________________
શુદી ૬ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૪૯
તમારા શરીરના બે ભાગ છે. એક તા સ્થૂલ ભાગ છે અને ખીજો સૂક્ષ્મ ભાગ છે. રક્તમાંસ વગેરે જે જોઈ શકાય છે તે સ્થૂલ ભાગ છે અને જે શ્વાસ જોવામાં આવતા નથી તે સુક્ષ્મ ભાગ છે. હવે એ જુએ કે, આ શરીર સ્થૂલ ભાગના આધારે ટકી રહ્યું છે કે સૂક્ષ્મ ભાગના આધારે ? શ્વાસના આધારે રક્ત-માંસાદિ શરીર છે કે રક્ત-માંસાદિ શરીરના આધારે શ્વાસ છે? તમે લોકો એ વાતને સારી રીતે જાણેા છે! અને કહેા પણ છે કેઃ— ‘જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.’
આ પ્રમાણે જ્યાંસુધી આ શરીરમાં શ્વાસ હાય છે ત્યાંસુધી આ શરીરને ભાઈ પણ ઘરમાં રાખવા દે છે પણ શ્વાસ નીકળી જતાં ભાઈ પણ કહેવા લાગે છે કે, આ શરીરને જલ્દી બહાર કાઢો. આ પ્રમાણે સંસારમાં શ્વાસની જ સગાઈ છે અને એ શ્વાસ સૂક્ષ્મ છે. શાસ્ત્રો શ્વાસને સુક્ષ્મ કહી અટકી જતાં નથી પરંતુ એમ કહે છે કે, આ સૂક્ષ્મ શ્વાસ પણ સ્વતંત્ર નથી. એ શ્વાસ પ્રાણ છે પણ તે પ્રાણીના પ્રાણ છે. એટલા માટે એ જુએ કે, એ શ્વાસ પ્રાણને ધારણ કરનાર પ્રાણી કોણ છે ? આ શ્વાસ પ્રાણને શક્તિ આપનાર કોણ છે? કોઈ એમ કહે છે કે હું ચાહું તે શ્વાસને જલ્દી જલ્દી લઈ શકું છું; અને હું ચાહું તેા શ્વાસને રાકી પણ શકું છું. આ પ્રમાણે શ્વાસને જલ્દી લેનાર અને રોકનાર કોણ છે? શ્વાસમાં જેની શક્તિ છે અને જે જલ્દી શ્વાસને લઈ શકે છે, તથા રોકી શકે છે તે જ આત્મા છે અને તે પણ સૂક્ષ્મ છે. તે શ્વાસથી પણ વધારે સૂક્ષ્મ છે, જોવામાં આવતા નથી. જો તે જોવામાં આવી શકતા હાત તેા તે નાશવાન થઈ જાત. જે જોવામાં આવે છે તે તેા નાશવાન છે. આ ઉપરથી તમે એવા વિશ્વાસ કરેા કે, આત્માની ઉપસ્થિતિમાં જ બધું છે; અને આ સૂક્ષ્મ આત્માના રહેવાથી જ આ સ્થૂલ શરીર ટકેલું છે. સૂક્ષ્મ આત્માના અભાવમાં આ સ્થૂલ શરીર પણ ટકી શકતું નથી પણ નષ્ટ થઈ જાય છે. આત્માના રહેવાથી તા આ શરીર સે। વષઁ સુધી ટકી સહે છે પરંતુ આત્મા ન રહેવાથી આ શરીર થાડા વિસ પણ ટકી શકતું નથી. આ શરીર જેનું કાર્ય છે તે કારણભૂત આત્માને જુએ અને એમ માનો કે, સ્થૂલ અને સુક્ષ્મ બન્નેની આવશ્યકતા છે પણ ધ્યેય સ્કૂલનું નહિ પણ સુમનું જ છે; કારણ કે સ્કૂલના આધારે સૂક્ષ્મ નથી પરંતુ સૂક્ષ્મના આધારે સ્થૂલ છે. આ પ્રમાણે આધ્યાત્મવાદને સમજવેા એ કાંઈ મુશ્કેલ નથી.
જે આત્માના રહેવાથી જ સ્થૂલ સ*સાર ચાલી રહ્યો છે એ આત્માને ઓળખવા એ જ ઉત્તમ અથ છે. જે ઇન્દ્રિયાના મેાહમાં પડી જાય છે અને આત્માને ભૂલી જાય છે તે ઉત્તમાને નષ્ટ કરે છે. કહેવત છે કે, ગયા તેા કમાવા પણ પેાતાની પૂજી ગુમાવી આવ્યા. અથવા કરવા ગયા સીધું તેા થઈ ગયું ઊલટું. આમ કરવું તે વિપરીત કૃત્ય છે. વિપરીત કૃત્ય કરવું એટલે ઉત્તમાને નષ્ટ કરવા. આ જ પ્રમાણે અનાથી મુનિ કહે છે કે, “ હે ! મુનિએ ! તમે ઉત્તમાને પ્રાપ્ત કરવા માટે સાધુવ્રત ધારણ કર્યું પણ તમે સંસારની ઝંઝટમાં પડી જઈ એ ઉત્તમાને નષ્ટ કરી રહ્યા છે. શું તમે સાધુપણું ઉત્તમાને નષ્ટ કરવા માટે લીધું છે ? ”.
કાઈ પણ સાધુને એમ પૂછવામાં આવે કે, શું તમે ભોગપભોગ માટે સાધુપણું લીધું છે ? તો શું કોઈ સાધુ એમ કહેશે ખરા કે, અમે ભાગે પભોગ માટે સાધુપણું લીધું છે ! કોઈ એમ તેા કદાચ કહેશે કે, અમારાથી સાધુપણું પાળી શકાતું નથી પરંતુ એમ તે કોઈ હિ