________________
૨૨૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
શાસ્ત્રમાં અત્યાર સુધી અને આગળ જે કાંઈ કહ્યું છે તેને આશય અનાથી મુનિ કહે છે કે, “મારી પાસે દરેક સાધનો હતાં. આંખને હું સારી રાખવા ચાહતા હતા, તેની માવજત પણ કરતા હતા, છતાં કોણ જાણે શા કારણે આંખમાં આટલી બધી વેદના થવા પામી ! વેદના અસહ્ય હેવાને કારણે તે વખતે મનમાં એમ થઈ જતું કે, આંખો જ ન હોત તો કેવું સારું ! આટલી બધી વેદના તે સહેવી પડત નહિ ! હે રાજન ! આંખની આટઆટલી સારસંભાળ રાખવા છતાં આંખોમાં આવી અસહ્ય વેદના ઉપડી ત્યારે મને લાગ્યું કે, હું આંખને નાથ નથી. જે આંખોને હું નાથ હેત તે તેની આટલી બધી સારસંભાળ રાખવા છતાં તેમાં વેદના કેમ પેદા થાત ! ”
જે લોકો “આ આખો મારી છે” એમ કહે છે તેઓ ભૂલ કરે છે. તેઓ આંખમાં પિતાનું આરોપણ કરી લે છે; પરંતુ વાસ્તવમાં જેને પિતાનું માનવામાં આવે છે તે પિતાની આજ્ઞા ન માને તે પછી પોતાનું તે કેમ કહી શકાય ? પોતે જે માણસને માલિક છે તે માણસ જે માલિકની ઇચ્છા વિરુદ્ધ કામ કરે છે તે તેને માલિક જ કેમ કહેવાય !
મુનિએ કહ્યું કે મને પહેલાં આ વાતનું ભાન ન હતું પણ જ્યારે મારી આંખોમાં વેદના થઈ ત્યારે મને એ ભાન થયું કે, હું કઈ અને નાથ બની અભિમાન કરું છું. અને સંસારનાં પદાર્થો જેઈ ઠગાઈ જાઉં છું ?
અનાથી મુનિ આગળ કહે છે કે, આંખોમાં વેદના થવાની સાથે જ મારા આખા શરીરમાં ખૂબ દાહ થવા લાગ્યો. શરીરના કોઈ એક અંગમાં જ દાહ થયો નહિ પણ આખા શરીરમાં દાહ પેદા થવાને કારણે જાણે શરીરને આગમાં મૂક્યું હોય એવી બળતરા આખા શરીરમાં થવા લાગી.
કોઈ માણસ જે તમારા શરીર ઉપર બળતો અંગાર મૂકે કે તમારી આંખમાં સોય કે તે તેને તમે શત્રુ કે અપરાધી માનશે કે નહિ ? આ પ્રમાણે બહારથી સોંય ભેંકનાર કે આગ વડે દઝાડનારને તે અપરાધી કે શત્રુ માની શકો છો પણ બહારને કોઈ શત્ર કે અપરાધી જોવામાં ન આવતાં છતાં તે મુનિની આખે માં સેયની માફક કેળુ ભકતું હતું અને અંગારાની માફક તેમના શરીરમાં કોણ બળતરા કરતું હતું ! તે વૈરી કોણ હતો ? તમે બહારના માણસને તે તમારા વૈરી કે અપરાધી માને છે પણ તમે પોતે જ તમારા પિતાના વરી અને અપરાધી બની રહ્યા છે એ વાતને જોતા નથી !
મુનિ આગળ કહે છે કે, “હે રાજન્ ! તું રાજસત્તા ચલાવે છે! તારી સામે જે કોઈ માણસ કોઈની આંખમાં ભાલું છે કે કોઈને શરીરને દઝાડે તે શું તું ચુપચાપ ઉભે ઉમે તેની સામે જેતે રહેશે !”
રાજાએ ઉત્તર આપ્યો કે, “મારી સામે કોઈએ અપરાધ કર્યો હોય અને એ અપરાધીને મેં દંડ આયો ન હોય એવું હજી સુધી મને યાદ નથી.”
મુનિએ કહ્યું કે, “હે રાજન ! આ પ્રમાણે બહારના અપરાધીથી તે મારી રક્ષા પણ કરી શકત, પણ મારા ઉપર જે શેતાની રગે હુમલો કર્યો છે, તેનાથી મને કોણ બચાવી શકે છે ! કોઈ બચાવતું નથી, વળી હે રાજન ! તારા રાજ્યમાં કોઈ માણસ