________________
શુદી ૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૨૧
લે છે, પણ વર્તમાન શરીરનો ત્યાગ કર્યા વિના, શેઠને ઘેર કેમ જન્મ લઈ શકાય ! એટલા માટે શેઠને ત્યાં જન્મ લેવા માટે સુભગના વર્તમાન શરીરને ત્યાગ ખીલાના નિમિત્તદ્વારા થયો એમાં શંકા કરવાનું કશું કારણ રહેતું નથી.
કેટલાક લોકો પુનર્જન્મ વિષે શંકા કરે છે, પણ પુનર્જન્મની સિદ્ધિના અનેક પ્રત્યક્ષ પ્રમાણ મળે છે. સુભગને પણ પુનર્જન્મ ધારણ કરવાને છે એટલા માટે વર્તમાન શરીરને ત્યાગ થયા વિના તે પુનર્જન્મ કેમ ધારણ કરી શકે ?
એક લેખમાં વાંચ્યું હતું કે, કોઈ પાશ્ચાત્ય વૈજ્ઞાનિક પિતાના સાથીઓને કહ્યું કે, “હું આ કાચની પેટીમાં પેસું છું. થોડીવારમાં મારા શરીરનું પરિવર્તન થઈ જશે માટે અમુક સમય સુધી આ કાચની પેટીને ઉઘાડશે નહિ. આ પ્રમાણે કહી તે કાચની પેટીમાં પેસી ગયો. પણ તેના સાથીઓનું હૈયું રહ્યું નહિ અને તેમણે નિયત સમય પહેલાં જ એ કાચની પેટી ખોલી નાંખી અને તેથી પેલા માણસના શરીરનું થોડું પરિવર્તન થયું અને થોડું નહિ, પણ આ ઉપરથી શરીરનું પરિવર્તન થાય છે એ વાત તે સિદ્ધ થઈ.” આ જ પ્રમાણે સુભગને શરીરનું પરિવર્તન કરવું પડયું. એમાં ખોટું શું થયું ! સુભગનું આયુષ્ય બળ ઓછું હતું એટલે તેનું નિમિત્ત કારણ નદી બની. આ પ્રમાણે સુભગના મૃત્યુ વિષે કોઈ પ્રકારને સંદેહ રહેતું નથી.
આજે બુદ્ધિવાદને જમાને ચાલે છે અને બુદ્ધિના બળે અનેક તર્કવિતર્કો કરવામાં આવે છે; પણ કેવળ તર્કબુદ્ધિથી કામ ચાલતું નથી. તર્કબુદ્ધિની સાથે શ્રદ્ધા બુદ્ધિ પણ હેવી જોઈએ.
નવકારમંત્રના પ્રતાપે સાપ પણ કુલની માળા બની જાય છે તે પછી સુભગ કેમ મૃત્યુ પામ્યો ! એમ લોકો કહે છે પણ મૃત્યુ બાદ તેને શું પ્રાપ્ત થયું તેને વિચાર કરતા નથી. આસ્તિક લેકે એક જ જન્મ ઉપર નહિ પણ પુનર્જન્મ ઉપર પણ વિશ્વાસ રાખે છે.
સુભગ ભરીને અહદ્દાસીની કુક્ષીએ પુત્રરૂપે જન્મ્યો. હવે તે કેવી રીતે મેટ થાય છે તેને હવે પછી વિચાર કરવામાં આવશે. હમણાં તે એટલું જ કહેવાનું છે કે, તમે આપત્તિને આપત્તિ ન માનતાં એમ વિચારશે કે, પરમાત્માનું વિસ્મરણ થવું એ જ આપત્તિ છે અને પરમાત્માનું સ્મરણ થવું એ જ સંપત્તિ છે તે તમારું પણ કલ્યાણ થશે.