________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૪ બુધવાર
પ્રાર્થના . પ્રતિસેન નરેશ્વર કે સુત, “પૃથ્વી' તુમ મહતારી; સુરણ સ્નેહી સાહબ સાચે, સેવકને સુખકારી.
શ્રી જિનરાજ સુપાથ, પૂરે આશ હમારી. ૧ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભક્ત લોકો એમ માને છે કે પ્રાર્થનાધારક સકળ સંસારને નિર્વાહ થઈ શકે એ સંભવ છે અને તેથી સકળ સંસારનું ધ્યેય એક જ છે, પણ આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, સાંસારિક લેકની મનોદશા, બુદ્ધિ અને રુચિ ભિન્ન ભિન્ન હોય છે, અને તે પ્રમાણે કોઈ ધન ચાહે છે, કોઈ ધર્મ ચાહે છે, કઈ કામ ચાહે છે અને કોઈ મેક્ષ ચાહે છે. તે આવી દશામાં એક જ પ્રાર્થનાધારા બધાનો નિર્વાહ કેમ થઈ શકે? અને બધાની ઈરછા કેમ પાર પડી શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે, પરમાત્માની પ્રાર્થનાને જીવનમાં અપનાવવાથી કોઈ પણ ચીજની ખામી રહી શકતી નથી. જ્યારે કલ્પવૃક્ષ જ મળી જાય ત્યારે કઈ ઈચ્છા પાર પડી ન શકે? ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થવાથી કઈ ચીજની ખામી રહી શકે ? ન જ રહે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી બધી ઈચ્છાઓનું એકીકરણ થઈ જાય છે. ભક્ત લોકો પરમાત્માની પ્રાર્થના એ જ ઈચ્છાએ કરે છે કે, “અમારી બધી ઇચ્છાઓનું પરમાત્માની પ્રાર્થનામાં જ એકીકરણ થઈ જાય અને એ જ અમારું ધ્યેય બની જાય.” આ ઈચ્છાની પ્રેરણાથી જ તેઓ પ્રાર્થના કરે છે.
પ્રાર્થના પૂર્ણ છે અને હું અપૂર્ણ છું એટલે એનું હું પૂર્ણ વર્ણન કેવી રીતે કરી શકું? જે પ્રાર્થનાને કલ્પવૃક્ષ અને ચિંતામણિની ઉપમા આપવામાં આવે છે તેનું વર્ણન હું કેવી રીતે કરી શકું ! એટલે વર્ણનમાં અપૂર્ણતા રહી જ જશે છતાં એ વિષે થોડુંક કહું છું – - ભક્તિ કેવી રીતે કરવામાં આવે છે એ ભક્તિશાસ્ત્ર જેવાથી જાણી શકાય છે. ભક્તિશાસ્ત્રમાં કહ્યું છે કે,
सा तस्मिन् परमप्रेमरूपा। અર્થાત–હદયની બધી ઇરછાઓને દૂર કરી તેના પ્રેમમાં તલ્લીન થઈ જવું એ જ ભક્તિ છે. તેના એટલે આત્માના પ્રેમમાં તલ્લીન થઈ જવાથી જ ભક્તિ થઈ શકે છે. વસ્તુ તે તમારી પાસે જ છે પણ વિવેકની જરૂર છે. વિવેકપૂર્વક ભક્તિ કરે તે કાંઈ પણ ખામી રહી ન શકે ! અનાથી મુનિને અધિકાર–૧૩
હૃદયમાં જ્યારે ભક્તિ હોય છે ત્યારે કેવા ઉન્નત વિચારો આવે છે એ જ વાત હવે હું શાસ્ત્રકારો કહું . રાજા શ્રેણિક બુદ્ધિમાન હતું, બધા ભાઈઓમાં બધાથી વિશેષ