________________
૧૯૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
મને અનાથ કહ્યા હાત તા જુદી વાત હતી, પણ આ તે। હું રાજા છું એમ જાણવા છતાં મને અનાથ શા માટે કહ્યા ?
રાજાના મનેાગત ભાવાનું શાસ્ત્રે ખરાખર ચરિત્રચિત્રણ કર્યું છે. આ વિષે શાસ્ત્રમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તેનું પૂરેપૂરું વિવરણ તા કોઈ મહાવક્તા જ કરી શકે. હું એ રહસ્યને બરાબર પ્રકટ કરી ન શકું. છતાં મારી સમજમાં એ ગાથાનું જે રહસ્ય સમ જવામાં આવ્યું છે, તે જણાવું છું. ઉપર્યુક્ત ગાથા ઉપરથી એમ જણાય છે કે રાજા શૂરવીર હતા પણ ક્રૂર ન હતા! સિંહ તે શૂર પણ હોય છે અને સાથે ક્રૂર પણ હાય છે. તે સાધુ કે અસાધુને ઓળખી શકતા નથી. તે તે। જે સામે આવે છે તેની ઉપર હુમલા કરે છે, તેનામાં વિવેક હોતા નથી; પણ રાજા શૂવીર હતા, ક્રૂર હતા નહિ પણ વિવેક શીલ હતા. એ વાતને પ્રકટ કરવા માટે, શાસ્ત્રકારાએ ‘ રાજા સભ્રાન્ત થયા છતાં મુનિને કોઈ પ્રકારની અનુચિત વાત ન કહી પણ સભ્યતાપૂર્વક પેાતાનાં મનાગત ભાવા પ્રકટ કર્યો.” એમ કહ્યું હોય એમ હું મારી બુદ્ધિએ કહું છું.
મુનિએ મને જે અનાથ કહ્યા છે એ મારે માટે તે અશ્રુતપૂર્વ છે. મને કાઈ એ અત્યાર સુધી અનાથ કહ્યો નથી, તેમ મેં કાઈ દિવસ અનાથતા અનુભવી નથી ! હું ધર છેાડીને બહાર ચાલ્યા ગયા હતા-કષ્ટમાં રહ્યો હતા, ત્યારે પણ મને કાઈ એ અનાથ કહ્યેા નહતા ! મેં ત્યારે પણુ અનાચતા અનુભવી ન હતી પણ પુરુષાર્થના બળે મારું કામ ચલાવતા હતા! મુનિનું આ વચન । અશ્રુત પૂર્વ છે. અથવા તેમને મારા વૈભવની ખબર નથી. અથવા તેમની આકૃતિ જોતાં તેઓ મહાઋદ્ધિસિદ્ધિવાળા હોય અને તેમની દૃષ્ટિએ હું અનાથ ગણાતા હાઉ' એ પણ બને ખરું !
કોઈ માણસ જ્યારે પાતાથી નાની ચીજ ખીજાની પાસે જુએ છે ત્યારે તે નાની ચીજને તુચ્છ માનવા લાગે છે ! જેમકે કોઈની પાસે હીરાનાં ધરેણાં હાય તેને સેાનાનાં ધરણાં સામન્ય લાગે છે અને જેમની પાસે સેાનાનાં દાગીનાં હાય છે તેને ચાંદીનાં ઘરેણાં સામાન્ય લાગે છે. આ જ પ્રમાણે જેમની પાસે ચાંદીનાં ધરેણાં હશે તેને જસત કે પીત્તળનાં ધરેણાં તુચ્છ જણાશે. આ જ પ્રમાણે આ મુનિની પાસે ઋદ્ધિસિદ્ધિ ધણી રહેલી હાય અને તે કારણે હું તેમની નજરમાં અનાથ જણાતા હાઉં એ સંભવિત છે. હું પણ તેમની શારીરિક ઋદ્ધિ જોઈ આશ્ચય ચકિત થયા હતા. આ પ્રમાણે તેમણે પણ મારી અહીંની ઋદ્ધિ જોઈ મને પોતાથી ઓછી ઋદ્ધિવાળા ગરીબ સમજ્યા હાય અને એ કારણે મને અનાથ કહ્યો હોય ! પણ એ મુનિ ધારે છે, એવા હું અનાથ નથી, એ માટે મારે મારી ઋદ્ધિનું વર્ણન કરી તેમને ખુલ્લું જણાવી દેવું જોઈ એ કે જેથી તેમને પણ ખબર પડે કે મારી પાસે આટલી ઋદ્ધિ છે અને હું તેમને નાથ બની શકું' એમ છું કે નહિ ?
રાજા સાહસી અને વીર હતા. એટલા માટે તેણે મુનિને કહ્યું કે, “ મહારાજ ! હું મગધેશ્વર છું. હું મગધના કેવળ નામના જ રાજા નથી પરંતુ આખા મગધરાજ્યનું પાલન કરું છું. મારા રાજ્યમાં અનેક હાથી—ઘેાડા આદિ રત્ના છે. મારા રાજ્યમાં અનેક મેટાં મોટાં નગરા છે કે જેની આવકમાંથી મારા રાજ્યનું ખર્ચ સારીરીતે નીકળે છે. મેટા