________________
શુદી ૧૦ ]
રાજકાટ-ચાતુર્માંસ
[ ૧૬૧
ઘા કરનારને પણ પાતાના મિત્ર માનવા લાગ્યા, એટલે અંતે તલવાર પણ બુઠ્ઠી થઇ ગઇ. આ પ્રમાણે મુનિઓને ધાણીમાં પીલાવવામાં આવ્યા અને તેમના શરીરની ખાલ પણ ઉતારી લેવરાવવામાં આવી, છતાં એ કષ્ટ આપનારાઓને મુનિએએ પેાતાના મિત્ર માન્યા, તે તેઓને આખરે પોતાના દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરવા પડયા. સાચા ભકતા તો એમ જ વિચારે છે કે, અમને કષ્ટ આપનારાએ તે। અમારા પરીક્ષક છે અને અમારા કામમાં સહાયક છે એટલા માટે તે અમારા સાચા મિત્ર જ છે.
કહેવાના આશય એ છે કે, જેએ પરિષહને-સ કટાને ધર્મની કસેાટી માને છે અને સ'કટાથી ગભરાઈ જતા નથી તે જ પરમાત્માની સાચી પ્રાર્થના કરી શકે છે! જે કષ્ટના સમયે પણ ગભરાતા નથી અને પરમાત્માની એકનિષ્ઠાએ પ્રાર્થના કરે છે તેનુ કલ્યાણુ જ થાય છે.
જે પરમાત્માની અખંડ પ્રાર્થના કરે છે, તે પ્રાર્થનામાં કેટલાં ગુણા રહેલાં છે તે જાણી શકે છે. પ્રાર્થનામાં સર્વ પ્રથમ દતાની આવશ્યક્તા રહે છે! જે ગભરાઈ જાય છે તે કાંઈ કરી શકતા નથી. જે દહતાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે, તે પેાતાનું પણ કલ્યાણ કરી શકે છે, તથા ખીજાનું પણ કલ્યાણ કરી શકે છે! ભયભીત માણસ કાંઇ કરી શકતેા નથી; પણ જે નિર્ભય વીર પુરુષ હાય છે તે નિર્ભયતાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે અને પોતાનું તથા બીજાનું કલ્યાણ સાધી શકે છે. એવા નિર્ભય વીરપુરુષ જે ભૂમિ ઉપર પગ મૂકે છે તે ભૂમિ પણ ધન્ય માનવામાં આવે છે અને જે તેમના દર્શન કરે છે કે તેમની વાણી સાંભળે છે, તે પણ ધન્ય માનવામાં આવે છે. એટલા માટે નિર્ભય થઈ પરમાત્માની અખંડ પ્રાર્થના કરેા તે! તમે પ્રાર્થનામાં રહેલાં તત્ત્વાને પણ જાણી શકશેા અને દુઃખથી વિમુક્ત પણ થઈ શકશેા.
અનાથી મુનિના અધિકાર—૧૭
રાજા શ્રેણિકે મુનિની પાસે બહુ દૂર નહિ તેમ બહુ નજદીક નહિ એમ મર્યાદાપૂર્વીક એસી મુનિને પ્રશ્ન પૂછ્યા કે, આપની આ અવસ્થા તે ભાગ ભાગવવાને લાયક છે, છતાં આપે સંયમ શા માટે ધારણ કર્યાં ? રાજા મુનિની યાગ્યતા જાણતા હતા કે, આ મુનિ ક્ષમાશીલ, નિર્લોભી અને વિચારક છે તે! મારી શ'કાનું સમાધાન કરશે એમ ધારીને જ રાજાએ ઉપરના પ્રશ્ન પૂછ્યા હતા.
રાજાના પ્રશ્ન ઉપરથી તે એવું લાગે છે કે, જાણે તે સંયમને ઠીક સમજતો ન હાય ! આજે પણ કેટલાક લોકો સયમને ખરાબ માને છે, સાધુઓની નિંદા કરે છે અને સાધુએને સમાજ ઉપર ભાર છે એમ સમજે છે. આનું એક કારણ એ પણ છે કે, કેટલાક લોકેા સંયમ ધારણ કરી પછી સાધુવેશમાં રહેવા છતાં ખરાબ કામ કરે છે! આવા ભ્રષ્ટ લાકોની પાછળ, જેએ સંયમનું બરાબર પાલન કરે છે, તેની પણ નિંદા થાય છે, પણ એમ કરવું તે અનુચિત છે. એ વાત ખરી છે કે સાધુવેશ ધારણ કરનારાઓ કેટલાંક ખરાબ કામે કરે છે, પણ જેઓ એમ કરે છે તે સાધુએ નથી, ‘ તે તે પાપશ્રમણ છે.' તેમને કારણે સાચા સાધુઓની શા માટે નિંદા થવી જોઈ એ ? કદાચ
૨૧