________________
સુદ ૯ ] રાજકેટ–ચાતુર્માસ
[૪૨૩ અહીં પ્રશ્ન એ થાય છે કે વણિકવૃત્તિ વિનાનું કામ કર્યું છે? અને વણિકવૃત્તિવાળાં કામો કયાં છે? સાધારણરીતે વણિકવૃત્તિવાળાં કામેની ગણના કરવી મુશ્કેલ છે. એક શ્લેકમાં તેને ચેડામાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે, “વેદનું પઠન કરવું એ પણ વણિકવૃત્તિ છે. સ્મૃતિ શાસ્ત્ર-પુરાણ વગેરેનું પઠન કરવું તે પણ વણિકવૃત્તિ છે. કારણ કે વેદ-સ્મૃતિપુરાણના પઠનનું ફલ સ્વર્ગ બતાવ્યું છે, અને એટલા જ માટે તેમાં વણિકવૃત્તિ છે. કારણ કે સંસારમાં સુખનું બિન્દુ છે તે સ્વર્ગમાં સુખને સિબ્ધ છે. આ પ્રમાણે બિંદુ માત્ર સુખને છોડી સિંધુ સમાન સુખ લેવા માટે જ કર્મકાંડે યજ્ઞયાગ એ બધાં ઉપાય બતાવવામાં આવ્યાં છે. આ બધાં ઉપાયોમાં વણિકવૃત્તિ છે. કેવળ આત્મતત્ત્વ વિચારમાં જ વણિકવૃત્તિ નથી. એટલા માટે આત્મતત્વનો વિચાર કરે.”
- આજે પણ લેકે ભણીગણીને મોટી મેટી પદવીઓ મેળવે છે. પણ શા માટે ? મેટ પગાર મળે એટલા માટે. જે બે હજાર રૂા. નો પગાર મેળવે છે તે માટે માણસ મનાય છે, જે ચાર હજાર રૂા. ને પગાર મેળવે છે તે તેનાથી મોટો માણસ ગણાય છે અને જે તેનાથી પણ વધારે પગાર મેળવે છે તે બહુ મે માણસ ગણાય છે. આ પ્રમાણે રૂપિયા મોટા કે વિદ્યા મોટી ?
ભકતે કહે છે કે, રાગદ્વેષાદિ ભવબંધનેને નષ્ટ કરનાર કાળ અગ્નિની સમાન જે છે તે અમને પસંદ છે. આઠ કર્મોની ઉપાધી નષ્ટ થવાથી જે આત્માનંદ પેદા થાય છે તે જ અમને આરાધ્ય છે બાકી તે બધી વણિકવૃત્તિ હેવાથી ત્યાજ્ય છે. આત્માનંદને પ્રાપ્ત કરવાની જ વૃત્તિ છે તે પરમાત્માની પ્રાર્થના કરે કે –
શ્રી સુબુદ્ધિ જિનેશ્વર વદિયે રે.” જો કે આ પ્રાર્થના ભગવાન સુબુધિનાથનું નામ લઈ કરવામાં આવી છે પણ વાસ્તવિક રીતે જોવામાં આવે તે આ પ્રાર્થના આત્માનંદની જ છે. આ નમસ્કાર આત્માનંદને જ કરવામાં આવ્યાં છે. તમે લોકો સાંસારિક ઉપાધિમાં પડી જઈ આત્માનંદને ભૂલી રહ્યા છે પણ જે તેને ભૂલી ન જાઓ તે ઘણે જ આનંદ આવે. જો કે સંસારિક લોકોને આત્માનંદને પ્રાપ્ત કરે મુશ્કેલ જણાય છે પણ જેમને આત્માનંદ પ્રિય લાગે છે તેમને માટે તે આ વાત સરલ છે અને સાંસારિક વાતે મુશ્કેલ જણાય છે.
કલ્પતર” માસિકપત્ર દ્વારા એવું સાંભળ્યું છે કે, કોઈ માણસની જાંઘનું હાડકું તૂટી ગયું હતું. સર્જન ડૉકટરે તે માણસને કહ્યું કે, ઑપરેશન કર્યા વિના આ તૂટેલું હાડકું સાંધી શકાશે નહિ. તે માણસને ઓપરેશનને બહુ ડર લાગે એટલા માટે તેને આખી રાત ઉંધ ન આવી. એટલે તે આખી રાત પરમાત્માનું ધ્યાન ધરતો રહ્યો. સવારે તેને થોડી ઉંધ આવી ગઈ. ઊઠીને તેણે જોયું કે, તેનું તૂટેલું હાડકું સંધાઈ ગયું છે અને તે થોડા દીવસમાં પહેલાંની માફક બરાબર ચાલવા લાગ્યું. તેણે ડોકટરને પગ બતાવ્યો અને બધી હકીકત કહી. ડોકટર તેને પગ જોઈ આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા કે, આ પગમાં હાડકું કઈ દિવસ તૂટેલું જ નથી એમ લાગે છે.
પરમાત્માની પ્રાર્થના જે સાચી રીતિએ કરવામાં આવે તે આ નાસ્તિક્તાપ્રધાન આ યુગમાં પણ ઘણે ચમત્કાર જેવામાં આવે. આજના ભણેલાગણેલા લેકે જાણે નાસ્તિક થઈ