________________
કર૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
એટલા માટે જૈનશાસ્ત્ર પ્રત્યેક વાતને પૂર્ણ રીતિએ જ કહે છે. જેઓ રાગદ્વેષના વિજેતા છે તેઓ જ પૂર્ણ છે. આ પ્રમાણે જૈન દર્શનમાં પરમાત્માની પ્રાર્થના પણ પૂર્ણ રીતિએ બતાવવામાં આવેલ છે.
આ પ્રાર્થના ભગવાન સુબુદ્ધિનાથની કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે, ભગવાન સુબુદ્ધિનાથ પણ એક સમયે કર્મોથી ઘેરાએલા હતા. તેમને આત્મા પણ કર્માધીન હતા. જ્યારે તેઓ કર્મોથી ઘેરાએલા હતા, ત્યારે તેઓમાં અને આપણામાં કાંઈ વિશેષ અંતર ન હતું. પણ જ્યારે તેમણે પોતાની શક્તિ અને પુરુષાર્થદ્વારા કર્મોને નષ્ટ કર્યા અને તેઓ કર્મવિમુક્ત થઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા ત્યારે આપણે તેમની પ્રાર્થના કરીએ છીએ અને તેમને વંદનીય માનીએ છીએ.
આત્મા જ્યારે પરમાત્માની શુદ્ધ હૃદયે પ્રાર્થના કરવા લાગે છે ત્યારે તેને એવો ભાસ થાય છે કે, મારામાં અને પરમાત્મામાં કાંઈ ભિન્નતા નથી, પણ એકતા જ છે. જ્યારે આત્માની પરમાત્માની સાથે એક્તાનતા થાય છે ત્યારે આત્મા એમ સમજે છે કે, હું આત્મા ઉપર આવેલાં કર્યાવરણને ખરાબ સમજતા હતા, પણ હવે મને માલુમ પડ્યું કે, એમાં કર્મને કાંઈ દોષ નથી. જે પ્રમાણે ચોર ધન ઉપાડી લઈ જશે એવા ભયના કારણે ધન ઉપર ધૂળનું આવરણ આવી જવું સારું સમજાય છે. તે જ પ્રમાણે આત્મારૂપી ધન ઉપર મેં જ કર્મ રૂપી આવરણ ઢાંક્યું છે. હવે મારે આત્મારૂપી ધન જોઈએ છે, તે કર્મરૂપી આવરણ દૂર કરી લઉં, તે આત્મારૂપી ધન હાથમાં આવશે.
“અષ્ટ ગુણાકર ઉલખ્યો છે, જેની સ્વરૂપ ભગવંત.” ભક્ત કહે છે કે, હે. આત્મા! તે પરમાત્માને આઠ ગુણોઠારા ઓળખ્યા છે તે તેમની એવી પ્રાર્થના કરી કે, “હે! પ્રભો! તમારા ગુણોને જોઈ મને એવી હિંમત થાય છે કે એક દિવસ તમારો આત્મા મારા આત્મા જેવો જ કમરજથી ઢંકાએલો હતો, પણ તમે તમારા આત્મા ઉપરથી કર્મરજને દૂર કરી આત્માનું સ્વરૂપે પ્રગટ કર્યું, તે જ પ્રમાણે હું પણ મારા આત્મા ઉપરની કરજને દૂર કરી મારા આત્મસ્વરૂપને પ્રગટ કરી શકું તેમ છું.”
આત્માની જ્યોતિ પ્રગટાવવા માટે અન્ય દાર્શનિકો જે કાંઈ કહે છે તે છે કે બીજા રૂપમાં છે, છતાં તેને જેનદૃષ્ટિએ જોતાં બધી વસ્તુઓ સત્ય જણાશે, અને જૈનદષ્ટિએ જેવામાં ન આવે તે મિથ્યાત્વમાં પરિણત થઈ જશે. એટલા માટે પ્રત્યેક વાત જૈનદષ્ટિએ જેવી જોઈએ. અન્ય દાર્શનિકો કહે છે કે
Tદ : કૃત્તિમઃ પુનઃ શર્મવિરૉઃ स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्यैकं भवबन्धदुःखरचनाविध्वंसकालानलं
स्वात्मानन्दपदप्रवेशकलनं शेषा वणिग्वृत्तयः ।। આ લેકમાં કહ્યું છે કે, એક કામને છોડી બાકીનાં બધાં કામે વણિકવૃત્તિનાં છે. વણિકવૃત્તિનો મતલબ એ છે કે, “આ દે અને આ લે.' જે પ્રમાણે ચાર આનાના વ્યાજ માટે સે રૂપિયા કાઢીને આપી દીધા પણ તે એટલા માટે કે, તે રૂપિયાની સાથે ચાર આના વધારે મળે. આ પ્રમાણે જ્યાં થડે પણ બદલે લેવાની ઈચ્છા હોય છે તેને વણિકવૃત્તિ કહે છે.