________________
'
= :
૬૩૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
છે કે, જે ચીજદ્વારા સાધારણ રીતે બધાનું પિષણ થતું હોય તે જ ચીજ મધુર છે, અને એવી મધુર ચીજની પ્રાપ્તિ માટે જ પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. મેંઘી ચીજને મધુર માની તેની પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ તે સંસારને વધારે મુશ્કેલીમાં ઉતારવા જેવું છે. જેમકે, કોઈ માણસ મહાન ઋદ્ધિને મધુર માની, તેની પ્રાપ્તિ માટે તે પરમાત્માની પ્રાર્થના કરે છે, પરંતુ તે મહાન ઋદ્ધિ મધુર નથી, કારણ કે તે મહાન ઋદ્ધિની પ્રાપ્તિમાં અનેક જણને દબાવવું પડશે. અનેક જણની ઋદ્ધિ છીનવી લેવાથી જ મહાન ઋદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે અને એમ કરવા જતાં અનેક જણને કષ્ટમાં ઉતારવા પડે છે. એટલા માટે મેંઘી ચીજ મધુર નથી અને એવી ચીજની પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવી ન જોઈએ. આ સિવાય જે વસ્તુમાં જે ગુણ છે તે ગુણ જ મધુરતા છે. જેમકે કોઈ માણસ પાણી પાસેથી ગરમીની આશા રાખે તે પાણી ગરમી ક્યાંથી આપી શકે? પાણીને ગુણ તે શીતળતા આપવાનો છે. જે પ્રમાણે પાણીને ગુણ શીતળતા છે તે જ પ્રમાણે ભગવાનને ગુણ વીતરાગતા છે. એટલા માટે પરમાત્માની પાસે કઈ વસ્તુની આશા કરવી જોઈએ એને વિચાર કરે. આને માટે આ જ પ્રાર્થનામાં કહ્યું છે કે
જબલગ આવાગમન ન છૂટે, તબલગ યહ અરદાસજી; - સંપત્તિ સહિત જ્ઞાન સમકિત ગુણ, પાઉં દઢ વિશ્વાસ જી.
હે ! પ્રભો ! બીજા લેકે બીજી કોઈ આશા તો કદાચ પૂરી પણ કરી શકે પરંતુ હું જે તારી પાસેથી આશા કરું છે તે આશા બીજા લોકો પૂરી કરી શકે એમ નથી. જે આશા બીજા લેકે પૂરી કરી શકે એમ નથી તે આશા તું પૂરી કર. મારામાં એ ગુણ પ્રગટાવ કે જેથી મારામાં જ્ઞાન-દર્શન આદિ ગુણ ટકી શકે ! મને એવા ગુણની પ્રાપ્તિ થાય એ જ મારી આંતરિક આશા છે. - આ પ્રકારની આશાએ પરમાત્માની પ્રાર્થના કરવાથી ભલે પ્રાથને મેક્ષની પ્રાપ્તિ વહેલી થાય કે મેડી થાય, પણ જો સંસારમાં રહેવું પડે તો તે જરૂર શાતિ અને આનંદપૂર્વક જ રહેશે. - હવે આપણે એ જોઈએ કે, સમ્યજ્ઞાન અને સમ્યક શ્રદ્ધા શું છે? આ વિષે હું એટલું જ કહું છું કે, વીતરાગની પ્રાર્થના કરવાથી જે જ્ઞાનપ્રાપ્તિ થશે તે જ્ઞાન સમ્યફ જ હશે અને જે શ્રદ્ધા હશે તે સમ્યક્ શ્રદ્ધા જ હશે. કેઈ સારા ડૉક્ટરે આપેલી દવા સારી જ માનવામાં આવે છે, ખરાબ માનવામાં આવતી નથી. તે જ પ્રમાણે વીતરાગ ભગવાનદ્વારા મળેલું જ્ઞાન પણ સમ્યક્ જ હશે; અને જે વસ્તુની પ્રાપ્તિ થશે તે પણ કલ્યાણકારી અને સમ્યફ જ હશે. આ કથનદ્વારા હું જ્ઞાનનો નિષેધ કરતા નથી પણ જ્ઞાનને પ્રાપ્ત કરીને પણ પરમાત્માની પાસે મધુર આશા જ રાખવી જોઈએ. તમને આ અવસર અપૂર્વ મળે છે સાથે નિમિત્ત પણ સારું મળ્યું છે. જે તમે આ અપૂર્વ અવસરને ગુમાવી દીધો. તે પછી પશ્ચાત્તાપ જ થશે. - તમારે આત્મા જે ઉપાદાન છે તે તે હંમેશાં રહેશે પણ નિમિત્ત મળ્યા વિના ઉપાદાન પણ એમ જ રહી જાય છે. આપણને અત્યારે વીતરાગ ભગવાનનું નિમિત્ત મળ્યું છે; એટલા માટે આ અવસરનો લાભ લઈ આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. તમારી પાસે પાણી હેય અને છીપનું મુખ પણ ખુલેલું હોય તે વખતે કઈ માણસ તમને એમ કહે કે, આવા .