________________
વદી ૧ ] રાજકેટ-ચાતુર્માસ
| [૬૮૩ અમુક માણસ દુનિયામાં ન રહ્યો, એ પહેલાં જ તું સારાં કામ કરી લે.” તમારે પણ આ કવિના કથન ઉપર વિચાર કરે જઈએ.
સારા કામનો પ્રારંભ કરવામાં વિલંબ કરવો ન જોઈએ. તમે જુઓ છો કે, તમારા સાથી મૂર્તિપૂજક લેકે તીર્થાદિમાં કેટલા રૂપિયા ખર્ચે છે અને તેઓ આગોદય સમિતિ વગેરે જ્ઞાનખાતામાં કેટલા બધા રૂપિયા ખર્ચી રહ્યા છે. પરંતુ તમો સ્થાનકવાસીને થોડોક પણ ખર્ચ કરવામાં કેટલો વિચાર કરવો પડે છે અને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે? તમારું સાહિત્ય પણ એવું ઊંચું છે કે, જે નિર્દોષ દેવને દેવ” અને “દયામય ધર્મને ધર્મ' માને છે. તમારું એ ઉચ્ચ કોટીનું સાહિત્ય પણ આજે કેવી દશામાં પડયું છે તે જુઓ! તમને તમારા સાહિત્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય તે તેને પ્રચાર કરવામાં જરાપણ વિલંબ કર ન જોઈએ અને દરેકે પોતાની શક્તિ અનુસાર સાહિત્ય-પ્રચારમાં સક્રિય સહકાર આપવો જોઈએ. આ પ્રમાણે સાહિત્ય દ્ધાર થાય તે તમારું અને બીજાનું કલ્યાણ જ છે. શાસ્ત્ર તે છે કે જેમાં ઉદારતા હોય. તમારા શાસ્ત્રમાં પૂર્ણ ઉદારતા છે તે પછી તેની પાછળ તમે કેટલા રૂપિયાને વ્યય કર્યો અને વિવાહ-શાદી વગેરેની ધમાલમાં કેટલા રૂપિયાને વ્યય કર્યો તેને પૂર્વાપર વિચાર કરે.
તમે સાધુમાગ હોવા છતાં તમને બીજાઓ કૃપ-લેભી કહે છે. સમ્યગદષ્ટિ થઈને કૃપણ રહેવું એ કેટલા આશ્ચર્યની વાત છે? જે કંઈ પુદ્ગલેનું સ્વરૂપ જાણે છે અને જે કઈ પુણ્ય-પાપને વિવેક કરી શકે છે તે કૃપણ રહી શકતું નથી. જે પાપમય કામ તો ત્યાગ કરતા નથી પણ પુણ્યના કામનો ત્યાગ કરી બેસે છે. તે સમદષ્ટિ કેવા પ્રકાર છે? માટે જાતિવિરુદ્ધ હાનિકારક ખાનપાનમાં અને કામકાજમાં પિતાની શક્તિને દુર્વ્યય ન કરતાં, ભગવાનને માર્ગ દીપે એવાં શુભ કાર્યોમાં તમારી શક્તિને સદુપયોગ કરે. જેમનામાં જેટલી શક્તિ હોય તેટલી શક્તિને ભગવાનના માર્ગને દીપાવવામાં ઉપયોગ કરવો જોઈએ. શારીરિક, માનસિક, વાચિક કે આર્થિક કોઈ પણ પ્રકારની શક્તિ તમારી પાસે હોય તે શક્તિને ભગવાનને ધર્મ ફેલાવવામાં ઉપયોગ કરે તે કલ્યાણું છે. કેટલાક લેકે પિતાની શકિતને સાહિત્યદ્વાર અને સાહિત્યપ્રચાર કરવામાં ઉપયોગ કરવા ચાહે છે, પણ તેઓ એકલા હોવાથી અને બીજાને સહકાર ન હોવાથી, કાંઈ કરી શક્તા નથી. એવા ઉત્સાહી લેકેને તમે સહકાર આપે કે જેથી ભગવાનનો માર્ગ દીપે અને તમારો ધર્મ અને તમારું સાહિત્ય પ્રકાશમાં આવે.
વે. શ્રી સંધના સેક્રેટરીએ તમારી પાસે ચાતુર્માસ દરમ્યાન થએલ કાર્ય અને દાનની સંક્ષિપ્ત નોંધ* વાંચી સંભળાવી તે બાબતમાં મારે કાંઈ કહેવાનું નથી. તેમ છતાં દયા સંબંધમાં જણાવવાનું કે સદરમાં જે કુતરાઓને મારવામાં આવતાં હતાં તે કુતરાઓને બચાવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અને પોલીસના જે ઘડાઓ મારી નાંખવામાં આવતાં તેમને પણ પ્રયત્ન કરી બચાવી લેવામાં આવ્યા છે. આ પ્રમાણે દયાની પ્રેરણાથી આ બધુ થયું છે. પરંતુ દયાનો પહેલે અધિકારી તે તે છે કે જેમને તમારી ઉપર ઉપકાર છે.
ભારતમાં આજે ગાયની જે કતલ થાય છે તેમાં સરકારી સત્તાને પણ હાથ છે. એટલા માટે એ કાર્ય સરકારી સત્તાની સહાયતા વિના અટકાવી ન શકાય. પણ હમણાં
દાનની સંક્ષિપ્ત નેધ માટે પરિશિષ્ટ બીજું પાનું ૬૮૮ જુઓ.