________________
શુદી ૭] રાજકોટ–ચાતુર્માસ
[ ૧૫૧ પિતાને ય ચાહે છે અને તે માટે જ કામ-ક્રોધાદિને આશ્રય લે છે, પણ આ પ્રયનથી આત્માને સફળતા મળી નથી અને તેને જયકાર થયો નથી. એટલા માટે પોતાના જયની ઇચ્છા છોડી, પરમાત્માના જયમાં જ પિતાનો જય રહેલું છે એમ માની પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ કે, “હે ! પ્રભો ! મને ય મેળવતાં અનન્તકાળ ચાલ્યો ગયા, છતાં મને જય મળ્યો નહિ, ઊલટે હું કામ-ક્રોધાદિમાં ફસાઈ ગયે એટલા માટે હું મારા જયની ઇચ્છા છેડી તારો જ જય ચાહું છું તારે જય ચાહવામાં કામ-ક્રોધાદિને જરા પણ સ્થાન નથી પણ ત્યાં તે ક્ષમા, શક્તિ અને નિર્લોભતાને જ સ્થાન છે. એ ક્ષમાદિ ગુણોની મને પ્રાપ્તિ થાય એટલા માટે હે ! પ્રભો ! હું તારો જ જય ચાહું છું. હે ! પ્રભો ! મારામાં એવી ભાવના દ્રઢ થાય કે, જ્યાં હું ક્ષમા, શાન્તિ, નિર્લોભતા આદિ ગુણોને જોઉં ત્યાં તારો જ જય થઈ રહ્યા છે એમ માની પ્રસન્ન થાઉં અને એ સદ્ગણો તરફ દેષ કરવો એ તારે દ્વેષ કરવા સમાન છે અને સદગુણો તરફ પ્રેમ રાખવો એ તારી સાથે પ્રેમ કરવા બરાબર છે, એમ માની સદ્દગુણોને જોઈ હું દ્વેષ ન કરું પણ સદ્દગુણ જોઈ તારો જય માનું એ વાતનું મને હમેશાં ધ્યાન રહે. આ પ્રમાણે હે ! પ્રભુ ! તારા જયમાં જ મારો જય રહેલો છે એમ માનું છે તેમાં મારું કલ્યાણ જ છે.” - ઘરને દી તો કેવળ ઘરમાં જ પ્રકાશ આપે છે પણ સૂર્ય તે બધાને પ્રકાશ આપે છે. હવે સૂર્યની પાસે જે પ્રકાશને માટે પ્રાર્થના કરે છે, તેઓ બધાની સાથે પિતાને પણ પ્રકાશ મળે એમ ચાહે છે! જે દિ બુઝાઈ જાય તે ઘરમાં જ અંધારું થાય પણ જે સૂર્ય ઊગે નહિ તે બધે ઠેકાણે અંધારું થઈ જાય. એટલા માટે સૂર્ય સદા પ્રકાશિત રહે એમાં બધાની સાથે પોતાને પણ પ્રકાશ મળે એમ ચાહવામાં આવે છે. આ જ પ્રમાણે પરમાત્માને જય માની, બીજાનાં સગુણ જોઈ પ્રસન્ન થવું, એ બીજાનાં સદ્દગુણોને પોતાનામાં અપનાવવા જેવું છે; અને બીજાનાં સદ્દગુણ જોઈ ઈર્ષ્યા કરવી એ બીજાનાં દુર્ગુણોને પિતાનામાં અપનાવવા જેવું છે. એટલા માટે બીજામાં સદ્દગુણ જોઈ પ્રસન્ન થાઓ અને એમ કહે કે, હે ! પ્રભો ! આ તારે જયજયકાર થઈ રહ્યો છે ! આ પ્રમાણે પોતાના જયની ચાહના છોડી દઈ, પરમાત્માના જયમાં તલ્લીન થઈ જાઓ તે એમાં તમારે પણ જય થશે અને એ જ સાચી પ્રાર્થના પણ છે.
અનાથીમુનિને અધિકાર–૧૬
રાજા શ્રેણિક પણ અનાથી મુનિના જય માં પિતાને જ માનવા લાગે. તે મુનિની ક્ષમા, શાન્તિ અને નિર્લોભતા જોઈ પિતાને ભૂલી ગયા અને કહેવા લાગ્યો કે, આ મુનિની આગળ હું તે કાંઈ વિસાતમાં નથી, આ પ્રમાણે તે પિતાને અહંભાવ પણ ભૂલી ગયો. તમે પણ અહંભાવને છેડી દઈ પરમાત્માને જય ચાહે તો તેમાં પણ તમારે જ જય રહેલો છે ! રાજા શ્રેણિક પિતાને અહંભાવ છોડી દઈ મુનિને પ્રકટ રૂપે વંદન-નમન કરે છે.
तस्स पाए उ वंदित्ता, काऊण य पयाहिणं । नाइदूरमणासन्ने, पंजलि पडिपुच्छई ।। ७॥