________________
શુદી ૧૩]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૩
મોટા રાજાઓ પોતાની કન્યા મને આપી પિતાને ભાગ્યશાળી માને છે. વળી કેટલાક લકોને ઋદ્ધિ મળે છે તે પણ શરીર અસ્વસ્થ હોવાને કારણે ઋદ્ધિનો ઉપભોગ કરી શકતા નથી પણ મારી પાસે ઋદ્ધિસમૃદ્ધિ હવાની સાથે શારીરિક સંપત્તિ પણ સારી છે એટલે હું મનુષ્ય સંબંધી ભોગોનો ઉપભોગ પણ કરી શકું છું. કેટલાક રાજાઓ તે કેવળ નામના જ રાજાઓ હોય છે, પણ હું એ નામનો રાજા નથી. મારી આજ્ઞા બધા શિરેધાર્ય કરે છે, કોની એવી શક્તિ છે કે જે મારી આજ્ઞાને અનાદર કરે ! હું આ મહારાજા હોવા છતાં આપ મને “અનાથ' કેમ કહો છો ? આપ મુનિ થઈને મારા જેવા રાજાને અનાથ કહી, ખોટું બોલો એ ખરેખર આશ્ચર્યજનક વાત છે. જે પ્રમાણે પૃથ્વી આધાર ન આપે અને સૂર્ય પ્રકાશ ન આપે એ જેમ આશ્ચર્યજનક વાત છે તેમ મુનિ થઈને તમે અસત્ય બેલો છો એ પણ આશ્ચર્યજનક વાત છે. મુનિ તે કોઈ દિવસ અસત્ય બેલે નહિ અને તમે મુનિ થઈ મને અનાથ કહી અસત્ય શા માટે બેલો છે ? હે ! પૂજ્ય ! આપે આવું અસત્ય બેલવું ન જોઈએ !”
રાજાએ મુનિને “તમારે અસત્ય બોલવું ન જોઈએ' એમ કહ્યું પણ કેવા આદર અને કેટલા વિવેકપૂર્વક કહ્યું તે જુઓ. રાજાએ કટુ શબ્દ કહ્યા નહિ પણ “હે! પૂજ્ય ! આપે આવું અસત્ય બોલવું ન જોઈએ ' એમ વિવેકપૂર્વક કહ્યું. વાણીમાં પણ આ વિવેક રાખવાની જરૂર રહે છે. માણસના સ્વભાવને પરિચય વાણી દ્વારા મળી આવે છે. એ વિષે એક કથા પ્રસિદ્ધ છે કે –
રાજા ભેજના સમયમાં એક આંધળો માણસ હતા. તે રાજાને મળવા ચાહતે હતા પણ તે આંધળે તથા ગરીબ હોવાને કારણે રાજાની મુલાકાત કરી શક્યા ન હતા, પણ કોઈક દિવસે રાજાની મુલાકાત થશે એ તેને વિશ્વાસ હતો. એક દિવસ તેણે સાંભળ્યું કે, રાજા ભેજ આજે અમુક સમયે અને અમુક રસ્તે નીકળવાના છે, એટલે તે આંધળો રસ્તા ઉપર જઈ ઉભો રહ્યો. રસ્તામાં આંધળાને ઉભેલ જોઈ સિપાઇએ જોરથી કહેવા લાગ્યા કે, “ એ આંધળા ! દૂર હટ ! જોતો નથી, રાજા આવી રહ્યા છે.” તે આંધળો, સિપાઈને આ કર્કશ અવાજ સાંભળી અહીંતહીં થોડીવાર આડાઅવળો જઈ સિપાઈએના ચાલ્યા જવા બાદ પાછે તે રાજમાર્ગ ઉપર આવી ઉભો રહ્યો. એટલામાં તો રાજા ભોજ નીકળ્યા. તેમણે આંધળાને જોઈ વિચાર્યું કે આ અંધ ભક્ત મને મળવા આવ્યો હશે. આ પ્રમાણે વિચાર કરી રાજાએ આંધળાને પૂછ્યું કે, “અંધરાજ ! અત્રે કેમ ઉભા છો ? આંધળાએ જવાબ આપ્યો કે, મહારાજાધિરાજ ! આપની મુલાકાત માટે અત્રે ઉભો છું. રાજા મનમાં વિચારવા લાગ્યું કે, “આ આંધળાએ મને કેવી રીતે ઓળખી લીધે !” આ પ્રમાણે વિચાર કરી પ્રગટરૂપે તેમણે તે આંધળાને પૂછયું કે, અંધરાજ ! તમે થોડું ઘણું જઈ શકે છે ? આંધળાએ જવાબ આપ્યો કે, ના, હું જરાપણ જોઈ શકતું નથી. રાજાએ ફરી પૂછયું કે, અંધરાજ ! જ્યારે તમે જોઈ શકતા નથી તે પછી
હું રાજા ભેજ છું’ એ તમે શી રીતે જાણી શકયા ! આંધળાએ જવાબ આપ્યો કે, આપની વાણીથી આપ રાજા ભોજ જ હશો એ હું જાણી શકાય. કારણ કે, રાજા ભેજ સિવાય બીજો કોણ મને “અંધરાજ” કહી બોલાવે ? આપના સિપાઈઓ તે “ એ !
૨૫