________________
૩િ૯૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
અન્ય દાર્શનિક વસ્તુના એક જ અંગને પકડીને કેવી રીતે લડે છે અને એ લડાઈને જૈનદર્શન કેવી રીતે શાંત પાડે છે એ વાત એક પ્રસિદ્ધ ઉદાહરણુઠારા સમજાવું છું – ' કેટલાક આંધળાઓની સામે એક હાથી આવ્યો. એક આંધળો એ હાથી પાસે ગયે
અને હાથ ફેરવતાં તેના હાથમાં હાથીની પૂંછડી આવી, એટલે તે કહેવા લાગે કે હાથી દેળી જેવો હોય છે. બીજાના હાથમાં હાથીના પગ આવ્યા, એટલે તે કહેવા લાગ્યો કે, હાથી દેળી જે હેતે નથી, હાથી તે થાંભલા જેવો હોય છે. ત્રીજાના હાથમાં હાથીનું પિટ આવ્યું, એટલે તે કહેવા લાગ્યો કે, તમે બન્ને ખોટા છે, હાથી તે કોઠી જેવો હોય છે.
થાના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તે કહેવા લાગ્યું કે, તમે બધાં ખોટાં છો, હાથી તે ડગલાની બાંય જેવો હોય છે. પાંચમાના હાથમાં હાથીના કાન આવ્યા હતા, એટલે તે કહેવા લાગ્યો કે, હાથી તે સૂપડા જેવો હોય છે અને છાના હાથમાં હાથીના દાંત આવ્યા હતા એટલે તે કહેતો હતો કે, હાથી તે સાંબેલા જેવો હોય છે. આ પ્રમાણે એ છ આંધળાઓ જુદું જુદું કહેતા હતા અને પરસ્પર લડતા હતા. એ આંધળાઓ હેવાથી હાથીનાં બધાં અંગેને જોઈ શકતા ન હતા અને તેથી હાથીના કેઈ એક અંગ પકડીને પરસ્પર લડતા હતા.
એટલામાં એક સત્ર પુરુષ આવ્યો. તેણે પૂછયું કે, ભાઈ એ તમે શા માટે લડો છો ? જવાબમાં એક આંધળાએ કહ્યું કે, હાથી થાંભલા જેવો હોય છે છતાં આ એને દળી જે કહે છે? ત્યારે બીજાએ કહ્યું કે, હાથી તે દળી જે હેય છે છતાં આ એને થાંભલા જે કહે છે. આ બન્નેનું કથન સાંભળી નેત્ર પુરુષ કહેવા લાગ્યું કે તમે બન્ને ઠીક કહે છે ? એટલામાં ત્રીજા આંધળાએ કહ્યું કે, હાથી તે કાઠી જેવો હોય છે, ચોથાએ કહ્યું કે, હાથી તે સૂપડા જેવો હોય છે, પાંચમાએ કહ્યું કે હાથી તે ડગલાની બાંય જેવો હોય છે. આ પ્રમાણે બધા આંધળાઓએ પિતાપિતાની માન્યતા કહી સંભળાવી અને સત્ર પુરુષ તમારી બધાની માન્યતા સારી છે એમ કહેતે ગયે. આંધળાઓ કહેવા લાગ્યા કે, તમે મોટું જોઈને
ધાને હા-હા કરો છો અને બધાને સાચા છો એમ કહે છે. જે વાત પરસ્પર વિરુદ્ધ છે એવી વિરુદ્ધ વાતને કહેનારાઓ સાચા કેમ હોઈ શકે ?
સત્ર પુરુષે બધાને ઠંડા પાડતાં કહ્યું કે, તમે બધા વસ્તુના એક એક અંગને પકડીને જુઓ છે, સગને પકડીને જતા નથી. એક એક અંગથી હાથી બનતું નથી પરંતુ તમે લકો- જે એક અંગને પકડી કહે છે તે એક અંગ હાથીમાં તે છે. હાથીની પૂંછડી દળી જેવી હોય છે, તેના પગ થાંભલા જેવા હોય છે, સૂંઢ ડગલાની બાંય જેવી હોય છે, કાન સૂપડાં જેવાં હોય છે, પેટ કાઠી જેવું હોય છે અને દાંત સાંબેલા જેવાં હોય છે. આ પ્રમાણે તમે હાથીના એક એક અંગ પકડીને લડે છે પણ જો તમે બધા અંગે તપાસો તે કઈ પ્રકારની લડાઈ જ ન થાય. આ પ્રમાણે તે સત્ર પુરુષે એ બધા અંધજનોની શંકાનું સમાધાન કર્યું. , , સમુદ્રમાં કઈ નદી જતી નથી ? સમુદ્રમાં બધી નદીઓ છે પણ સમુદ્ર કઈ પણ નદીમાં નથી. આ જ પ્રમાણે જેનધર્મમાં કઈ દૃષ્ટિ નથી ? જેનધર્મમાં બધી દષ્ટિએ છે અને તેથી જ જૈનદર્શને બધાના ઝઘડાઓને દૂર કરે છે પણ પિતે કેાઈ ઝઘડામાં પડતું નથી. અનાથી મુનિ રાજા શ્રેણિકને જે કાંઈ કહી રહ્યા છે તેને પ્રત્યેક દૃષ્ટિએ જોવાની જરૂર છે. જેનદર્શન અનેકાન્તવાદી છે, એકાન્તવાદી નથી. એટલા માટે પ્રત્યેક વાતને અનેકાન્તની દૃષ્ટિએ જુઓ