________________
વદ ૬] રાજકેટ-ચાતુર્માસ
[૩૭ ચેરે જવાબ આપ્યો કે, “આપના ભયથી મેં એમ કર્યું હતું.'
રાજાએ ફરી પૂછ્યું કે, “તને આટલો બધે માર મારવામાં આવ્યું તે પણ તું શા માટે બોલ્યો નહિ?”
ચરે કહ્યું કે, જ્યારે મેં મડદાનો સ્વાંગ રચ્યો હતો તો પછી હું કેવી રીતે બેલી શકું ?'
રાજાએ કહ્યું કે, ત્યારે તે તું મોટો ભક્ત જણાય છે ?
ચેરે જવાબ વાળ્યો કે, “મહારાજા ! હે ભક્ત નથી. કેવળ આપના ભયથી જ મેં મડદાના સ્વાંગ સજ્યો હતે.'
રાજાએ કહ્યું કે, તું જેમ મારા ભયથી ધરતી ઉપર ઢળી પડયો હતો તેમ જે સંસારના ભયથી ડરે અને પૂરેપૂરે સ્વાંગ સજે તો તારું કલ્યાણ જ થઈ જાય !
ચોરે કહ્યું કે, મહારાજા ! હું એવી વાતને તો જાણતો નથી. એવું જ્ઞાન તો આપને છે, મને નથી.
આ ઉપરથી કહેવાનો આશય એ છે કે, એક ચેરે પણ પિતાના ઉદ્દેશાનુસાર કાર્યની સિદ્ધિ માટે માર ખાઈને પણ પિતાના ઉદ્દેશની રક્ષા કરી. એ ચોરની માફક તમે પણ તમારા ઉદ્દેશની રક્ષા કરતાં શીખો. તમે ઉપરથી તો એમ કહો છે કે, અમારા હૃદયમાં પરમાત્મા વસેલા છે પણ જો તમે અંદર વિકાર રાખો તો પરમાત્મા તમારા હૃદયમાં વસે ખરા ! જે તમારા મનમાં પરમાત્મા વસેલા છે અને તમે પરમાત્માના સાચા ભક્ત છો તો તમારે તમારા ધ્યેય ઉપર દઢ રહેવું જોઈએ. કહ્યું પણ છે કે –
તુ તો રામ સુમર જગ લડવા દે કોરા કાગજ કાલી સ્યાહી, લિખત પઢત વાક પઢવા દે હાથી ચલત હે અપની ચાલસે કુતર ભુકત વાકે ભુકવા દે–ત્વ
–આશ્રમ ભજનાવલિ. તમે કહેશો કે, અત્યારે રામ ક્યાં છે કે તેમનું સ્મરણ કરીએ ! રામ તો દશરથના પુત્ર હતા કે જેમને થયાં હજારો વર્ષ ચાલ્યાં ગયાં. પણ તમારા હૃદયમાં જ રામ છે એમ જ્ઞાનીઓ કહે છે.
रमम्ति योगिनो यस्मिन् इति रामः અર્થાત– જ્યાં ગિઓ રમે છે તે જ રામ છે. બીજું કોઈ નહિ પણ તમારો આભા જ રામ છે. એ આત્મારામનું સ્મરણ કરે પણ તેનું સ્મરણ કેમ કરવું તેને પણ જરા વિચાર કરે ! જો માર ખાઈને ચેર બોલી જાત તે તેને સ્વાંગ પૂરો ન થાત તેમ તમે પરમાત્માનું સ્મરણ કરી ફરી પાછા સંસારના ઝગડામાં પડી જાઓ તો શું ભક્તનો એ સ્વાંગ પૂરો કહેવાય ? તમે એમ માને કે, આ આત્મા હાથીની સમાન છે, જેની પાછળ સંસારના ઝગડારૂપી કુતરાઓ ભસતા હોય તે ભલે ભસ્યા કરે પણ તેથી મને શું ? અથવા કોઈ કોરા કાગળ ઉપર શાહીથી લખ્યા કરે છે તે ભલે લખ્યા કરે એમાં મને શું હાનિ છે ! આ પ્રમાણે વિચાર કરી જો તમે પરમાત્માના શરણે જાઓ તો તમારા ઉદ્દેશની પૂર્તિ અને કાર્યની સિદ્ધિ થશે. જ્યારે ચેરે પૂરે સ્વાંગ કરીને રાજાનું હૃદય