________________
વી ૫]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૧૯
ધનવાને પણ રહે છે. એટલા માટે એમના આ કથનમાં સ ંદેહ થવાનું કશું કારણ નથી. ધનવાનનેા પુત્ર પણ ધનવાન જ હાય છે એટલા માટે એએ ધનવાન હશે જ, પણ આવા ધનવાન હૈાવા છતાં પણ તેએ અનાથ કેમ હતા ! એ વાત મારી સમજમાં આવતી નથી. રાજાએ આ વાત મુનિને કહી, ત્યારે મુનિ કહેવા લાગ્યા કેઃ—
पढमे वये महाराय, अतुला मे अच्छि वेयणा ।
ગોચા વિકો દ્દાદ્દો, સન્મવૈયુ થિયા || ૧૨ || सत्थं जहा परमतिक्खं, सरीर विवरंतरे । पविसिज्ज अरी कुद्धो, एवं मे अच्छि वेयणा ॥ २० ॥ तियं मे अन्तरिच्छं च, उत्तमंगं च पीडई । इन्दासणि समा धारा, वेयणा परम दारूणा ॥ २१ ॥ या मे आयरिया, विज्जामंत चिगिच्छया । ગથીયા અસ્થમજા, મન્તમૂત્રસાયા | ૨૨ ॥ ते मे तिगिच्छं कुव्वन्ति, चाउप्पायं जहाहियं ।
न दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ २३ ॥
મુનિ કહે છે કે, “હે રાજન! આ મારી અનાયતાની વ્યાખ્યા છે. હું પ્રચુરધનસંચયીના પુત્ર હતા. મારું લાલન-પાલન ધણી જ દક્ષતા અને સાવધાનીપૂર્વક થયું હતું. મારે કાઇ પણ સાધનની ખામી ન હતી. મારું બાળવય ધણા જ આનંદપૂર્વક પસાર થયું હતું. ત્યારે પણ કોઇપણ સાધનની મારે ખામી ન હતી! હું જ્યારે યુવાન થયા ત્યારે યેાગ્ય તરુણુ સ્ત્રીની સાથે મારા વિવાહ થયેા. તું મારી અવસ્થાને ભેગને યાગ્ય બતાવે છે, અને જેને તું ભાગનાં સાધના માને છે તે બધાં સાધના મારી પાસે હોવા છતાં પણુ મારી કેવી સ્થિતિ થઇ તે તું સાંભળ, હું યુવાન થયા તે યુવાવસ્થામાં મારા શરીરમાં એક રાગ પેદા થઈ ગયા જેથી બહુ વેદના થવા લાગી. પહેલાં તેા એ વેદનાએ મારી આંખોમાં ખટકા પેદા કર્યો.”
આંખો આખા શરીરની સારરૂપ માનવામાં આવે છે. આંખા જોવા માત્રથી જ બધાને એળખી શકાય છે. જો આંખેા ન હેાય તે। આખી દુનિયા અંધકારમય જણાય છે. ભલે કરાડ સૂર્ય ઉદયમાન થાય તે પણ જો આંખે ન હોય તેા સૂર્યને પ્રકાશ જોઈ શકાતા નથી. આંખાનું આ રીતે શરીરમાં આટલું બધું મહત્ત્વનું સ્થાન છે; આંખો હાવાથી આત્મા સનાથ અને છે કે અનાથ થાય છે એ વાત અનાથી મુનિના કહેવા ઉપરથી સમજો. અનાથી મુનિએ આંખાદ્વારા સુંદર દૃશ્યા જોયાં હશે અથવા સારાં પદાર્થો પણ જોયાં હશે અને આંખાને સારી રાખવા માટે આંખામાં અંજન સુરમા વગેરે લગાવ્યાં પણ હશે અને આંખાને ઠંડક પહોંચાડવા માટે ઠંડા પદાર્થોનું ખાનપાન પણ કર્યું હશે. આંખાની આટઆટલી સારસંભાળ રાખવા છતાં અનાથી મુનિની આંખેામાં વેદના પેદા કેમ થઈ ?