________________
૭૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
તો તે માણસ ઝુંપડામાં રહેવાનું પસંદ કરશે કે મહેલમાં રહેવાનું? આ પ્રશ્નને ઉત્તર સ્પષ્ટ છે કે, તે માણસ ખેતરમાં જ રહેવાનું પસંદ કરશે. કારણ કે, મહેલ ગમે તે માટે હોય કે સારે હોય પણ તેમાં શરીરને ટકાવવાનાં સાધનો પેદા થઈ શક્તા નથી; અને ખેતર ગમે તેવું નાનું કે ખરાબ હોય પણ તેમાં શરીરરક્ષાનાં સાધને પેદા થઈ શકે છે. આમ જાણવા છતાં કોઈ ખેતરમાં ન રહેતાં મહેલમાં જ રહેવાનું પસંદ કરે છે તે તેને વ્યામોહ જ ગણાશે.
આ જ વાત નંદનવન અને મેડિકક્ષ બાગ વિષે સમજે. નંદનવનની માફક મંદિકુલ બાગમાં જે કે બહારની શોભા નહિ હોય તે પણ તે બન્નેમાં મહેલ અને ખેતરના જેવું અંતર રહેલું છે ! નંદનવનમાં જે શભા છે તે દેના રમણ માટે જ છે. ત્યાં સુગંધી સારાં ફળ કે ફૂલ નથી, પણ મંડિકુક્ષ બાગમાં તે અનેક પ્રકારનાં ફળફૂલ છે એમ કહેવામાં આવે છે ! નંદનવન વિષે કહેવાય છે કે, ત્યાં જે કાંઈ છે તે બધું રત્નોનું બનેલું છે. એટલા માટે ત્યાંના પક્ષીઓને મેડિકક્ષ બાગમાં જેવું પોષણ મળી શકે તેવું પિોષણ મળી શકે નહિ. મેડિકલ બાગમાં અનેક પ્રકારનાં પક્ષીઓ કલ્લોલ કરતાં હતાં એમ કહેવામાં આવે છે. જ્યાં પક્ષીઓને આનંદ મળતું હોય ત્યાં મનુષ્યને શું આનંદ મળતો નહિ હોય ! જ્યાં પક્ષીઓને ફળાદિ ખાવાનો આનંદ મળે છે ત્યાં મનુષ્યોને આનંદ મળતું હોય એમાં શું આશ્વર્ય! જે ફળને પક્ષી પસંદ કરતું નથી તે ફળને શું તમે પસંદ કરશે? આકડાના ફળને વાંદરા કે પક્ષીઓ ખાતાં નથી તે જ પ્રમાણે મનુષ્યો પણ ખાતા નથી. આ પ્રમાણે ફળાદિની પરીક્ષા પ્રથમ પક્ષીઓ કરે છે. કહેવાનો આશય એ છે કે, જે ફળો પક્ષીઓને આનંદ આપતા હતા તે શું મનુષ્યોને આનંદ આપતા નહિ હોય !
બીજી એક વાત એ છે કે જે પશુ-પક્ષીઓ ફળ ખાય છે અર્થાત ફલાહારી છે, તેઓ માંસ ખાતા નથી; પણ મનુષ્ય કેવા છે કે તે ફળ પણ ખાય છે અને માંસ પણ ખાય છે. વાંદરાઓ ફળ તો ખાય છે, પણ માંસ ખાતા નથી. કબુતરે અનાજના દાણાં ચરે છે, પણ જીવ ખાઈ જતાં નથી. આ પ્રમાણે તેઓ ફળ ખાવાની મર્યાદાનું પણ પાલન કરે છે પણ મનુષ્યોએ તે ફળાહારની મર્યાદાનું ઉલ્લંઘન કરી નાંખ્યું છે ! જયાં પશુપક્ષીઓને સહજ પોષણ મળી જાય છે ત્યાંના મનુષ્ય પણ સુખી થાય છે; અને જ્યાં પશુ-પક્ષીઓ દુઃખી રહે છે ત્યાં મનુષ્યો પણ દુ:ખી રહે છે એવો કુદરતને નિયમ છે.
મંડિકલ બાગમાંથી આ પ્રમાણે જેને ફળાહાર મળતા હતા પણ નંદનવનમાં એવું કાંઈ હતું નહિ. આ સિવાય મંડિકુક્ષ બાગમાં અનાથીમુનિ બિરાજતા હતા અને કદાચ ત્યાં ભગવાન મહાવીરના પણ ચાતુર્માસે થયાં હશે ! પણ નંદનવનમાં સાધુઓ શું મળી શકે ! આ પ્રમાણે નંદનવન કરતાં મંડિક્ષ બાગ અનેક દૃષ્ટિએ ચડે છે.
તમે લકે સ્વર્ગનું વર્ણન સાંભળી લલચાઈ ન જાઓ ! હું તમને પૂછું છું કે, તમારું રાજકોટ મોટું છે કે સ્વર્ગ ? તમે કદાચ સ્વર્ગને મોટું કહેશે, પણ રાજકોટમાં જે ધર્મ-જાગૃતિ થઈ રહી છે તેવી જાગૃતિ સ્વર્ગમાં હોઈ શકે નહિ! ત્યાં મુનિઓ પણ ભળી ન શકે, પણ રાજકોટમાં તે મુનિઓની પણ જમાવટ થઈ રહી છે અને આનંદ