે શું અહિંસાની નિંદા કરતા નથી ? જે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, મૈથુન સેવે છે, કે દ્રવ્યસંગ્રહ કરે છે તે સાધુ છે કે જે અહિંસા પાળે છે, સત્ય બોલે છે, ચોરી કરતા નથી, બ્રહ્મચર્ય પાળે છે. અને જેઓ પોતાની પાસે એક પાઈ પણ રાખતા નથી તે સાધુ છે ? સાચા સાધુ તે પાંચ મહાવ્રતધારી હોય છે. આવી દશામાં જે સાધુની નિંદા કરે છે તે શું અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહની નિંદા કરતે નથી ? કદાચ કોઈ કહે કે કેટલાક સાધુએ હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, મિથુન સેવે છે કે પૈસે પિતાની પાસે રાખે છે, પણ જેઓ આવું અસદાચરણ સેવે છે, તેઓ શું સાધુ છે? જે નહિ તે, પછી એવા અસાધુઓને કારણે સાધુઓની નિંદા કેમ કરે છે ? તમે એમ કહો કે અસાધુઓ ખરાબ હોય છે, પણ સાધુઓ ખરાબ હોય છે એમ કેમ કહે છે ? આજકાલ કલચર-બનાવટી રત્ન પણ નીકળ્યાં છે રને બનાવટી પણ હોય છે એ વિચારથી કોઈ જ બધાં રત્નોને ખોટા કહે છે તે શું યોગ્ય કહેવાશે ! આ જ પ્રમાણે અસાધુઓને કારણે બધાં સાધુઓને ખરાબ કહેવા એ ક્યાંસુધી ઠીક છે એને તમે વિચાર કરે.
હું સાધુઓને પણ કહું છું કે, મહાત્માએ ! હવે જાગ્રત થાઓ. અત્યારે ધર્મની નિંદા થઈ રહી છે. અને એ નિંદાનો ભાર તમારા ઉપર આવી પડે છે. માટે સાવચેત થાઓ અને તમે શું કરી રહ્યા છે તેનો વિવેક દષ્ટિએ વિચાર કરો ! આ પ્રમાણે મહાભાઓને પણ મારું કહેવું છે, પણ સાથે સાથે તમને પણ કહું છું કે, તમે અસાધુઓને કારણે સાધુઓની નિંદા કરે છે, એટલા માટે આ વિષે વિચાર કરો અને સાધુ અને અસાધુને ઓળખવાનો વિવેક કરે !
રાજા શ્રેણિક તો મુનિને સાધુ જ સમજતો હતો એટલે તેણે તેમના ગુણોની પ્રશંસા કરી તેમને નમસ્કાર-વંદન કરી પ્રશ્ન પૂછે કે, તમે આ ભોગ ભોગવવાની અવસ્થામાંઆવી ભરજુવાનીમાં સંયમ શા માટે ધારણ કર્યો ! એ હું જાણવા ચાહું છું.
જે કોઈ બીજે હોત તે રાજાને આ પ્રશ્ન સાંભળી એમ કહી દેત કે, “ચાલ ! ચાલ ! તારે અમારા સાધુઓના કામમાં વચ્ચે પડવાની શી જરૂર છે ! તારું કામ તે રાજ્ય ચલાવવાનું છે; તું સાધુઓની વાતેમાં શું સમજી શકે! ” પણ અનાથી મુનિએ રાજાના એ પ્રશ્નને ન તુરછકારતાં કે જવાબ આપે તે જુઓ ! આ જૈન સાધુઓનું ચરિત્ર છે. મારામાં તે એવી શક્તિ નથી કે અનાથી મુનિને તમને