________________
શુદ ૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૯૩
અને અનેકાન્તદૃષ્ટિએ ખીજાને પણ સમજાવા. અનેકાન્તદષ્ટિએ પ્રત્યેક વિષય ઉપર વિચાર કરવામાં આવે તે કોઈ પ્રકારની લડાઈ જ ન થાય !
અહીં પ્રશ્ન એ થાય છે કે, જો કોઈ માણસ સમજાવવા છતાં પણ પોતાની હઠ નં છેડે તે એ દશામાં શું કરવું? શું તેને માટે પેાતાના તત્ત્વને પણ છેડી દેવું ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, પેાતાના આત્માની સ્વતંત્રતા વિના કાઈ તત્ત્વ ટકી શકતું નથી. એટલા માટે પેાતાના તત્ત્વ વિષે એવા વિશ્વાસ રાખવા કે, અમારાં તત્ત્વા સંપૂર્ણ દૃષ્ટિએ બતાવવામાં આવ્યાં છે; એટલા માટે જો પૂર્ણ દૃષ્ટિએ બતાવવામાં આવેલી કાઈ પણ વાત હેાય તે હું તેને સ્વીકારવા તૈયાર છું, પણ અપૂર્ણ દૃષ્ટિએ કહેવામાં આવેલી વાતને માટે હું પૂર્ણ ષ્ટિએ કહેવામાં આવેલી વાતને છેડી શકે નહિ! આ પ્રમાણે વિચાર કરી પોતાના તત્ત્વ ઉપર કેવી રીતે દૃઢ રહેવું જોઈએ એને માટે અરણક અને કામદેવનાં દૃષ્ટાંતે જુએ.
કામદેવને શે। અપરાધ હતા ? દેવે તેને કહ્યું કે, તું મહાવીને ધર્મ છેાડી દે, નહિં ત તારા શરીરનાં ટૂકડે ટૂકડાં કરી નાંખીશ ! દેવે આ પ્રમાણે કહ્યું છતાં કામદેવ તા એમ જ વિચારતા હતા કે, જો કોઈ આ નિન્થ પ્રવચનમાં ભૂલ બતાવતુ હોય તે એ અવસ્થામાં તે હું નિર્આન્ધધ છેડી પણ શકું; પણ ધર્મ છેડવા માટે તલવારથી મારી નાંખવાને ભય બતાવે તે એ અવસ્થામાં હું કોઇ પણ રીતે ધને ત્યાગ કરી શકું' નહિ.”
66
CC
કદાચ કોઈ કહે કે, કોઈ વાતને પકડી રાખવી એ હઠ છે, પણ હઠ તે ત્યારે કહી શકાય કે જ્યારે સમજાવવા છતાં માને નહિ. તે દેવ કામદેવને કાંઈ સમજાવતે નહતા પણ તલવારના ભય બતાવી ધર્મના ત્યાગ કરવાનું કહેતા હતા. કામદેવ તા પેાતાના તત્ત્વમાં નિશ્ચલ હતા. તે એમ જ વિચારતા હતા કે, આ દેવ મને જ તલવાર દ્વારા મારશે તે તે તલવારને ધા આ શરીર ઉપર જ પડી શકે છે, મારા આત્માને કાંઈ નુકશાન કરી શકે એમ નથી. હું તલવારના ડરથી મારા આત્મતત્ત્વને ત્યાગ કરી શકે નહિ. એ આત્મતત્ત્વને તે હું માનું છું. એટલે મારી ઉપર ગમે તેટલાં સંકટા પડે છતાં હું મારા એ આત્મતત્ત્વને છેડી શકુ નહિ.”
કામદેવ વિચારે છે કે, “ આ દેવ મને તલવાર મારી શકે નહિ. મારા આત્મા જ કર્તા છે એટલા માટે મારા આત્મા જ તલવાર મારી શકે; મારા આત્માને ખીજો કોઇ મારી શકે નહિ. આ આત્મા જે બનાવનાર છે અને આ આત્મા જ બગાડનાર છે. સંસારને નાશ કરી મેક્ષ જનાર પણ આત્મા જ છે. ખીજા તા બધાં નિમિત્ત છે. સુખ કે દુઃખ, સુપ્રયાસ કે દુઃપ્રયાસ કરનાર પણ આ આત્મા જ છે. આત્માના કર્યા વિના સુખ દુઃખ પેદા થઈ શકતાં નથી. આ જ પ્રમાણે આત્માના અધ્યવસાય વિના પુણ્ય–પાપ પણ લાગી શકતાં નથી. આત્મા જ પોતાના અધ્યવસાયથી વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, કામધેનુ કે નંદનવનની સમાન દુઃખ સુખને પેા કરે છે. આત્માના કર્ત્તવ્યને ન જોતાં ખીજાને માટે એમ કહેવું કે, આ ખીજો જ સુખ દુ:ખતે આપનારા છે, એ તેા કુતરાની માફક ભૂલ કરવા જેવું છે, એક કુતરા કાચ જડેલા મહેલમાં જઈ ચડયા. કાચના પ્રતિબિંબને કારણે કુતરાને પેાતાની જેવા કુતરા જ દેખાવા લાગ્યા. કુતરા પોતાના જાતિ સ્વભાવવાળા કુતરાથી બહુ નારાજ રહે છે, એટલા માટે તે પોતાના પ્રતિષ્મિ બને ખીજો કુતરા સમજી ભસવા લાગ્યા. એ કુતરાને એ ખબર ક્યાંથી હોય કે પ્રતિબિંબમાં જે કુતરા દેખાય છે તે જાતે છે.
પ