________________
૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ અષાડ
મુસલમાને તેમની પરીક્ષા લેવાના વિચાર કર્યો. અને એક દિવસ અનુકૂળ સમય જોઈ ને તે પૂજ્યશ્રીની પાસે આવ્યા અને મનમાં ક્રાવે એવી કણું કટુ ગાળેા ભાંડવા લાગ્યા. પૂજ્યશ્રી તે વખતે સ્વાધ્યાય કે ધર્મધ્યાન કરી રહ્યા હતા. તે મુસલમાન તેા કાનમાંથી કીડા ખરે એવી કઠાર ગાળા ભાંડયે જતા હતા પણ પૂજ્યશ્રી મહારાજ કશું સાંભળતા જ ન હાય એમ શાન્ત મેટા રહ્યા અને હસતા રહ્યા. તેમના મનમાં જરા પણ ધ ન આવ્યા. જ્યારે મુસલમાનને લાગ્યું કે, પૂજ્યશ્રી મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે ત્યારે તેમના પગે પડી ગયા અને હાથ જોડી કહેવા લાગ્યા કે, આપની મેં જેવી પ્રશ'સા સાંભળી છે આપ તેવા જ શાન્ત છે. વાસ્તવમાં આપ સાચા ફકીર છે.
વ્યાખ્યાનમાં પ્રશાન્ત રહેવાના ઉપદેશ આપવા એ તે સરલ છે પણ ક્રોધ થવાના પ્રસંગે શાન્ત રહેવું બહુ જ મુશ્કેલ છે. મહાન્ તા તે જ છે કે, જેએ ક્રેાધના સમયે પણ પ્રશાન્ત રહી શકે છે. કોઈ ત્યારે એમ કહી શકે કે, કાઈ ગાળેા ભાંડે તે શું મૂગે માટે સહી લેવી ? મહાપુરુષ ગાળાને પેાતાના માટે ગાળ જ માનતા નથી. તેઓ તે ઊલટું એ ગાળામાંથી પેાતાને ઉપયાગી સાર તત્ત્વને જ ખેં'ચી લે છે. કાઈ તેમને ‘દુષ્ટ' કહે તે તેઓ એમ જ વિચારે છે કે, આ મને ખાધ આપી રહ્યા છે. સ'સારમાં જે વસ્તુ દુષ્ટ ગણવામાં આવે છે તેને માટે આ દુષ્ટ કહી રહ્યા છે. એટલા માટે મારે તો એ જ જોવું જોઈએ કે, મારામાં તા કયાંય દુષ્ટતા આવી નથી ગઈ ને ? જો મારામાં દુષ્ટતા પેસી ગઈ હાય તેા વિના વિલંબે તેને દૂર કરવી જોઈએ ! જો પેાતાનામાં દુષ્ટતા નથી તેમ છતાં જો સામેા પુરુષ પેાતાને દુષ્ટ કહે છે ત્યારે તે તેએ હસતા જ રહે છે અને એમ વિચારે છે કે, આ માણસ કાઈ ખીજાને દુષ્ટ કહેતા હરશે ! જો તે મને દુષ્ટ કહેતા હાય તા તે તેનું અજ્ઞાન છે. તેણે મારા આત્માને ઓળખ્યા નથી. મારા જેવા કાઈ ખીજા દુષ્ટતા કરતા હશે તેમને કારણે મને પણ તે દુષ્ટ કહી રહ્યા છે; પરન્તુ મારામાં જ્યારે દુષ્ટતા જ નથી તેા પછી મારે નારાજ થવાની શી જરૂર છે! તમે સફેદ પાઘડી પહેરી હાય અને કાઇ કહે કે, · એ ! કાળી પાઘડીવાળા !' તે શું તમે તેના ઉપર નારાજ થશે!! તમે ા ત્યારે એમ જ વિચારશેા કે, મે તે સફેદ પાઘડી પહેરી છે, કાળી પાઘડી પહેરી નથી એટલે તે બીજા કોઈ ને કહેતા હશે! આ પ્રમાણે વિચાર કરવાથી શું ક્રોધ આવી શકે? ક્રોધ ન આવે. પણ જો તમે એમ વિચારા કે, મે તે સફેદ પાઘડી પહેરી છે છતાં તે કાળી કેમ કહે છે! એમ વિચારી તમે ક્રોધ કરેા તે તે તમારી જ ભૂલ છે. કારણકે તમને તમે બાંધેલી પાધડી ઉપર જ વિશ્વાસ ન રહ્યા.
.
જો ક્રે।ધીની તરફ પ્રેમ કરવાના સિદ્ધાન્ત લેાકેા જીવનમાં ઉતારે તે સંસારમાં શાન્તિ સ્થાપિત થાય અને કાષ્ઠ પ્રકારની અશાન્તિ રહે નહિ. પિતાપુત્ર કે સાસુવહુની વચ્ચે લડાઈ થવાનું કારણ એ જ છે કે, “હું એવા નહિ હૈાવા છતાં મને એવા શા માટે કહે
',
kr
છે ! પણ આને બદલે “ હું જ્યારે એવા નથી જ તે। પછી તેની ઉપર નારાજ થવાની શી જરૂર છે ! ” એમ લેાકેા સમજવા લાગે તા અશાન્તિનું કારણ જ રહેવા ન પામે. તમે નિગ્રન્થગુરુની સેવા કરનારા છે. એટલા માટે તમે લેાકેા તા આ શાન્તિને ગુણુ તે અવશ્ય અપનાવા અને તમારું પેાતાનું કલ્યાણ કરો. સંસારમાં કાઈ કાઈનું અપમાન કરી શકતા નથી. પેાતાના આત્મા જ પોતાનું અપમાન કરે છે,