________________
૧૯૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
આત્માના નિજ ગુણુની સિવાય શરીર સાથેને પ્રીતિસબધ સેાપાધિક છે. કેવળ આત્માના નિજ ગુણુ જ નિરુપાધિક છે.
જો કે, લોકેા પોતાના હાથે જ અનેક મડદાંને બાળ આવે છે અને શરીર સાથેની પ્રીતિ કેવી સેાપાધિક હોય છે એ જોતાં--જાણવા છતાં પણ, ઉપાધિમાં પડેલા એ લોકો સાપાધિક પ્રીતિમાં જ મશગૂલ રહે છે. આનું કારણ કેવળ માહ છે. જેમકે કોઇના હાથમાં સેાનાની હાથકડી પહેરાવવામાં આવે તે શું તેને દુઃખ થશે ! સાનાની હાથકડી આખરે હાથકડી હાવા છતાં પણુ, સેનાના મેહમાં પડેલા માણસ તેને હાથકડી માનતા નથી; પણ તેની સાથે પ્રીતિ કરે છે. લોકેા સાધારણ ચીજ માટે પણ મને આપે મને આપે। એમ પડાપડી કરે છે તે પછી સાનાનું મમત્વ કેમ છેડી શકે ?
આ પ્રમાણે પ્રીતિ તો બધા કરે છે પણ સાપાધિક પ્રીતિ કરે છે. પણ નિરુપાધિક પ્રીતિ તે બહુ ઓછા લેાકેા કરે છે. નિરુપાધિક પ્રીતિ તે છે કે જેનાદ્વારા ચિદાનંદ ગુણ પ્રગટાવી, ઉપાધિને દૂર કરવામાં આવે છે. આ પ્રમાણે ઉપાધિ વધારવાની અને ઉપાધિ ઘટાડવાની પ્રીતિ જુદા જુદા પ્રકારની છે. આ બન્ને પ્રકારમાંની પ્રીતિમાંથી તમારું હૃદય કઈ પ્રીતિ કરવા ચાહે છે તેને વિચાર કરેા ! જો તમારું હૃદય સાપાધિક પ્રીતિ કરવા ચાહે, તો તેા તમારે ઉપાધિમય જીવન પસાર કરવું પડરશે, પણ જો તમારું હૃદય નિરુપાધિક પ્રીતિ ચાહે તે પછી તમારે સાંસારિક પદાર્થીની ઉપાધિ છેાડવી પડશે. સેાપાધિક પ્રીતિને ત્યાગ કરી નિરુપાધિક પ્રીતિ જોડવામાં આવે તે પછી જોઈએ જ શું ? પણ નિરુપાધિક પ્રીતિના સબંધ જોડવા માટે પ્રયત્ન કરવાની જરૂર રહે છે.
કહેવાના આશય એ છે કે, ભગવાન ધનાથની સાથે નિરુપાધિક પ્રીતિદ્વારા જ પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ પેદા થશે અને પરિણામે આત્માના ચિદાનંદ ગુણ પ્રકટ થશે. નિરુપાધિક પ્રીતિ કેવીરીતે કરવામાં આવે છે એ વાત હવે શાસ્રારા સમજાવું છું. અનાથીમુનિના અધિકાર—૨૦
રાજા શ્રેણિક અને અનાથી મુનિ બન્ને સામસામા બેઠા છે. બન્નેય મહારાજા છે - પણ જુદા જુદા પ્રકારના છે. રાજા તેા સેાપાધિક પ્રીતિને જ પ્રીતિ માને છે પણ મુનિ નિરુપાધિક પ્રીતિને પ્રીતિ માને છે. રાજા એમ માને છે કે, જેમની દ્વારા સુખે,પભાગની સામગ્રી મળે તેમની સાથે પ્રીતિ કરવી એ જ સાચી પ્રીતિ છે. આમ માનવાને કારણે જ તે મુનિને કહી રહ્યો છે કે, “ તમે સંયમને છેાડી દઈ મારી સાથે ચાલેા અને ભાગાના ઉપભાગ કરેા ! હું તમારા નાથ બનું છુ, પણ મુનિએ રાજાને ઉત્તર આપ્યા કે, “ હે રાજન! તું ભૂલે છે. તું પેાતે જ અનાથ છે. તું તારું પેાતાનું પણ ક્ષેમકુશળ કરી શકતા નથી તેા પછી તું મારેા નાથ કેવી રીતે બની શકે? ”
મુનિનું આ કથન સાંભળી રાજાને ધણું આશ્ચય થયું. રાજા વિચારવા લાગ્યા કે, હું તો એમના ‘ નાથ' બનવા ચાહતા હતા પણ એ તે મને જ ‘અનાથ' માને છે. વળી આ ઋદ્ધિમાન મુનિ અનાથતાને કારણે દીક્ષા લીધી એમ કહે છે એ એક આશ્ચ