________________
૮૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
સુભગે કહ્યું કે, મહાત્મા હવે ત્યાં ક્યાં છે. તેઓ તે “અત્તિ -સક્તિ ' એ મંત્ર ભણી આકાશમાં ઉડી ગયા. તેઓ ત્યાં હતા ત્યાં સુધી તે મને કોઈ વાતનું ધ્યાન જ ન રહ્યું. જ્યારે તેઓ ઉડી ચાલ્યા ગયા ત્યારે જ તમારું અને ગાયનું ધ્યાન આવ્યું. - સુભગની વાત સાંભળી શેઠ તેની પ્રશંસા કરી ધન્યવાદ આપવા લાગ્યા. કોઈ સારું કામ પિતાથી થઈ ન શકે તો સત્કાર્ય કરનારની પ્રશંસા કરવી અને તેમને ધન્યવાદ આપ જોઈએ. ' સુબાહુકુમાર પૌષધમાં બેઠા હતા છતાં તેમણે કહ્યું હતું કે, “તે લોકોને ધન્ય છે કે, જેઓ ભગવાનની વાણી સાંભળે છે, તે લોકોને પણ ધન્ય છે કે જેઓ સાધુ બને છે, તે લોકોને પણ ધન્ય છે કે, જેઓ સંયમ પાળે છે, તે લોકો પણ ધન્યવાદને પાત્ર છે કે, જેઓ વ્રત ધારણ કરી શ્રાવક બને છે અને તે ભૂમિને પણ ધન્ય છે કે જે ભૂમિ ઉપર ભગવાન વિચરે છે.”
આ જ પ્રમાણે તમારાથી કોઈ સત્કાર્ય થઈ ન શકે તે જે સત્કાર્ય કરતા હોય તેમની પ્રશંસા કરો, તેમને ઉત્સાહિત કરે, તેમને ધન્યવાદ આપે અને તેમના ગુણગાન કરે; આમ કરશે તે પણ કલ્યાણ છે.
સુભગ પણ સુદર્શનને જીવ છે. તેને ધન્યવાદ આપવો કે શીલવતને ધન્યવાદ આપ એ, પિતાના આત્માને જ ધન્યવાદ આપવા બરાબર છે.
આ પ્રમાણે શેઠે પણ સુભગને ધન્યવાદ આપે. હવે આગળ શું થાય છે તે યથાઅવસરે કહેવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાઢ વદ ૧૪ શુક્રવાર
પ્રાર્થના આજ હાર સંભવ જિનકે, હિતચિતમ્ ગુણ ગાસ્યાં, મધુર મધુર વર રાગ આલાપી, ગહરે સાદ ગુંજાસ્યાં રાજ; આજ૦૧
સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે કેવી ભાવના રાખવી જોઈએ એ વિષે હું વારંવાર કહું છું અને તમે લેકે સાંભળો છે; પણ જે હદયપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે તે જ પિતાની ભાવના પ્રાર્થનામાં ઉતારી શકે છે.
પરમાત્માની પ્રાર્થના કેવા ભાવ સામે રાખીને કરવી જોઈએ, એ વિષે આ જ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે –