________________
વદી પ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૨૨૩
સુદર્શન વૃક્ષ અને વેલની પાસેથી સારી શિક્ષા મેળવી પરોપકાર કરવા લાગ્યો; અને નગરમાં એવી સુંદર વ્યવસ્થા કરી કે નગરમાં કોઈ નિર્વસ્ત્ર કે ભૂખ્યા માણસ જોવામાં આવતું નહિ. તે નિરાધારને આધારભૂત હતું. રાજકોટના પહેલાના ઠાકોર સાહેબ શ્રી લાખાજીરાજને માટે પણ એવું સાંભળવામાં આવે છે કે તેઓ ગરીબનું બહુ ધ્યાન રાખતા હતા. મરકીના સમયે તેઓ પોતે ગરીબને ઘેર જતા અને ગરીબની સંભાળ લઈ સેવા ચાકરી કરતા. જ્યારે રાજકોટ નરેશ આ પરોપકાર કરતા હતા તે તમે જિનેન્દ્રના ભક્ત અને શ્રાવક થઈ સ્વાર્થમાં રચ્યાપચ્યા રહે એ ઠીક કેમ કહી શકાય ! જો તમે સ્વાર્થમાં મશગૂલ રહે તે પછી તમે શ્રાવક શાના ! એટલા માટે તમે પણ વૃક્ષ અને વેલનાં સંસ્કારે તમારા જીવનમાં ઊતારે. પહેલાં તમારા ઘરના કુટુંબના માણસેથી ઉપકાર કરે શરૂ કરો. પછી તમારા આશ્રિત લોકોને તથા પાડોશીને ઉપકાર કરવો પ્રારંભ કરે અને એ રીતે આગળ વધતા જાઓ ! જો તમારો કોઈ આશ્રિત માણસ દુઃખી કે બિમાર હોય અને તમારા હૃદયમાં તેનું દુઃખ દૂર કરવાની ભાવના પેદા ન થાય તે પછી તમે શ્રાવક શાના ? તમારા આશ્રમમાં રહેનાર કોઈ પણ માણસ કે પશુ દુઃખી રહેવા ન જોઈએ.
આજના લોકોએ પશુપાલનની જવાબદારી જાણે પિતાના માથેથી ઊતારી નાંખી હોય એમ લાગે છે. મોલથી (પૈસા આપી) દૂધ ખરીદી લે છે અને કહે છે કે, ઢોરનું પાલન-પોષણ કરવાની પંચાતમાં પડી ઢેર કોણ બને ? જો ઢોરનું પાલન-પોષણ કરનાર ઢેર કહેવાય તે આનંદ શ્રાવકની પાસે ૪૦૦૦૦ હજાર ગાયો હતી એટલા માટે શું તે મોટો ઢોર કહેવાય ? પોતાના જીવન માટે જેમની સહાયતા લેવામાં આવે છે તેમની રક્ષા ન કરતાં ધનના બળ ઉપર ઉન્મત્ત બની જવું એ અનુચિત છે. એવું જીવન જીવવું એ સાચું જીવન નથી. કેવળ લેવાનું જ શીખ નહિ પણ દેવાનું પણ શીખે !
ગઈ કાલે સન્ત સંભળાવ્યું હતું કે, રાણા પ્રતાપે અડધી રોટલીથી અતિથિને સત્કાર કર્યો. ભારતના ઈતિહાસમાં રાણા પ્રતાપનું જે સ્થાન છે તેવું સ્થાન બીજા કોઈનું કદાચ જ હશે ! તે રાણું પણ અતિથિ-સત્કાર કરી ન શકવાના સમયે કેવો દુ:ખી થયા હતા ! તેઓ તે એ જ વિચાર કરતા હતા કે, મારે ત્યાં આવેલો અતિથિ ભૂખ્યો કેમ જાય? તેમની સ્ત્રી તથા પુત્રી પણ કેવા ઉદાર હતા. તમે પણ એવા ઉદાર બને. ઉદારતા રાખવાથી કાંઈ ઓછું થઈ નહિ જાય ! કૃપણુતાથી ધન વધે છે અને ઉદારતાથી ધન ઘટે છે એમ સમજવું એ ભૂલ છે; એટલા માટે ઉદાર બનો અને બીજાને આપવાનું શીખો !
જે પ્રમાણે સૂર્ય પ્રકાશિત થવાથી કોઈને ઘરમાં અંધકાર રહેતા નથી તે જ પ્રમાણે સુદર્શનના પરોપકારથી નગરમાં કોઈ દુ:ખી રહેવા પામ્યો નહિ ! દીપક તે એક જ ઘરને પ્રકાશિત કરે છે. આ જ પ્રમાણે જે પિતાના જ ઘરમાં પ્રકાશ કરે છે તે તે મનુષ્ય છે, અને જે બીજાના ઘરમાં પણ પ્રકાશ કરે છે તે તો મનુષ્ય રૂપમાં દેવ છે. જે તમારે પરમાત્માની સાચી ભક્તિ કરવી છે, તે જેમનામાં પરોપકારવૃત્તિ વધારે છે તેમનામાં ઈશ્વરીય અંશ વધારે છે એમ માને. અને એવા મહાત્માઓને આદરસત્કાર કરવો એ કર્તવ્ય છે. તેમનામાં જે ગુણ છે તેને ઈશ્વરીય ગુણ માની તેમનું સન્માન કરવું. આ