________________
૧૯૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
આંધળા ! દૂર હટ '' એમ મને આંધળા કહીને પાકારતા હતા, પણુ આપે મને અધરાજ કહીને સખાખ્યા એ ઉપરથી મેં જાણી લીધું કે આપ રાજા ભેજ જ છે,
રાજા ભાજે આંધળાને આંધળેા જ કહ્યો હતા, પણ અધરાજ એ માનસૂચક નામથી કહ્યું હતું. આંધળાનું કથન સાંભળી રાજા ભાજ મનમાં વિચારવા લાગ્યા કે, એ બહુ સારું થયું કે, મેં' તે આંધળાને અંધરાજ તરીકે ખેાલાવ્યા, નહિ તા મારી પણ ગણુના સિપાઇઓમાં જ થાત ને! રાજાએ તે આંધળાને સન્માન આપી વિદાય કર્યાં.
પહેલાંના રાજાએ હાથી ઘેાડા ઉપર બેસી ધીરે ધીરે નગરપટન કરતા હતા, અને પ્રજાનાં સુખદુ:ખ સાંભળતા, પણ આજે તેા હાથી-ઘોડાનું સ્થાન મેટરે લઈ લીધું છે.
કહેવાના આશય એ છે કે, વાણી વદવામાં પણ વિવેક રાખવાની જરૂર રહે છે. કહે વત પણ છે કે, મને હા કૃત્તિવ્રતા અર્થાત્ મીઠા વચન ખાલવામાં દરિદ્રતા શા માટે રાખવી જોઇએ !
“ તુલસી મીઠે વચન તે, સુખ ઉપજે ચડુ આર; વશીકરણ એક મંત્ર હૈ, તજ દે વચન કઠોર, ”
ફારસીમાં પણ કહ્યું છે કેઃ— “ અન કે અજીજ રહના પ્યારી જખાન દહનમેં હે ! પ્યારી જીભ ! ખીજાં કાંઇ મળે કે ન મળે, પણ જો તું મારી સાથે મિત્રતા બાંધી લે તેા પછી બધા જીવા મારા મિત્ર થઇ જશે.
"9
તમે લેાકેા બીજાને મિત્ર બનાવા છે પણ તમારી જીભની સાથે કોઇ દિવસ મિત્રતા બાંધી છે ? જો તમારી જીભ તમારી સાથે શત્રુતા રાખે છે તે એ શત્રુતાને દૂર કરી તેની સાથે મિત્રતા બાંધે. તમારી જીભમાંથી કડવી વાણી શામાટે નીકળે, અમૃત વાણી કેમ ન વરસે ?
કલ્પના કરો કે, તમારા પૂર્વજો તમને કહે કે, ધરની આ બાજુ તે સેાનું દાટયું છે અને પેલી બાજુ કાલસા દાટયાં છે. તમારે એમાંથી જે જોઈ એ તે કાઢી લે. યાગાનુયેગે તમારા હાથમાં કાદાળી પણ આપવામાં આવી. હવે તમે એ કેાદાળી વડે સેાનું દાટયું છે તે બાજુ ખેાદશા કે કાલસાં દાટયાં છે તે બાજુ ખાદશા ? જો કાલસા બાજુ કાંદાળી વડે ખાદશેા તા તમારા હાથ કાળા થશે અને ખેાદતાં ખાદતાં ક્રાલસા ઉડશે તેા માઢું પણ કાળુ થશે. તમે કહેશે કે, એવા કાણુ મૂખ હશે કે સાનાને છેડી કાલસાને ખાદી કાઢવાના પ્રયત્ન કરે ? જેમ સાનાને છેડી કાલસા ખાવાના કાઈ પ્રયત્ન કરતા નથી તેમ તમારી જીભની કાદાળી વડે તમે સાનું પણ કાઢી શકો છે! અને કેાલસા પણ કાઢી શકો છે. જો તમે અપશબ્દ લેા તેા એ કાલસાને ખેાદવા જેવું કામ છે અને મીઠાં શબ્દો ખાલા તે સાનાને ખેાદવા જેવું કામ છે. હું બહેનને પણ મીઠા શબ્દો ખેલવાના ખાસ આગ્રહ કરું છું. આડશીપાડોશી તથા બાળકાની સાથે પણ વિવેકપૂર્વક વાણી એલવી જોઇએ. મીઠા શબ્દો એટલવાથી તમે ખીજાને પ્રિય લાગશેા, અને જો કડવી વાણી ખાલશા તે અપ્રિય લાગશેા. એક કવિએ ઠીક જ કહ્યુ છે કેઃ—
“ જાકે જૈસી વસ્તુ હૈ, વૈસી દે દિખલાય; વાકા પુરા ન માનિયે, વેા લેન કહાંસે જાય,
""