________________
શુદી ૩] રાજકેટ-ચાતુર્માસ -
[૬૩૧ અવસરને શા માટે ગુમાવો છો ? પાણીને છીપમાં શા માટે રેડી દેતા નથી કે જેથી મોતી બની જાય ! આમ કઈ કહે તે શું તમે આવા અવસરને ગુમાવો ખરા! આ જ પ્રમાણે તમારી પાસે આજે જે શક્તિરૂપી પાણી છે તે પરમાત્મારૂપી છીપમાં રેડી દે. પિતાની શક્તિને ઉપયોગ કરવાનું આ સારામાં સારું નિમિત્ત છે. જો આ અવસરનો લાભ અત્યારે ન લીધે તે પછી પશ્ચાત્તાપ કરે જ બાકી રહેશે. અનાથી મુનિને અધિકાર–૭૧
અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. રાજા શ્રેણિકનું હદય અનાથી મુનિના ઉપદેશથી થોડા જ સમયમાં પલટાઈ ગયું. જ્ઞાની પુરુષનો સમાગમ થતાં આત્મા કેવી રીતે કેવો બની જાય છે એ વાત શ્રેણિક રાજાના ચરિત્ર ઉપરથી જુઓ. રાજા શ્રેણિકે સંસારમાં અનેક એવાં કામો પહેલાં કર્યાં હતાં કે જેને લીધે તેણે નરકનું કર્મ બાંધી લીધું હતું છતાં અનાથી મુનિના સમાગમથી તેણે તીર્થકર ગોત્ર બાંધી લીધું. આ ઉપરથી તમારે એમ વિચારવું જોઈએ કે, પહેલાંનાં બાંધેલાં કર્મો તો ભોગવવાં જ પડશે, પરંતુ જે વસ્તુ અત્યારે મળી રહી છે તેને પ્રાપ્ત કરી ભવિષ્યને માટે આત્માનું કલ્યાણ કરવું જોઈએ. એમાં ઢીલ કરવી ન જોઈએ.
આ વીસમું અધ્યયન સાધુઓને લક્ષ્ય કરી કહેવામાં આવ્યું જ છે, પણ એ સાધુશ્રાવક બધાને માટે સમાન ઉપયોગી અને કલ્યાણકારી છે. આ અધ્યયનમાં. એમ કહેવામાં નથી આવ્યું કે સાધુ થવાથી જ કલ્યાણ સાધી શકાય છે. આમાં તે સાધુઓને સાવધાન કરવામાં આવ્યા છે કે, તમે નાથ થઈને પણ થોડા પ્રલોભનમાં પડી જઈ અનાથ બની ન જાઓ. આ પ્રમાણે સાધુઓને સાવધાન કરવાની સાથે એવો અનુરોધ કરવામાં નથી આવ્યો. કે, બધાએ મહાવ્રતને સ્વીકાર કરવો જ જોઈએ; પણ એમ કહ્યું છે કે, મહાવ્રતને સ્વીકાર થઈ ન શકે તે શ્રદ્ધા છે એવી જ રાખે કે, અમે મહાવ્રતને પાળનારાઓના ઉપાસક છીએ.
હૃદયપલટો થયા બાદ રાજા શ્રેણિકે અનાથી મુનિને જે કાંઈ કહ્યું તે વાત ગણધરોએ સૂત્રરૂપે ગૂંથી આપણું સામે મૂકી આપણું ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ વાતને ધ્યાનમાં રાખી આપણે પણ વિચારવું જોઈએ કે સદ્બોધ આપનાર પ્રતિ કેવી રીતે કૃતજ્ઞ બનવું જોઈએ.
રાજા શ્રેણિક કહે છે કે, હે ! મુનિ! આ શ્રેષ્ઠ મનુષ્યજન્મ તમને જ પ્રાપ્ત થયો છે અને તમે જ આ મનુષ્યજન્મને સફળ બનાવ્યો છે. આ કથન વિષે ટીકાકાર કહે છે કે, મુનિના શરીર ઉપર જે સુલક્ષણો હતાં તે સુલક્ષણો જોઈ રાજા વિચારતો હતો કે, આવાં સુલક્ષણોથી યુક્ત હોવા છતાં તે સાધુ શા માટે થયા !
આજે પણ કોઈને શરીરમાં સુલક્ષણ દેખાતાં હોય તો તે તેના ફળરૂપે એ જ જાણવા ચાહે છે કે, મને કેટલી સ્ત્રીઓ મળશે, પુત્રો કેટલાં થશે અને ધનસંપત્તિ કેટલી મળશે! આ પ્રમાણે આજે ઘણું લેકે પણ સુલક્ષણોને આ જ દષ્ટિએ માને છે. મારા શરીરમાં આવાં સુલક્ષણ છે તે હું સંયમ ધારણ કરી શકીશ કે નહિ! એવું તે કાઈક જ વિચારતે હશે. ગ્રન્થમાં નાક, કાન વગેરેનાં બત્રીસ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આ સુલક્ષણો હોવાથી લેકે પિતાને ઘણી ઋદ્ધિ મળે એમ ચાહે છે. આ જ મોટી ભૂલ છે. સુલક્ષણને પણ કેવો દુરુપયોગ કરવામાં આવે છે અને તે દ્વારા પણ કેવી રીતે અકલ્યાણ પિતાના હાથે થાય