________________
વદી ૧૧ ].
રાજકેટ-ચાતુર્માસ
[ ૩૪પ
પ્રમાણે કેટલાકને ઉપદેશ વિના જ સ્વાભાવિક રીતે સમકિત થઈ જાય છે અને કેટલાકોને ઉપદેશદ્વારા સમકિત થાય છે; પરંતુ સમક્તિ પ્રાપ્ત કરવાને રાજમાર્ગ તે ઉપદેશ જ છે. આ જ પ્રમાણે નિશ્ચયની પણ આવશ્યક્તા છે પણ નિશ્ચયને લઈને વ્યવહારને ત્યાગ કરી દે એ રાજમાર્ગ નથી. રાજમાર્ગ તે નિશ્ચયની સાથે વ્યવહારને રાખવાને જ છે. મુનિ નિશ્ચયમાં તે સંકલ્પદ્વારા પૂરતી રીતે સાધુ થઈ ગયા હતા. જે તેમના સાધુપણુમાં કદાચ કાંઈ ખામી હેત અર્થાત તેમને સંકલ્પ અપૂર્ણ હેત તે એ દશામાં તેમનો રોગ કદાચ જ ચાલ્યો જાત ! તેમણે દઢ સંકલ્પ કર્યો હત-નિશ્ચયથી તેઓ સાધુ બની ગયા હતા, છતાં તેમણે વ્યવહારને સાચવવા માટે તેમના ભાઈઓને પૂછીને દીક્ષા લીધી. આ પ્રમાણે ભાઈઓની અનુમતિ લેવાનો તેમનો આશય નિશ્ચયની સાથે વ્યવહાર સાચવવાને છે.
અનાથી મુનિએ જ્યારે પિતાના કુટુંબીજનોને દીક્ષા લેવા માટે પૂછયું હશે ત્યારે તેમના કુટુંબીજનોને કેટલું બધું દુઃખ થયું હશે! તેઓ મનમાં શું વિચારતા હશે ! તેઓ એમ વિચારતા હશે કે, “હવે એમનો રોગ ચાલ્યો ગયો છે, એટલા માટે તેઓ હવે સંસારના સુખનો ઉપભોગ કરશે, પણ તે તો સ્વસ્થ થતાં જ સંયમ લેવા માટે તૈયાર થઈ ગયા છે. ” અનાથી મુનિ સંયમ લેવા તૈયાર થયા છતાં શું કઈ કુટુંબીજન એવી ભાવના કરે ખરા કે, “એ રેગી થઈને પડ્યા રહેત તે ઠીક હતું?આ પ્રમાણે કોઈ કુટુંબીજન વિચારે નહિ. કુટુંબીજનેએ તે એમ જ વિચાર્યું હશે કે, જેમની કૃપાથી રોગ દૂર થાય છે તેમના શરણે જવું એ જ ઉચિત છે. આમ વિચારવા છતાં કુટુંબીજનેને વિરહનું દુઃખ થાય એ સ્વાભાવિક જ છે અને એ કારણે માતા-પિતાના દુઃખને દેખાવ પણ થયા હશે.
तोऽहं नाहो जाओ, अप्पणो य परस्स य ।
सव्वेसि येव भृयाणं, तस्साणं थावराणं य ।। ३५॥ હે રાજન! જ્યાં સુધી મેં સંયમ લીધે ન હતું ત્યાં સુધી હું અનાથ હતાપરંતુ જ્યારે મેં સંયમ ધારણ કર્યો ત્યારે હું સનાથ થઈ ગયો. હવે હું પિતાને પણ નાથ છું અને બીજાને પણ નાથ છું. હવે તે પ્રાણીમાત્રને નાથ થઈ ગયે. પ્રાણીમાત્રમાં પણ જે પ્રાણીઓ દેખાય છે તે જ નહિ પણ ત્રાસ અને સ્થાવર બન્નેને નાથ થઈ ગયો.
નાથને અર્થ રક્ષા કરનાર એવો થાય છે. આ અર્થ પ્રમાણે જે અનાથી મુનિ બધાના નાથ હતા તો અહીં એ પ્રશ્ન થાય છે કે તે પછી તેઓએ પોતાના માતા-પિતા ભાઈ બહેનની રક્ષા કેમ ન કરી ? એ બધાને વિરહની વેદના થતી હતી તે પછી તેઓ અનાથ રહ્યા કે સનાથ? તે મુનિની સ્ત્રી અનાથા રહી કે સનાથા? આ પ્રમાણે જ્યારે બધા જીવોના મુનિ નાથ થયા હતા તે પછી તેમના માતા-પિતા વગેરે અનાથ કેમ રહ્યા અને શાસ્ત્રમાં “મુનિ બધા ત્ર-સ્થાવર જીવોના નાથ થઈ ગયા” એમ શા માટે કહ્યું?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સંસારમાં નાથ કેવળ તેમને જ કહેવામાં આવે છે કે, જેમની દ્વારા શરીરને પોષવાનાં ખાન-પાનનાં સાધને મળે. જેમને આ ચીજો મળે છે