________________
૨૨૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
મુનિએ શ્રેણિકને પૂછ્યું તેમ હું તમને પૂછું છું કે, રેગ તા તમને પણ થયા હશે! જ્યારે રાગ પેદા થયા ત્યારે તમને આ શરીર કેવું કષ્ટદાયક જણાતું હતું? પણ જો વાસ્તવમાં તમને શરીર કષ્ટદાયક લાગતું હેત તે તો કષ્ટમુક્ત થવા માટે તમે એવા પ્રયત્ન કરત કે શરીરમાં જ રહેવું ન પડે ! પણ કષ્ટોથી મુક્ત થયા બાદ કા યાદ રહેતાં નથી.
હવે તમારી સામે શાસ્ત્રની ગંગા વહી રહી છે એ ગંગાના જે લાભ લેશે તેમનું કલ્યાણ થશે.
સુદર્શન ચરિત્ર—૨૩
હવે હું શરીરથી મુક્ત થઈ કાથી-સદાને માટે દૂર થનારની કથા કહું છું. કપિલ પુરેહિત વિવિધ વિદ્યાધર, સુદનસે પ્રીત । લેહચુમ્બક સમ મિલ્યા પરસ્પર, સરીખે સરીખી રીત. ! ધન૦ ૨૧ પ્ર
તમારી આગળ ધર્મકથા શા માટે કરવામાં આવે છે, આ વિષે પૂર્વાચાર્થીએ ખૂબ વિચાર કર્યાં છે. સાધારણ જનતા જે તત્ત્વાને સમજી શકતી નથી એ તત્ત્વાને કથાની સહાયતા લઈ સમજાવવાં એ જ ધર્મકથાના ઉદ્દેશ છે. બીજી ધ કથાદ્વારા પ્રેમરસની વૃદ્ધિ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રેમભાવ પેદા કરી, જનસમાજને સરળતાપૂર્ણાંક તત્ત્વને સમજાવવાં એ જ ધર્મકથાના ઉદ્દેશ છે. ધકથા સંભળાવી તમારામાં પ્રેમભાવ જાગ્રત કરવા અને તમને પ્રેમપૂર્ણાંક તત્ત્વા સમજાવી તે પ્રમાણે કાય કરવાની શિક્ષા આપવી એ જ ધર્મકથા સંભળાવવાના ઉદ્દેશ છે.
સુદર્શને વેલનાં ફુલ જોઈ એવા વિચાર કર્યો કે, જે પ્રમાણે આ વેલ બીજાની પાસેથી લઈ પોતાની શક્તિના વિકાસ ખીજાને માટે કરે છે, તે જ પ્રમાણે મને સંપત્તિ મળી છે, પદ મળ્યું છે અને બીજાની સહાયતા પણ મળી છે તે! મારે પણ બદલામાં પરાપકાર કરવા જોઈએ. તમે લોકો બીજાની સહાયતા લે પણ બીજાને ઉપકાર કરા નહિ, કેવળ સ્વાર્થમાં જ રચ્યાપચ્યા રહે। એ કયાં સુધી ઠીક છે તેને વિચાર કરા ! વેલ પૃથ્વી, પાણી અને હવા પાસેથી જે કાંઈ લે છે તેના વિકાસ ઝુલના રૂપમાં કરે છે; તથા એ ફુલના ઉપયાગ પોતે કરતી નથી, તેમ એ લતાને આધાર આપનાર વૃક્ષ પણ એ કુલના ઉપયાગ કરતું નથી; પરંતુ એ પુલના ઉપયેગ મધમાખી કરે છે અને મધમાખી જે મધ બનાવે છે તેને ઉપયેગ તમે લોકો કરેા છે. આ પ્રમાણે લતા પરમ્પરાએ કેટલા બધા પરાપકાર કરે છે તેના વિચાર કરા ! તમે પણ પૃથ્વી, પાણી, હવા વગેરે પાસેથી લે છે, પણ બદલામાં તમે શું આપે છે. તેના પણ વિચારકરા ! તમે એવું કાઈ દિવસ સાંભળ્યું છે કે, પુલ ખરાબ હવા ફેલાવે છે અને તેથી વાતાવરણ ઝેરી બને છે ? જો નહિં તે હવે તમે તમારા તરફ નજર કરો કે તમે કડવી વાણી મેલી જનસમાજમાં ઝેર તેા ફેલાવતા નથી ને ? બીજાના હૃદયમાં ઝેર તે રેડતા નથી ને! જો એમ કરે છે। તો એના પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યમાં ઝેર ન ફેલાવવાની પ્રતિજ્ઞા કરેા તા હજી પણ કલ્યાણ કરી શકે છે.