________________
રાજકા–ચાતુર્માસ
“ કાઇ અમન્ય
આતમ તત્ત્વ માને, કરિયા કરતા દીસે;
ક્રિયા તણા ફૂલ કહા કુણુ ભાગવે, ઇમ પૂછુ' ચિત્ત રીસે. ”
—આન ધનજી. હે પ્રભા ! કોઈ એમ કહે છે કે, તું વધારે ભ્રમમાં શા માટે પડે છે? તું એટલુંજ જાણી લે કે આત્મા છે અને તે અક્રિય છે. આત્મા કાંઇ ક્રિયા કરતા નથી આ સાંખ્યને મત છે; પણ મને એ વાત ઉપર વિશ્વાસ બેસતા નથી. કારણ કે, જો આત્મા અક્રિય છે તા ક્રિયા કાણ કરે છે! અને તે ક્રિયાનું ફળ કાણુ ભાગવે છે! સારી કે ખરાબ ક્રિયાને કર્તા જ્યારે આત્મા જ નથી તે પછી ક્રાણુ છે ? અને જ્યારે આત્મા ક્રિયા કરતા નથી તા પછી ક્રિયાનું ફળ આત્માએ શા માટે ભાગવવું પડે છે! જો કે, આત્માને અક્રિય માનનાર્ સાંખ્યમત આ પ્રશ્નના ઉત્તરમાં એમ કહે છે કે, પ્રકૃતિ કરે છે અને પુરુષ ભગવે છે. પરન્તુ આ વાત ઠીક જણાતી નથી; કારણ કે પ્રકૃતિ તો જડ છે. જડ પ્રકૃતિએ કરેલી ક્રિયાનું મૂળ ચૈતન્ય આત્મા ભાગવે એ કેવી રીતે બની શકે! પહેલાં તેા જડ પ્રકૃતિ ક્રિયા જ કરી શકતી નથી. કદાચિત એમ માનવામાં પણ આવે કે પ્રકૃતિ જડ હેાવા છતાં પણ ક્રિયા કરે છે તાપણ મારા મનમાં એવા પ્રશ્ન થાય છે કે, પ્રકૃતિ તે ક્રિયા કરે અને તે ક્રિયાનું ફળ આત્મા ભોગવે એમ કેમ બને? અને જડને તેા કર્તા માનવામાં આવે તા એ ઠીક કેમ કહી શકાય ? એટલા માટે એ કથન મારી સમજમાં આવતું નથી. જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરખા; સુખ દુઃખ સંકર દૂષણુ આવે, ચિત્ત વિચાર જો પરિખા.”
፡
વી ૯]
[ ૩૨૫
—આત દુધનજી. વળી, કાઇ એમ કહે છે કે, ‘એક બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ' જડ અને ચૈતન્યમાં એક માત્ર બ્રહ્મ છે, એ બ્રહ્મરૂપ આત્માને જ માના; ખીજા ભ્રમમાં શા માટે પડે છે ? આ પ્રમાણે કાઇ માત્ર બ્રહ્મરૂપ આત્માને જ માનવાનું કહે છે પણ એ સિદ્ધાન્ત વિષે વિચાર કરતાં એ પણ સિદ્ધાન્ત ઠીક જણાતા નથી. સંસારમાં ત્રસ અને સ્થાવર આદિ અનેક પ્રકારના જીવા છે. જો એ બધા જીવામાં એક બ્રહ્મને જ માનવામાં આવે તે ત્રસના કરેલાં કનું મૂળ સ્થાવરને, સ્થાવરે કરેલાં કર્મનું ફળ ત્રસને; પિતાએ કરેલાં કર્મીનું ફળ પુત્રને અને પુત્રે કરેલાં કર્મીનું ફળ પતાને ભાગવવું પડશે. આ પ્રમાણે સંકર દોષ આવશે. જો એમ કહેવામાં આવે કે, જેણે કરેલાં કર્મનું ફળ તેણે જ ભેગવવું પડે છે તા તે જીવ અને બ્રહ્મ એમ એ થઇ ગયા. તે પછી ‘એક બ્રહ્મ દ્વિતીયેા નાસ્તિ ' એ સિદ્ધાન્ત જ કયાં રહ્યો ! આ સિવાય જો બધામાં એક જ બ્રહ્મ છે તેા એક જીવ તો મેક્ષે જવાને પ્રયાસ કરે છે અને બીજો પાપ કર્મો કરે છે. તેા એકને કારણે બીજાને અને બીજાને કારણે પહેલાને પાછળ પાછળ ભટકવું પડશેને! આ પ્રમાણે વિચાર કરતાં એક બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ' એ સિદ્ધાન્ત બરાબર ઠીક લાગતા નથી.
"
“ એક કહે નિત્ય જ આતમ તત્ત્વ, આતમ દરશણુ લીના; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણેા.
77
આન ધનજી.