SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અષાડ પલટાવી નાંખ્યું તે પછી તમારાથી બીજાનું હદય પલટાવી કેમ નહિ શકાય? તમે પણ તમારા ધ્યેયનું ધ્યાન રાખશે તે તમારો આત્મા પણ મહાન પદને પ્રાપ્ત કરી શકશે. તમે સંસારી છે એટલે અહીંથી ઘેર જતાં જ તમને સાંસારિક ઉપાધિઓ ઘેરી લેશે, તે તે વખતે જો આ ઉપદેશ ધ્યાનમાં રાખશો તે તમારું આ ભવમાં અને પરભવમાં પણ કલ્યાણ થશે. સુદર્શન–ચરિત્ર અગ્નિ શીતલ શીલસે ઠેરે, વિષધર ત્યાગે વિષ; શશક સિંહ અજ ગજ હો જાવે, શીતલ હવે વિષ રે.-ધન, સત્ય શીલકે સદા પાલતે, શ્રાવક સુરશૃંગાર; ધન્ય ધન્ય જે ગૃહસ્થાવાસમેં, પાલે દુધર ધાર- ધન૩ આજે સુદર્શન વિદ્યમાન નથી, તે તે મોક્ષે ગયા છે પણ તેમનું ચરિત્ર તે અત્યારે વિદ્યમાન છે એટલે તે પ્રત્યક્ષ જ છે. જે શીલને કારણે તેમનું વ્યાખ્યાન કરવામાં આવે છે તે શીલ પણ અત્યારે વિદ્યમાન છે. એ શીલવતને એ પ્રતાપ છે કે, ધગધગતિ આગ પણ શીતલ બની જાય છે. એને માટે સીતાની અગ્નિપરીક્ષા પ્રસિદ્ધ જ છે. કદાચિત આ ઉદાહરણને પ્રાચીન માનવામાં આવે પણ યુરોપ અને ભારતનાં એવાં અનેક ઐતિહાસિક ઉદાહરણ પણ મળે છે કે, ધર્મની પરીક્ષા માટે ધર્મષ્ઠોને આગમાં હોમવામાં આવ્યા પણ આગ તેમને બાળી ન શકી ! આગ કહે છે કે, હું કુશીલેને બાળું છું, સદાચારીને નહિ. જ્યારે દ્રવ્ય શીલની આવી શત છેતે પછી ભાવે શીલની વાત જ શી કરવી ? આ કથનને કોઈ એવો અર્થ ન કરે કે એકાદ બે દિવસ શીલવતનું પાલન કરી અગ્નિમાં હાથ નાંખી શીલમાં શક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા મંડી પડે ! જો કે આમ કરે છે તે તેની ભૂલ છે. શીલની શક્તિનું માપ શીલવાન જ કાઢી શકે. હવામાં વજન હોય છે એમ કહેવામાં આવે છે. પણ જો કઈ કવરમાં હવા ભરી ત્રાજવાથી તળવા લાગે તે હવા તેળી શકાશે? આ ઉપરથી હવા તળનાર એમ કહેવા લાગે કે, હવામાં વજન છે એ વાત ખોટી છે તે એ એની ભૂલ ગણાશે ! હવા તળી શકાય છે પણ તેને તળવાનાં સાધન જુદા પ્રકારનાં હોય છે: એમ કોઈ કહે તે પછી હવા તેળી શકાય છે એ વિષયમાં કઈ પ્રકારની શંકા રહી શકે ! * આ જ પ્રમાણે શીલની શક્તિથી પણ અગ્નિ શીતલ થઈ જાય છે પણ ક્યારે અને કયાં સુધી શીલ પાળવાથી અગ્નિ શીતલ થાય છે તેનું પણ અધ્યયન કરવું જોઈએ; કેવળ શીલવતની બાધા લઈ લીધી અને પરીક્ષા કરવા લાગે છે તે માણસની બુદ્ધિની જ પરીક્ષા થઈ જશે. શાસ્ત્રમાં કહ્યું છે કે – देवदाणषगन्धव्या जक्खरक्खसकिन्नरा। વજાઈ રમતિ તુક્યાં સં છે –ઉત્તરાધ્યયન સૂત્ર. અર્થાત-જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ વગેરે નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યમાં એટલી બધી શક્તિ બતાવવામાં આવે છે કે, જે શુદ્ધ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy