________________
૩૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
રાજાએ પણ તેને પીછો પકડ્યો. ચોર આગળ અને રાજા પાછળ દોડયે જતા હતા. રાજાને ચોરની પાછળ દોડતા જોઈ સીપાઈઓ પણ દોડયા. આખરે ચેર દોડતાં દોડતાં થાક્ય પણ જે હું પકડાઈ જઈશ તે જાનથી માર્યો જઈશ એ વિચારે તે ભાગ્યે જ હતા. એટલામાં જ સ્મશાન આવ્યું. તેણે વિચાર્યું કે, જે હું રાજાના હાથમાં પકડાઈશ તે માર્યો તે જવાનું જ છું. હવે તે બચવાને એક જ ઉપાય છે. જે હું આ સ્મશાનમાં મડદાંની માફક પડયો રહું તે રાજા મને મડદું ગણી છોડી દેશે. હવે તો મડદું થઈને પૂરેપૂરા સ્વાંગ રચવો જોઈએ.
આ પ્રમાણે વિચાર કરી ચોર સ્મશાનમાં જઈ નીચે પડે અને મરેલાની માફક પિતાની નાડીઓને સંકેચ કરી નીચે ઢળી પડ્યો. એટલામાં તે રાજા અને સિપાઈએ પણ ત્યાં આવી પહોંચ્યા અને ચોરને નીચે ઢળી પડેલો જોઈ જેવા લાગ્યા. સિપાઈઓ રાજાને કહેવા લાગ્યા કે, “મહારાજા જુઓ તો ખરા, આ ચોર આપના ભયથી નીચે ઢળી પડે છે અને મરણ પામ્યો છે. રાજાએ સિપાઈ એને કહ્યું કે, “એ ચોર મરણ પામે નહિ હોય, પણ ઢંગ કરીને પડો હશે. તેની બરાબર તપાસ કરો !”
સિપાઈએ ચોરને ખૂબ ઢળવા લાગ્યા પણ તે તે મડદાંની માફક નિષ્ટ પડે રહ્યા.
આપત્તિ પણ મનુષ્યને અપૂર્વ શિક્ષા આપે છે અને ઉન્નત બનાવે છે. રામને જે વનમાં જવાની આપત્તિ માથે પડી ન હોત તો આજે તેમને કોઈ જાણતા નહિ! ભગવાન મહાવીરે પણ જે આપત્તિઓને સહી ન હતી તે તેમનું કોઈ નામ ન લેત ! તેમ તેમને કોઈ મહાવીર પણ કહેત નહિ ! સીતા, ચંદનબાળા, અંજના, સુભદ્રા વગેરેએ આપત્તિઓને વૈર્યપૂર્વક રહી હતી એટલે જ તેમની પ્રશંસા થાય છે. માટે આપત્તિઓથી ન ગભરાતાં બૈર્યપૂર્વક તેને સહેવી જોઈએ. સિપાઈઓએ ચોરને ખૂબ ઢળ્યો પણ તે હા ચાલ્યું નહિ એટલે તેમણે રાજાને કહ્યું કે, “મહારાજા! આ ચેર તે બિલકુલ મરી જ ગયો છે.' રાજાએ કહ્યું કે, બરાબર જુઓ ! એ કપટ કરીને પડે હશે ! સિપાઈઓ તે એ મડદુ થઈને પડેલા ચોરને સખ્ત માર મારવા લાગ્યા એટલે ચોરના શરીરમાંથી લોહીની ધાર વહેવા લાગી. તોપણ ચોરે ચૂં કે ચાં ન કર્યું, એટલે સિપાઈઓએ તેને મરેલો જાણી રાજાને કહ્યું કે, “મહારાજા ! ચોર તે મરી જ ગમે છે. અમે તેને ખૂબ માર માર્યો અને તે એટલે સુધી કે તેના શરીરમાંથી લોહીની ધાર વહેવા લાગી છે તે પણ તે વેદનાની ચીસ પણ પાડતો નથી.”
રાજાએ કહ્યું કે, તે ભરેલ નથી પણ જીવતે છે; કારણ કે મરેલા શરીરમાંથી લોહી નીકળતું નથી. તે ઢગ કરીને નીચે પડ્યો છે, માટે તે ચારના કાનમાં એમ કહે કે રાજાએ તારા બધા ગુન્હા માફ કરી દીધા છે, એમ કહી તેને ધીરેથી અહીં ઉપાડી લાવો.”
સિપાઈઓએ રાજાની આજ્ઞા પ્રમાણે જ કર્યું. ચોર પણ ઉઠી બેઠે થયો અને રાજાની સામે હાજર થયો. રાજા ચેરને જોઈ વિચારવા લાગ્યો કે, “ જ્યારે આ મારા ભયથી મડદું બની ગયો તો મારે સાક્ષાત મૃત્યુના ભયથી શું કરવું જોઈએ ! ” આ પ્રમાણે વિચાર કરી રાજાએ ચોરને પૂછયું કે, “તું આ પ્રમાણે શા માટે મડદુ થઈને ઢળી પડ્યો હતે ?”