________________
શુદ ૪]
રાજકોટ–ચાતુર્માસ
[૧૨૩
ગુણવાન અને સમજદાર હતો, વિદ્વાન હતો તથા રૂપવાન પણ હતું, તેમ છતાં તે મુનિને જઈ શું કહે છે તે જુઓ ! આ વિષે શાસ્ત્રમાં જે ગાથાઓ આવી છે એ ગાથાઓને વારંવાર કહેવાની ઈચ્છા થઈ આવે છે અને ગણધરેએ જાણે આપણું કલ્યાણ માટે જ એ ગાથાઓ મૂકી ન હોય એમ લાગે છે !
तस्स रूवं तु पासित्ता, राइणो तंमि संजए। अचंतपरमो आसी, अउलो रूवविम्हिओ ॥ ५ ॥ अहो वण्णो अहो रुवं, अहो अजस्स सोमया ।
अहो खंती अहो मुत्ती, अहो भोगे असंगया ॥ ६ ॥ આ ગાથાઓમાં શ્રેણિકના હદયના ભાવનું ચિત્ર ચીતરવામાં આવ્યું છે. આ ગાથાઓ ઉપર ઊંડો વિચાર કરવામાં આવે તો અણિક શું કહે છે તેને મર્મ જાણવામાં આવશે. શ્રેણિક જે વિચક્ષણ અને બુદ્ધિમાન રાજા પણ મુનિનું અતુલ રૂપ જોઈ વિસ્મય પામે. મુનિનું રૂપ એવું અનુપમ હતું કે કોઈના રૂપની સાથે તેની તુલના થઈ શકતી ન હતી !
ઉપમા અને ઉપમેયના વિષે લોકો બહુ ભૂલ કરી બેસે છે. સ્ત્રીઓના રૂપવર્ણન કરતાં જે ઉપમા દેવામાં જે ભૂલ થઈ છે તે વિષે કાલે વિચાર કર્યો હતો. પણ રાજા એણિક, મુનિના રૂપ વિષે કોઈ પણ પ્રકારની ભૂલ કરતો નથી. તે પિતાના રૂપની સાથે મુનિના રૂપની તુલના કરે છે. તેમાં મુનિનું રૂપ જ વધારે જણાય છે. આ પ્રમાણે જ્યારે મુનિના રૂપની તુલનામાં કોઈનું રૂપ ટકી ન શક્યું ત્યારે તે કહે છે કે, આ મુનિનું રૂપ તે અતુલ છે ! - જેમની આંખો ઉપર કામવિકારના ચશ્મા ચડેલા હોય છે, તેઓ ખરાબ સ્ત્રીમાં પણ સુંદરતા જ જુએ છે. જેમકે “લૈલાં' ને વિષે કહેવામાં આવે છે કે, તે બહુ રૂપવતી ન હતી તેમ છતાં તેના માટે “મજબૂએ” પિતાનાં પ્રાણુ સુદ્ધાં પણ આપી દીધાં. જે પ્રમાણે પુરુષોએ સ્ત્રીને માટે પ્રાણ આપ્યાં છે તે જ પ્રમાણે સ્ત્રીઓએ પણ પુરુષો માટે પ્રાણ આપ્યાં છે. પરંતુ વિચારવાનું એ છે કે, જ્યારે લૈલાં બહુ રૂપવતી ન હતી તે પછી મજબૂએ તેના માટે પ્રાણ કેમ આપ્યાં ! એટલા માટે કે, તેની આંખો ઉપર કામવિકારનાં ચશ્માઓ ચડેલાં હતાં અને તેથી તે લૈલાને બહુ રૂપવતી માનતા હતા. પણ મુનિને જોવામાં રાજાની આંખો ઉપર કામવિકારનાં ચશ્માઓ ચડેલાં ન હતાં તેમ છતાં તેણે મુનિના રૂપને અતુલ-અનુપમ કહ્યું.
કઈ તરસ્યા માણસની આગળ ખૂશબેદાર તેલની એક સુંદર શીશી મૂકવામાં આવે, અને બીજા માટીના વાસણમાં પાણી મૂકવામાં આવે, તો એ બેમાંથી એ તરસ્ય માણસ શું લેશે? જો તેને તરસ લાગી ન હોય તો તે વખતે ભલે તે તેલની શીશી લઈ લે પરંતુ જે તેને તરસ લાગી હશે તો તે તે તેલની શીશી લેવાને બદલે પાણીનું જ કામ લેવાનું પસંદ કરશે ! પછી ભલેને તે પાણી માટીના વાસણમાં કેમ ન હોય ! આ જ પ્રમાણે ભૂખ્યા માણસને સુકો બાજરીનો કે જારનો રોટલો અને દાળ આપવામાં આવે અને