________________
શુદી ૧૩] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૯૧ નું કારણ છે, અને મારા જેવા મગધાધિપને અનાથ કહે છે એ વળી બીજું આશ્ચર્ય છે. આ પ્રમાણે રાજા કેવો આશ્ચર્યચકિત થયે એને માટે શાસ્ત્ર કહે છે કે –
एवं वुत्तो नरिंदो सो, मुसंभंतो सुविम्हिओ।
वयणं अस्सुयपुव्वं, साहुणा विम्हयीनयो ॥१३॥ अस्सा हत्थी मणुस्सा मे, पुरं अन्तेउरं च मे।
મુંબાઈમ માણસે મોણ, શાળા રૂરૂરિયે ૪ || एरिसे सम्पयग्गम्मि, सम्बकामसमप्पिए।
હું મrigો મવરૂ, મા તુમને ! સુસંવણ | ૨૦ || તું પતે જ અનાથ છે. મુનિનું આ કથન સાંભળતાં જ રાજા ઘણો સંબ્રાન્ત . તે ક્ષત્રિય હતા. ક્ષત્રિય અપમાન સહી શકતું નથી.
આજે ઘણું લોકો મને કહે છે કે, “તમે ચાહો તે કહે, અમને કાંઈ ખોટું નહિ. લાગે !' પણ તમને કાંઈ ખોટું લાગતું નથી એ જ ખરાબ છે. આનું જ નામ વાણિયાશાહી છે. કહેવત છે કે, “સિંહને બેલ લાગે છે અર્થાત સિંહની સામે ગર્જના કરવામાં આવે તે તે સામે થાય છે!
મોટા ઘાસીરામજી મહારાજ જેઓ મારા ઉપદેશક હતા તેઓ મેવાડના એક ગામના રહેવાશી હતા. મેવાડમાં બહુ ઝાડી છે. તેઓ કહેતા હતા કે, એક દિવસ કરમદા ખાવા માટે હું જંગલમાં ગયો હતો. ત્યાં એક વાઘ મારી સામે દેડી આવ્યો. મને ત્યારે ભય તે લાગ્યો પણ મેં લોકો પાસેથી સાંભળ્યું હતું કે, “સિંહ કે વાઘની આંખની સામે આંખ તાકવાથી તે આક્રમણ કરી શકતું નથી !” હું પણ તે વાઘની આંખ સામે આંખ તાકીને ઊભો રહ્યો અને વાધ પણ મને તાકતે ત્યાં ઊભા રહ્યા. હું તેની સામે એકીટશે જોકે રહ્યા; એક પલક પણ મારી નહિ. આખરે તે પરાજિત થઈ ધીરે ધીરે પાછો ફરી ગયો. મેં એવું પણ સાંભળ્યું હતું કે, સિંહને બોલ લાગે છે અને તેની સામે ગર્જના કરવાથી સામે ઘુરકે છે. મેં વિચાર્યું કે જોઉં તે ખરે કે આ વાત સાચી છે કે ખેટી ! આ પ્રમાણે વિચાર કરી મેં વાઘની સામે રાડ પાડી. મારી આ રાડ સાંભળી વાઘ પાછો ફલાંગ મારી, મારી સામે દોડી આવ્યું. હું મનમાં કહેવા લાગે કે “હવે જો આ વાઘ પાછો ચાલ્યા જાય તે ફરી રાડ નહિ પાડું.” વાઘ ડીવાર મારી સામે તાકતા રહ્યા પછી બહુ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યા ગયે !
કહેવાનો આશય એ છે કે, સિંહ બેલ ઝીલે છે, તેની માફક તમારે પણ બોલને ઝલ જોઈએ. પણ તમે લેકે વાણિયાશાહી વાપરે છે અને તે કારણે બોલને ઝીલી શકતા નથી એ જ ખરાબી છે. રાજા ક્ષત્રિય હતા એટલે તેને લાગી આવ્યું કે, જો કોઈ ગરીબ કે દરિદ્રીને અનાથ કહ્યો હતો તે વાત જુદી હતી પણ મારા જેવા રાજાને અનાથ કેમ કહ્યો ? આ પ્રમાણે રાજા સંભ્રાન્ત થયો અને મનમાં થડો રજોગુણ પણ આવ્યો. તે મનમાં વિચારવા લાગ્યું કે, હું રાજા છું એમ જે આ મુનિ જાણતા ન હેત અને