________________
૨૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા પુદ્ગલાને ત્યાગ કરવા કેવી રીતે મુશ્કેલ માની લીધું છે એ એક ઉદાહરણુદ્વારા સમજાવું:કલ્પના કરો કે, કોઈ માણસે એક સાપને ફુલની માળા સમજી હાથમાં પકડી લીધેા, ખીજા માસે તેને કહ્યું કે, અરે! એ તો વિષધર છે માટે એને મૂકી દે. પણ પેલે માણસ તેને પુલની માળા સમજી રહ્યા છે, એટલે સાપને છેાડી મૂકવા તેને મુશ્કેલ જણાય છે. તે તે સાપને પણ ફુલની માળા સમજી રહ્યો છે એ તેનું અજ્ઞાન છે; અને એ અજ્ઞાનને કારણે જ સાપને ત્યાગ કરવા તેને મુશ્કેલ જણાય છે; પણ જ્યારે તેનું અજ્ઞાન ફીટી જશે, અને આ પુલની માળા નહિ પણ વિષધર–સાપ છે એવું જ્ઞાન થશે, ત્યારે શું તે સાપને એક ક્ષણભર પણ હાથમાં પકડી રાખશે ખરા ?
આ જ પ્રમાણે જીવ,
પુદ્ગલાને પેાતાને સુખ આપનાર વસ્તુ માની હૃદયમાં સ્થાન આપી રહ્યા છે; પણ આ જીવનું અજ્ઞાન છે. જો કે જ્ઞાનીજના પુદ્ગલાના ત્યાગ કરેા એમ વારવાર કહે છે, પરંતુ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પુદ્ગલાના ત્યાગ કરવા મુશ્કેલ જણાય છે. જ્યારે જ્ઞાનીઓના ઉપદેશના પ્રભાષ હૃદયમાં ઊતરશે, અજ્ઞાન ફીટી જશે અને પુદ્ગલા એ દુઃખનું કારણ છે, પુદ્ગલમેાહના કારણે જ જન્મ મરણ કરવાં પડે છે અને તેના કારણે જ પરમાત્માનું સ્મરણ કરવામાં આાધા આવે છે, એવું જ્ઞાન પ્રગટ થશે ત્યારે શું જીવ પુદ્ગલાને પકડી રાખશે? જ્યારે સર્પ એ ફુલની માળા નહિ, પણ વિષધર છે, એવું જાણ્યા બાદ કાઈ સર્પને પકડી રાખતા નથી; તે જ પ્રમાણે પુદ્ગલા એ દુઃખરૂપ છે, એ જાણ્યા બાદ, કોઈ જીવ તેને પકડી રાખતા નથી, પણ તેથી દૂર દૂર ભાગે છે. સાપને ડંખ તે। એક જ ભવ બગાડે છે, પણ પુદ્ગલાના ડંખ તે અનેક ભવ બગાડે છે, એવું ભાન થયા બાદ પુદ્ગલા ઉપર માહ રહેવા પામે નહિ. પણ પુદ્ગલા મારા આત્માને હાનિ પહેાંચાડે છે એવું ભાન પહેલાં થવું જોઇએ. આ ભાન થયા બાદ પુદ્દગલેના ત્યાગ કરવા કાંઇ મુશ્કેલ નથી. પુદ્ગલે। આત્માની હાનિ કરનારાં છે, એમ માની પુદ્દગલાને ત્યાગ કરા અને પરમાત્માનું સ્મરણ કરેા તે તેથી આત્માનું કલ્યાણ થશે.
અનાથી મુનિના અધિકાર––૨૯
અનાથી મુનિ પણુ રાજા શ્રેણિકને એજ ઉપદેશ આપે છે.
રાજાએ મુનિને કહ્યું કે, “ આપની આ અવસ્થા ભાગને ચેાગ્ય છે તો પછી આ અવસ્થામાં આપે સંયમ શા માટે ધારણ કર્યાં? આ અવસ્થામાં સંયમ ધારણ કરવાના ઉપદેશ આપને કોણે આપ્યા?''
રાજાના આ કથનના જવાબમાં મુનિએ જણાવ્યું કે, “હે રાજન! આ ઉપદેશ મારા આત્માએ જ મને આપ્યા છે. મારા આત્માએ જ સંસારના બધાં પદાર્થીનુ રૂપ જાણી તેના ત્યાગ કર્યો છે.”
.
રાજાએ પૂછ્યું કે, “સંસારના બધાં પદાર્થોનું રૂપ કેવી રીતે જાણ્યું ? આ પ્રશ્નના ઉત્તરમાં મુનિ પેાતાનું પૂર્વ વૃત્તાન્ત કહી રહ્યા છે.
અહીં અનાથી મુનિ નથી કે રાજા શ્રેણિક નથી; પણ હું અને તમે છે. જ્યારે હું અને તમે, મુનિ અને રાજાની માફ્ક બનીને કથા કહેવામાં—સાંભળવામાં આવે, ત્યારે જ