________________
૩૪૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
તેમને સનાથ કહેવામાં આવે છે અને જેમને તે ચીજો મળતી નથી તેમને અનાથ કહેવામાં આવે છે. પરંતુ સનાથ અનાથને આ અર્થ વ્યાવહારિક છે, આધ્યાત્મિક અર્થ જુદો જ છે. નાથને આધ્યાત્મિક અર્થ એ છે કે, જે પિતાના આત્માનો નાથ બની જાય છે તે જ બીજાને પણ નાથ બની જાય છે.
કોઈ પણ કાર્ય ત્રણ પ્રકારે થાય છે. પહેલાં વિચાર થાય છે, પછી ઉચ્ચાર થાય છે અને ત્યારબાદ આચાર થાય છે. આત્મામાં પહેલાં પ્રત્યેક કાર્યને માટે વિચાર કે સંકલ્પ થાય છે. પછી જે વિચાર થએલો હોય છે તેને નિઃસંકોચ ઉચ્ચાર કરવામાં આવે છે અને પછી જેવો ઉચ્ચાર કરવામાં આવ્યું હોય છે તે આચાર કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિ વિચારથી જ થાય છે, પણ કાર્યની સિદ્ધિ તે આચારથી જ થાય છે.
અનાથી મુનિના કુટુંબીજને દીક્ષા લેવા માટે સમર્થ થયા હશે કે થયા નહિ હોય પણ તેમને એ વિચાર તે અવશ્ય થયો હશે કે, જેના સંકલ્પમાત્રથી રોગ ચાલ્યો જાય છે તે સંસરા અવશ્ય ગ્રાહ્ય છે જે રોગ અમારા અનેક પ્રયત્નોથી પણ દૂર થયો ન હતો તે રોગ જે સંયમના સંકલ્પમાત્રથી ચાલ્યો ગયો, તે સંયમ કદાપિ ઉપેક્ષણીય નથી પરંતુ ગ્રાહ્ય જ છે. માતાપિતા વગેરે કુટુંબીજનોને એ વિચાર તે અવશ્ય થયું હશે કે. અમને આના વિરહનું દુઃખ અવશ્ય છે પણ અમને તે આ એમ કહે છે કે, તમે તમારા આત્માને પણ સનાથ બનાવ.શું આ વિચારથી માતાપિતા વગેરેને પ્રસન્નતા થઈ નહિ હોય ?
આ દૃષ્ટિએ તે મુનિ તે માતાપિતા વગેરેના પણ નાથ બન્યા કે નહિ? તે મુનિ તો બધાને સનાથ બનવાની શિક્ષા આપી સનાથ બનાવે છે પણ જો મુનિની આ શિક્ષાને કોઈ ન માને તે એ કારણે મુનિને દોષ કેમ આપી શકાય?
માને કે, કોઈ માણસે એક નિશાળ ખોલી અને એવી જાહેરાત કરાવી કે, આ નિશાળમાં દરેક પ્રકારની શિક્ષા આપવામાં આવે છે, જેમની ઈચ્છા હોય તે આ નિશાળમાં આવી શિક્ષા લઈ શકે છે. આવી જાહેરાત કરવા છતાં પણ જો કોઈ તે નિશાળમાં ભણવા ન આવે તે એમાં નિશાળ ખેલનારને શ દોષ ? આ જ પ્રમાણે અનાથી મુનિ પિતે “નાથ” થઈ બધાને સનાથતા આપે છે છતાં જો કોઈ સનાથલા ન લે તો તેમાં મુનિને શો દેષ? તે મુનિ તે બધાના નાથ છે અને બધાને તેઓ સનાથ બનાવે છે.
“પરમ કઠિન વ્યાલ ગ્રસત હૈ, સિત ભયો ભય ભારી; ચાહત અભય ભેરવ શરણાગતિ, ખગપતિ નાથ બિસારી.”
એક માણસને એક ભયંકર સાપ કરડવા માટે દેડ્યો. તે માણસ ભયભીત થઈ એક દેડકાને શરણે જવા દો. તે માણસે એટલો પણ વિચાર ન કર્યો કે, દેડકો એ તે સાપને આહાર છે. દેડકે તે પિતે સાપથી ડરે છે તે પછી મારી તે રક્ષા શું કરશે? આ પ્રમાણે પૂર્વાપર વિચાર ન કરતાં તે માણસ દેડકાના શરણે ગયે. બીજી બાજુ ગરુડ તેને બેલાવી રહ્યું છે કે, તું મારી પાસે આવી જા. પછી સાપની શું તાકાત છે કે તે