________________
વદ ૧૩ ]
રાજકાટ-ચાતુર્માસ
ગગન ગયે મુનિરાજ સત્ર પહે, માલક ઘરકા આયા
શેઃ પુતે મુનિ દે'ન કે, સભી હાલ સુનાયા ! ધન૦ | ૮ |
[ ૮૧
ધ્યાન સમાપ્ત થતાં જ તે મહાત્મા, નવકાર મંત્ર મેલી આકાશમાં ઉડી ગયા. ભગવતી સૂત્રમાં જંધાચરણ–વિદ્યાચરણનું વર્ણન મળે છે. મહાત્માને આકાશમાં ઉડતા જોઇ, સુભગ “મહાત્મા' એમ કહેવા લાગ્યા, પણ તે નિસ્પૃહ મહાત્મા એમ કયાં રાકાય એવા હતા ! જે પ્રમાણે સૂર્ય અસ્ત થતાં કમલ પણ બંધ થયા વિના રહેતાં નથી તે પ્રમાણે સમય પૂરા થતાં મહાત્મા રોકાઈ શકે એમ કયાં હતા ! તે તા ચાલ્યા ગયા; પણ સુભગ વિચારવા લાગ્યા કે, તેએ જે ‘ નમો અāિતાળ ' એવા મત્ર ખેલ્યા હતા તે સારા હતા. તે બાળકને આખા મત્ર તે યાદ રહ્યો નહિ પણ " नमो अरिहंताणं એ એક પદ યાદ રહ્યું હતું. તે વિચારવા લાગ્યા કે, જે મંત્રના પ્રભાવથી મહાત્મા ઉંડી આકાશમાં ચાલ્યા ગયા તે મંત્રમાં અવશ્ય કોઈ મોટી શક્તિ રહેલી હશે.
99
આમ વિચારતાં તેણે સાંજ પડી જવાથી ગાયાને લઈ ઘેર જવા ધાર્યું. તે ગાયાને શાષવા લાગ્યા, પણ દરરાજની ટેવાએલી ગાયેા સાંજ પડતાં જ ધેર ચાલી ગઈ હતી. ગાયા તે આવી ગઈ પણ સુભગતે આવેલા ન જોઈ, શેઠ ચિંતા કરવા લાગ્યા. શું થયું હશે ! કાઈ ચાર તા સુભગને ઉપાડી લઈ ગયા નહિ હાય ને ! વગેરે અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી શેઠ ચિંતા કરવા લાગ્યા અને આકુળદષ્ટિએ સુભગની પ્રતિક્ષા
કરવા લાગ્યા.
જે માણસ કેવળ પેાતાના જ સ્વાર્થ જુએ છે, તે માણસ પોતાના સ્વાર્થના જ નાશ કરે છે અને આથી વિપરીત જે બીજા ઉપર ઉપકાર કરે છે તે પેાતાના ઉપર જ ઉપકાર કરે છે. આ જ પ્રમાણે શેઠ પાતાના ખાવાએલા પુત્રની માફક સુભગની ચિંતા કરતાં પ્રતીક્ષા કરતા હતા, એટલામાં જ સુભગને ઘર તરફ આવતા જોઈ, શેઠે દોડી જઈ તેને પોતાની છાતી સરસા ચાંપ્યા અને પછી પૂછવા લાગ્યા કે, “ આજે આટલું બધું મેાડું કેમ થયું ? '' સુભગ મેાડું થઈ જવાથી ગભરાએલા હતા, પણ શેઠને જોવાથી તેને ગભરાટ છે। થયા અને મેાડા થવાનું કારણ જણાવતાં તેણે કહ્યું કે, આજે મારું થવાનું ખીજાં તેા કશું કારણ નથી, પણ આજે જંગલમાં મને બહુ જ આનંદ આવવાથી રેાકાઈ ગા એટલે મેાડું થઈ ગયું.
શેઠે કહ્યું કે, જંગલમાં એવા શું આનંદ મળ્યા ?
સુભગે જવાબ આપ્યા કે, આજે જંગલમાં મને એક મહાત્માના દર્શન થયા, તે મહાત્માનું હું શું વર્ણન કરું ! વર્ણન કરવાની મારામાં તે શક્તિ જ નથી ! મને એ મહાત્મા જેમ વાછરડાને ગાય પ્રિય લાગે છે એવા પ્રિય લાગ્યા. તેમને જોઈને હું મને પોતાને જ ભૂલી ગયા! અને તેમના મુખ ઉપર જે શાન્તિ ટપકતી હતી તે ઉપર જ હું એવા મુગ્ધ બની ગયા કે સાંજ પડી છે કે નહિ તેવી પણ મને ખબર ન રહી !
આ સાંભળી શેઠે કહ્યું કે, ધન્ય છે, કે તને મહાત્માના દર્શન થયા. જો તે મહાત્મા હજી ત્યાં હોય તો હું પણ તેમના દન કરી આવું!
૧૧