________________
૪૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
જેવું છે, એટલા માટે ઉપવાસ કરવામાં શું પડયું છે ? આજ પ્રમાણે વ્રત-નિયમેાને માટે પણ એમ કહે છે કે વ્રત-નિયમેામાં શું પડયું છે? પણ જો તપ–નિયમમાં કાંઈ નથી તે તેએમાં શું પડયું છે? આ પ્રમાણે તેઓ તપ-નિયમેામાં કષ્ટ સહેવાનું હાવાને કારણે તેને વ્ય માને છે, પણ પેાતાના મહિમા વધારવા માટે માથું મુંડાવે છે અને સાધુવેશ ધારણ કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેઃ—
सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । उच्छोलणापहोअस्स दुल्लहा सुगई तारिसगस्स ||
ભગવાને કહ્યું છે કે, હે! શિષ્યા! જે નામ તેા સાધુનું ધારણ કરે છે, માથું મુંડાવે છે અને આ સાધુવેશદ્વારા ખાનપાન સારું મળશે એમ ધારી સાધુવેશ ધારણ કરે છે તેવા સાધુઓને માટે સુગંત દુ`ભ છે. કાઈ એમ કહે કે, સત્વે નવા પરમાદમિયા | અર્થાત્—સંસારના બધાં જીવા સુખશાતા ચાહે છે તેા પછી જે સાધુ સુખશાતાની ઇચ્છા કરે તે તેમની ટીકા શા માટે કરવામાં આવે? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, જો તે સાધુ સંયમનું બરાબર પાલન કરે તે તેને અપૂર્વ સુખરાાતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એક મહિનાના દીક્ષિત સાધુ, વ્યન્તર દેવતાનું સુખ ઉલ્લંઘી જાય છે અને એક વર્ષના દીક્ષિત તથા સંયમનું પાલન કરનાર સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનનું સુખ ઉલ્લંઘી જાય છે. આમ હેાવા છતાં પણ જે સાધુ એ સુખને ભૂલી જાય છે અને સંસારની સુખશાતામાં પડી જાય છે તે પેાતાની જ હાનિ કરે છે.
કાઈ ડૉક્ટરે દર્દીને દવા આપી કહ્યું કે, અમુક દિવસ સુધી આ દવાનું સેવન કરવું, અને અમુક અમુક ચીજોની ચરી પાળવી. જો ડાકટરની સલાહાનુસાર દર્દી નિયમિત દવાનું સેવન કરે અને ખાનપાનની ચરી પાળે તે તેને રાગ પણ ચાલ્યો જાય છે અને તે સ્વસ્થ થઈ બધી ચીજો ખાવાને યેાગ્ય બની જાય છે. પણ જો તે દર્દી દવાનું બરાબર સેવન ન કરે અને ખાનપાનની ચરી' ન પાળે તેના ડૉકટર તેને માટે શું કહેશે ? તે એમ જ કહેશે કે, આ રાગીએ મારી દવાની અવહેલના કરી. આ જ પ્રમાણે મહાત્મા લેકે કહે છે કે, “ હે ! મુનિએ ! તમે સંયમનું બરાબર સેવન કરા અને કષ્ટાને સહેા તે તમને સારું સુખ મળશે, પણ જો સંયમનું બરાબર પાલન નહિ કરા તો ડૉકટરની દવાની માફક સંયમને પણ વ્ય ગુમાવવા જેવું થશે. આ જ કારણે મહાત્મા કહે છે કે, “ જે સુખશાતાનેા ગવેષી છે અર્થાત્ સુખશીલ બનીને જે હાથ પગ ધેાવામાં મશગૂલ રહે છે અને સંયમનું પાલન કરતા નથી તે ધર્મારૂપી દવાને વ્યર્થ ગુમાવે છે. હે! સાધુઓ! તમને કાઈ એ જબરજસ્તીથી સાધુ અનાવ્યા નથી. ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને તમે સાધુપણું ધારણ કર્યું છે માટે સાધુતાનું બરાબર પાલન કરી તમારું અને જગતનું કલ્યાણ કરેા. સંયમના પાલનમાં જ તમારું અને જંગતનું કલ્યાણ રહેલું છે. ’
સુદર્શન ચરિત્ર—૫૧
રાજા વગેરે બધાએ સુનતે એમ કહ્યું કે, આપ ઘેર પધારા. સુઈન સિંહાસન ઉપરથી નીચે ઊતરવા લાગ્યા. પણ જનતા સુદર્શનને કહેવા લાગી કે, આપ સિંહાસન ઉપર