________________
શુઠ્ઠી ૧૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૦૧
પેાતાની બુદ્ધિના પ્રમાણુદ્વારા શાસ્ત્રનું પ્રમાણ જુએ છે, પણ એટલું વિચારતા નથી કે, જે શાસ્ત્રો મહાજ્ઞાનીના પ્રમાણથી બનેલાં છે તે શાસ્ત્રાને પાતાની બુદ્ધિના પ્રમાદ્રારા કેમ માપી શકાય? કદાચ કાઈ કહે કે, જ્યારે શાસ્ત્ર મહાજ્ઞાનીના પ્રમાણુદ્વ્રારા બનેલાં છે તે પછી તેમાં કહેવામાં આવેલી કઈ વાત વિષે બ્રાન્તિ કેમ રહે છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પોતાની અપૂર્ણતાને કારણે ભ્રાન્તિ રહેવા પામે છે. પોતાની અપૂર્ણતાના ખ્યાલ રાખી આ વીતરાગની વાણી છે, એમ સમજીને જે કાંઇ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તે સત્ય છે, એમ માનશેા તા, કેાઈ વાત ન સમજવા છતાં એક દરે તમને લાભ જ થશે. પ્રત્યેક કાર્યનું કુલ પેાતાની બુદ્ધિ અનુસાર જ મળશે. જે કાઈ વિકારી વસ્તુ કે વાત હોય તા એ વીતરાગની વાણી નથી એમ માનવું, પણ જે વાત નિર્વિકારી હેાય તે વીતરાગની વાણી છે એમ માનવામાં વિલંબ પણ ન કરવા. આ વાતને લક્ષ્યમાં રાખીને જ જ્ઞાની લેાકા એમ કહે છે કે, વીતરાગની વાણીને તું તારી બુદ્ધિના પ્રમાણદ્વારા માપ નહિ, પણ શાસ્ત્રને પ્રમાણભૂત માની પરમાત્માનું સ્મરણ કર. તને વીતરાગના વચનામૃતને પાન કરવાને આ શુભ અવસર મહા મુશ્કેલીએ મળ્યા છે. આ અવસર કેટલી મહા મુશ્કેલીએ મળ્યા છે એ વિષે ભગવાને ગૌતમ સ્વામીને પણ કહ્યું હતું કે:
वणस्सइकायमद्गओ उक्कोसं जीवे संवस्से | कालमणन्तं समयं गोयम ! माध्यमायए ॥
હે ગૈાતમ ! સંસારની સ્થિતિ ઘણી જ વિકૃત છે. જેને અંત આવવા બહુજ મુશ્કેલ છે. વનસ્પતિકાયમાં પણ આ આત્મા રહી આવેલ છે. મહા મુશ્કેલીએ આ મનુષ્ય જન્મ મળ્યા છે તે શું આ અવસરને નકામે! ગુમાવી દેવા ઉચિત છે ?
ભગવાન મહાવક્તા હતા અને ગૈાતમ સ્વામી મહાશ્રોતા હતા. એટલા માટે તેમણે તા ભગવાનને ઉપદેશ સાંભળી શુભ અવસરને નકામા જવા ન દીધેા, પણ આપણે શું કરવું જોઇએ ? તેના વિચાર કરે. આપણે તેા પરમાત્માનું સ્મરણુ કરી સાંપડેલા શુભ અવસરના સદુપયેાગ કરવા જોઇએ. પરમાત્માનું સ્મરણ કરવા તે બધા ચાહે છે પણ એવું કયું કારણ છે કે, ઇચ્છા હેાવા છતાં પરમાત્માનું સ્મરણુ થઇ શકતું નથી ? એ કારણ પુદ્ગલેાની ઈચ્છા છે. પુદ્ગલાની ઇચ્છા હાવાના કારણે પરમાત્માનું સ્મરણ, ઈચ્છા હેાવા છતાં પણ થઇ શકતું નથી. જે પુદ્ગલાની ઇચ્છાથી નિવૃત્ત થાય છે તે જ ભગવાનની સમીપ જઇ શકે છે. એટલા માટે પુદ્ગલેાની ઈચ્છાને ત્યાગ કરી પરમાત્માનું સ્મરણ કરે !
પુદ્ગલેાની ઈચ્છા છેાડવી લાકોને બહુજ મુશ્કેલ જાય છે, પણ એ વિશે। વિચાર કરવામાં આવે તે એ કામ સરલમાં સરલ છે; કારણ કે, જીવ એ પુદ્ગલ નથી તેમ પુદ્ગલાના તે સ્વામી પણ નથી. કહ્યું છે કેઃ
જીવ નહીં પુગ્ગલી, નેવ પુગ્ગલ કદા, પાગલાધાર નહીં તાસર’ગી ! આ પ્રમાણે જ્યારે જીવ પુદ્ગલ નથી તેમ તે પુદ્ગલેાને સ્વામી નથી, તો પછી પુદ્દગલાને માહ છેડવા શું મુશ્કેલ છે? જો પુદ્ગલેાના ત્યાગ કરવા મુશ્કેલ હેાત તા, ભગવાન વીતરાગ આપણને તેને ત્યાગ કરવાના ઉપદેશ આપત નહિ ! વાસ્તવમાં પુદ્ગલાના ત્યાગ કરવા મુશ્કેલ નથી પણ અજ્ઞાનને કારણે આપણે તેને મુશ્કેલ માની એડ઼ા છીએ. જીવે,