________________
વદ ૬ ]
રાજકાટ-ચાતુર્માસ
[૩૫
તમે કહેશે કે, આત્માને પરમાત્મામય કેમ બનાવી શકાય? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, સંસારમાં કાલ્પનિક અને વાસ્તવિક એમ એ પ્રકારના પદાર્થોં છે. વાસ્તવિક પદા તા ન હેાય પણ તે વિષે કલ્પના કરવામાં આવે, એ અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે કરવામાં આવતી કલ્પના જ તમને મુશ્કેલીમાં નાંખી દે છે. કાલ્પનિક પદા અને વાસ્તવિક પદા અન્ને જુદાં જ હોય છે. જ્યાંસુધી વાસ્તવિક પદાર્થોં જોવામાં નથી આવતાં ત્યાંસુધી કલ્પનાનું અજ્ઞાન મટી શકતું નથી. જેમકે, કેાઈ દિવસે છીપમાં ચાંદીની કલ્પના કરી, પણ જ્યારે તે છીપને પાસે જઈ જોયું અને તે છીપ છે એમ ખાત્રી કરી ત્યારે જ તે ચાંદી નહિ પણ છીપ છે એમ સમજી શકયા. છીપમાં જેમ ચાંદીની કલ્પના કરવામાં આવે છે એવી કલ્પનાને છેડે અને પરમાત્માની સાથે એકતાનતા કરે। અને આ મારાં નાક, કાન અને શરીર છે તે ‘હું' નથી એમ વિચારા તે તમને જે મનુષ્યજન્મરૂપી રત્ન મળેલ છે તે સાક થશે.
જ્યારે તમે સુઇ જાએ છે ત્યારે આંખ, કાન વગેરે બધાં બંધ થઈ જાય છે તા પણ સ્વપ્નામાં આત્મા સાંભળે છે અને જીવે છે પણ ખરા. સ્વપ્નાવસ્થામાં ઇન્દ્રિયા સુઈ જાય છે અને મન જાગતું રહે છે. આ અવસ્થાનું નામ પણ સ્વપ્નાવસ્થા છે. ઇન્દ્રિયા સુતેલી હાય છતાં સ્વપ્નમાં ઇન્દ્રિયાનું કામ ચાલુ જ હોય છે. જ્યારે ઇન્દ્રિયા સુતેલી હાય છે તો પછી સ્વપ્નામાં ઇન્દ્રિયાનું કામ કાણુ ચલાવે છે તેને શૅડા વિચાર કરેા તેા તમને જણાશે કે, એ બધું કામ આત્મા કરી રહ્યો છે. આત્મા અનંત શક્તિવાળા છે પણ તે ભ્રમમાં પડી ગયેા છે અને શરીરાદિને પોતે' છે એમ માની ખેો છે. આત્મા અત્યારે કલ્પનાના વમળમાં ગેાથાં ખાય છે, માટે કલ્પનાને છેડી આત્માના વાસ્તવિક તત્ત્વને સમો અને સાંસારિક પદાર્થોનું મમત્વ છેોડા. આત્મામાં અનંત શક્તિ છે. તે સ્વપ્નાવસ્થામાં કાન સુષુપ્ત હેાવા છતાં સાંભળે છે અને આંખ બંધ હાવા છતાં જોઈ શકે છે. ત્યાં ઇન્દ્રિયાના પદાથ નથી, છતાં કલ્પનાના બળે આત્મા બધું કરી શકે છે ! તે સ્વપ્નાવસ્થામાં ગંધ, રસ, સ્પર્શે વગેરેની કલ્પના કરી આનંદ પણ માણે છે. સ્વપ્નામાં ક્રોધ પણ કરે છે, લેાભ પણ કરે છે અને સિંહાર્દિને જોઈ ભય પણ પામે છે. આ પ્રમાણે આત્મા સ્વપ્નમાં સુખ પણ માણે છે અને દુ:ખ પણ અનુભવે છે.
સ્વપ્નની આ વાર્તાથી આત્મામાં કેટલી શક્તિ છે તેનું માપ કાઢી શકાય છે. તે ઇન્દ્રિયાની સહાયતા વિના પણ કામ ચલાવી શકે છે. આ પ્રમાણે આત્માની અનંત શક્તિ જાણી તેના પરમાત્માની ભક્તિમાં ઉપયાગ કરા તે તમારું આ મનુષ્યજન્મરૂપી રત્ન સાક જ છે.
પ્રત્યેક કામ ઉદ્દેશાનુસાર ખરાખર કરવું જોઈ એ. ઉદ્દેશ પ્રમાણે કામ કરવામાં ન આવે તે પરિણામ સારું આવતું નથી, માટે પ્રત્યેક કામ યોગ્ય રીતિએ કરવું જોઈ એ. આ વાત એક ઉદાહરણથી બરાબર સમજાશે.
એકવાર એક બાહાશ ચારે સાહસ કરી રાજાના ધર્માં પ્રવેશ કર્યાં, પણ ઘરમાં પ્રવેશ કરતાં જ રાજા જાગી ગયા. રાજાને જાગેલા જોઈ ચાર ડર્યાં અને જો ‘હું પકડાઈ જઈશ તા માર્ચે જઈશ' એમ વિચાર કરી તે જીવ લઈ ને ભાગ્યા. રાજાએ પણ ચારને જોઈ લીધા હતા અને ચારને જો નહિ પકડું તે। મારી બદનામી થશે એમ વિચાર કરી