________________
૬િ૮૨ ] શ્રી જવાહિર આખ્યાન સંગ્રહ
[ કારતક સામે કોઈ બકરાનો વધ કરતું હોય તો શું હું એ વધ રોકવાને ઉપદેશ નહિ આપું? બકરાનો વધ કરે છે તે પ્રત્યક્ષ પાપ છે પણ આ વરવિયથી ગુપ્ત કે પ્રકટરૂપે ન જાણે કેટલી મનુષ્યહત્યા થાય છે ? બંગાલને વિષે એવું સાંભળવામાં આવ્યું છે કે, ત્યાં એક પિતા પિતાની ભણેલી-ગણેલી પુત્રીના વિવાહ કરવા માટે મૂરતીયાઓને રૂપિયા આપી શકે એવી સ્થિતિમાં હતો નહિ, એટલે મૂરતીયાઓએ વિવાહ કર્યો નહિ. આ વાતની જાણ જ્યારે તેની પુત્રીઓને પડી કે, અમારા વિવાહ માટે પિતા દુઃખી થાય છે તે જીવીને શું કરવું છે? આમ વિચાર કરી એ છોકરીઓએ બળીને કે ડુબીને આત્મહત્યા કરી નાંખી. આ પ્રમાણે વરવિયની કુપ્રથાને લીધે સમાજમાં ઘેર કૃત્યો થયાં કરે છે. એટલા માટે એ અનીતિના ઘર કૃત્યને રોકવું એ મારું કર્તવ્ય છે. - તમે પોતે સ્વેચ્છાએ તમારા ઘરનું બધુંય કન્યાને આપી દે તે તેને કોઈ રોકતું નથી પણ કન્યાવાળાઓ પાસેથી રૂપિયા, મકાન, બંગલ અથવા ભણતરનું ખર્ચ માંગવું અથવા સોનુંરૂપું, કપડાંલત્તા, ઝવેરાત કે જમીન વગેરે માંગવું એ સર્વથા અનુચિત છે. આમ કરવાથી વ્યવહારને તે નાશ થાય છે પણ સાથે સાથે સન્તાનપ્રેમ તથા દયાભાવને પણ નાશ થાય છે, એટલું જ નહિ તેથી મહા અનર્થ પણ થાય છે.
હવે આ કુપ્રથાના ત્યાગ માટે તમો જે ઉભા થયા છો તેઓને આ અનર્થકારી પ્રથાને તમારી પાસે ત્યાગ કરાવું છું અને કહું છું કે, “વરના બદલામાં રૂપિયા લેવા પણ ન ચાહો તેમ દેવા પણ ન ચાહે. બીજા પાસેથી લ્યો પણ નહિ તેમ આપ પણ નહિ. સ્વેચ્છાએ લેવું દેવું જુદી વાત છે પણ મોઢે માંગીને લેવું અને ઠરાવીને આપવું એ કુપ્રથાને ત્યાગ કરે. તમે રૂપિયા લ્યો અને અમારી પુત્રીની સાથે વિવાહ કરે અથવા તમે આટલા રૂપિયા આપો તે વિવાહ કરીએ; આ પ્રમાણે કહીને લેવા-દેવાની પ્રથાનો ત્યાગ કરાવું છું.” (પ્રાયઃ બધા લેકેએ ત્યાગ કર્યો.)
* તમારા તરફથી મળેલી આ છેલ્લી ભેટ હંમેશાં મને યાદ રહેશે. હું તો એ જ ચાહું છું કે, તમારા બધાનું ભલું થાય તથા કલ્યાણ થાય અને એ જ શુભ દૃષ્ટિએ આ કુપ્રથાનો તમારી પાસે ત્યાગ કરાવું છું. - આજે સવારે ધ્યાન કરતાં મને જે વિચાર આવ્યો તેને ભાવ તમને બતાવો મને આવશ્યક લાગે છે, એટલે એ વિષે કહું છું. એક ફારસી કવિએ કહ્યું છે કે –
ઐરકુન અય ફલાં વ ગનીમતે સુમારે ઉમ્ર,
જë પેતર બામ બરાયટ કે ફલાં ન મેંદ. અર્થાત–“હે મારા મિત્રો ! સારાં કામો તમે કરી લે. કારણ કે તમારી આટલી ! બધી ઉંમર થઈ ગઈ એ તમારાં ભાગ્ય સમજે. તમે આટલા વરસના મોટા થશે એવો વિશ્વાસ કઈ રાખી શકે નહિ.” - મને પણ એવો વિશ્વાસ ન હતો કે હું ૬૨ વર્ષને થઈશ અને મારી ૬૨મી વર્ષગાંઠ રાજકોટના લકે ઉજવશે. વાસ્તવમાં શરીરના વિશ્વાસ જ શું છે ! જાડેજા ડૉકટર વિષે કાલે સાંભળ્યું કે તેમને બચાવવા માટે ૧૭ ડોકટરે એકઠા થયા હતા છતાં પણ તેઓ તેમને બચાવી શક્યા નહિ, કવિ કહે છે કે, “આ જીંદગીને કાંઈ ભરોસો નથી. માટે કઈ એમ કહે કે,