________________
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ શુદી ૧૭ શુક્રવાર
પ્રાથના.
ધમ જિનેશ્વર મુજ હિવડે વસા, પ્યારા પ્રાણ સમાન; । કબહુ” ન વિસરું ચિતાનું નહીં, સદા અખંડિત દયાન. ઘ ધરમ જિનેશ્વર મુજ હિવડે સે.
શ્રી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ પેદા કરવા એ પ્રાર્થનાનું ધ્યેય છે પણ આ ધ્યેયની પૂર્તિ કેવળ કહેવા માત્રથી થતી નથી. તે માટે તેા સાચા દિલની લાગણી હોવી જોઇએ. કારણ કે, સાચી લાગણી વિના સાચા પ્રેમ પેદા થઈ શકતા નથી અને પ્રેમ સાચે ન હાય તે! તે અખંડ રહી શકતા નથી.
સંસારમાં જેને પ્રીતિ કહેવામાં આવે છે તે પ્રીતિ જુદી છે અને પરમાત્માની સાથે પ્રીતિ ખેડવી તે પણ જુદી છે. આ રીતે લૌકિક અને પારલૌકિક પ્રીતિમાં અંતર રહેલું છે. દુનિયાની પ્રીતિમાં હૃદયમાં કાંઈ રાખવું અને ઉપર કાંઈ બતાવવું એમ ખીજાને ખેતરવામાં આવે છે અને એવી ટગારી પ્રીતિને પણ દુનિયા પ્રીતિ માને છે, પણ પરમાત્માની પ્રીતિમાં એવી ઠગાઈ ચાલી શકતી નથી. પરમાત્મા પ્રત્યે કેવી વિશુદ્ધ પ્રીતિ હાવી જોઈ એ અને પરમાત્મા કેવી પ્રીતિથી પ્રસન્ન થાય છે એ વાત આ પ્રાથનામાં બતાવવામાં આવી છે. પરમાત્માની સાથે કેવા પ્રીતિસબંધ જોડવા જોઇએ એને માટે કહેવામાં આવ્યું છે કેઃ
“ પ્રીતિ `સગાઇ જગમાં સૈા કરે, પ્રીતિ સગાઇ ન કોઇ; પ્રીતિ સગાઈ નિરુપાધિક કરી, સાપાધિક ધન ખાય.”
યેગી આનંદધનજી કહે છે કે, સસારમાં પ્રીતિ કરવાના રિવાજ બહુ છે. બધા લેાકેા પ્રીતિ–સંબંધ જોડવા માટે ઉત્સુક રહે છે પણ એ વાતના નિર્ણય કરવા મુશ્કેલ છે કે, એ પ્રીતિ સાપાધિક છે કે નિરુપાધિક ? જો કે આ વાતને નિર્ણય કરવા મુશ્કેલ છે. તેમ છતાં એમ કહેવામાં આવે છે કે, સાંસારિક પદાર્થો સાથે સબંધ ધરાવતી પ્રીતિ સેપાધિક છે અને પરમાત્માની સાથે જોડવામાં આવતી પ્રીતિ નિરુપાધિક છે.
સંસારની સાથે સંબંધ ધરાવતી પ્રીતિ સેાપાધિક કેવીરીતે છે એ વાતના નિય કરવા માટે તમે તમારા શરીરને જ જુએ. જે શરીર સાથે તમે બહુ પ્રીતિ-મમત્વ ધરાવે છે. તે શરીરને જ્યારે આત્મા છેોડીને પરલેાક ચાલ્યા જાય છે, ત્યારે તમે શરીરનાં મડદાંને બાળી આવા છે. તે પછી તમારી શરીર સાથેની પ્રીતિ કયાં ચાલી ગઈ ! શરીરની સાથે તમારી કેવી પ્રીતિ હાય છે એ તે ઉપરથી જણાઈ આવે છે ! શરીરમાં આત્માના અધ્યાસ થઈ જવાને કારણે તેની સાથે પ્રીતિસબંધ જોડવામાં આવે છે, પણ વાસ્તવમાં