________________
૫૪૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
સાધુતાના નામે અસાધુતાનાં કામેા કરનાર લોકાનું વર્ણન કરતાં અનાથી મુનિ કહે છે કેઃ— निरट्टिया नग्गरुई उ तस्स, जे उत्तमहं विवज्जासमेइ |
इमे वि से नत्थि परे वि लोए, दुहओ वि से झिज्झइ तत्थ लोए ॥ ४९ ॥ હે! રાજન ! જે ઉત્તમાતા વિપરીતા કરે છે, જે જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે વિપરીત સમજે છે અને તેના પ્રતિ અરુચિ રાખે છે, તેના વેશ પહેરવા કે ઉઘાડે પગે ચાલવું, કેશલુંચન કરવું વગેરે બધાં કષ્ટા વ્યર્થ જાય છે; કારણ કે, તેણે જે ઉત્તમઅથી વેશ લીધા હાય છે તે ઉત્તમ અને જ નષ્ટ કરે છે અને એટલા જ માટે તેનાં બધાં કષ્ટા વ્યર્થ જાય છે. તેના આ લાક પણ વ્યર્થ જાય છે અને પરલાક પણ વ્ય જાય છે. તે આ લાક અને પરલોક બંનેમાં દુઃખ પામે છે.
સાધુવેશ ધારણ કરીને પણુ અસાધુતાનું કામ કરનાર લેાકેાને માટે હું જ આમ કહું છું એમ નથી પરંતુ શાસ્ત્ર પણ એમ જ કહે છે. અને શાસ્ત્રમાં કહેલી એ વાત પ્રમાણે ભગવાન મહાવીરની પરંપરાના બધા લેાકા એમ માનતા આવ્યા છે. બધા લેાકેા એ વાતને સ્વીકાર કરે છે કે જે ઉત્તમાર્થને નષ્ટ કરે છે તેનેા વેશ ધારણ કરવા કે કષ્ટાને સહેવાં એ બધું નકામું છે.
ઉત્તમા એટલે શું એ વિષે હવે વિચાર કરીએ. ઉત્તમાને અર્થ સમજમાં આવવાથી સ્થૂલતામાંથી સુક્ષ્મમાં જઈ શકાય છે અને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતામાં જઈ શકાય છે. સાધારણ રીતે આ ભૌતિક સંસારને વ્ય કહેવામાં આવે છે પગુ ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે સંબંધ રહેલા છે અર્થાત્ ભૌતિક સંસાર અને આધ્યાત્મિક સંસાર પરસ્પર સંબંધિત હાવાથી ભૌતિક સંસાર વ્ય` નથી.
આજના કેટલાક બેકાએ આધ્યાત્મિકતાને એક એવી ચીજ સમજી લીધી છે કે જે સમજમાં આવી શકતી ન હેાય. અર્થાત્ જે વાત સમજવામાં ન આવે તેનું નામ આધ્યાત્મિકતા આપી દીધું છે. એકવાર યુનિવર્સીટીના છાત્રોએ પેાતાના પ્રેોફેસરને પૂછ્યું કે, આધ્યાત્મિકતા કોને કહેવાય ત્યારે પ્રેાફેસરે જવાબ આપ્યા કે, મેાહન અને સેાહન વાત કરતા હાય તેમાં મેાહનની વાત સાહન ન સમજે અને સેાહનની વાત મેાહન ન સમજે એનું જ નામ આધ્યાત્મિકતા છે. આ પ્રમાણે જે સમજવામાં ન આવે તેને આધ્યાત્મવાદ માનવામાં આવે છે પણ એમ માનવું એ ભૂલ છે. આધ્યાત્મવાદ ઘણા જ સરલ છે. જે બધાની સમજમાં આવી શકે છે. ભૌતિકવાદ અને આધ્યામવાદને જો કે પરસ્પર સંબંધ છે, પરંતુ ભૌતિકવાદને ધ્યેય બનાવવું ન જોઇ એ; કારણ કે એને ધ્યેય બનાવવાથી જ આ બધી ગડબડ ઊભી થવા પામી છે. ભૌતિકવાદની સહાયતા લીધા વિના આધ્યાત્મિકવાદને સમજી પણ શકાતા નથી. ઉદાહરણ તરીકે તમે આત્માને શરીરદ્વારા જ જાણી શકો છે. શરીર વિના આત્માને એળખી શકતા નથી. આ પ્રમાણે આધ્યાત્મવાદના પરિચય કરાવનાર ભૌતિકવાદ જ છે પણ કેવળ ભૌતિકવાદને જ પકડી ન બેસતાં આધ્યાત્મવાદને આધારે ભૌતિકવાદ છે કે ભૌતિકવાદને આધારે આધ્યાત્મવાદ છે એ જોવું જોઈ એ. સ્થૂલના આધારે સક્ષ્મ છે કે સુક્ષ્મના આધારે સ્થૂલ છે! કોણ કોના આધારે રહેલ છે ! તે જોવું જોઇ એ. જે જોઈ શકાય છે, જેને રૂપ, રંગ, વજન આદિ છે તે સ્થૂલ કહેવાય છે અને જે જોઈ શકાતું નથી તથા જેતે રૂપ, રંગ, વજન આદિ નથી તે સૂક્ષ્મ કહેવાય છે. આ સંસાર ' બન્નેમાંથી ક્રાના આધારે ટકી રહ્યો છે? આના માટે તમે તમારું શરીર જ જુઓ.