________________
૧૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
ઇતિહાસમાં જ્યારે આવી ઘટના ઘટેલી છે તે પછી જેઓ શ્રાવક કે ભક્ત છે, તેમણે પિતાનું નૈતિક બળ કેટલું બધું કેળવવું જોઈએ એ કલ્પી શકાય એમ છે. કેટલાક લોકે વિષયભોગમાં જ ભક્તિ માને છે પણ વાસ્તવમાં ભક્તિ વિષયભેગમાં નહિ પણ વિષયત્યાગમાં જ છે.
શ્રાવક, સત્યને ઉપાસક હોય છે આ સાંભળી કદાચ તમે કહેશો કે, ઉપાશ્રયમાં હોઈ એ ત્યાં સુધી તે સત્યના ઉપાસક રહી શકીએ પણ દુકાન ઉપર કે વકીલાત કરતી વખતે સત્યનું પાલન કેવી રીતે થઈ શકે? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકારો કહે છે કે, સત્યનું પાલન ત્યાં પણ થઈ શકે છે. અહીં તો સત્યની કેવળ શિક્ષા આપવામાં આવે છે પણ વ્યવહારમાં તેને ઉપયોગ તે ત્યાં જ થઈ શકે. અહીંથી શિક્ષા લઈ બહાર ભૂલી જાઓ તે તે શિક્ષા શા કામની ? આ જ પ્રમાણે અહીંથી તે સત્યની શિક્ષા લ્યો અને બહાર જઈ, વ્યવહારમાં તેને ન ઉતારે તે તે કયાંસુધી બરાબર છે તેને વિચાર કરે !
શ્રાવકો બાર વ્રતને સ્વીકાર કરી વ્યવહારમાં તેનું પાલન કરે છે. કેટલાક લેકે કહે છે કે, જાહી એટલે કન્યા સંબંધી અસત્ય ન બોલવું એ તે ઠીક છે પણ કન્યાનું ઉપલક્ષણ કરી બધાં મનુષ્ય સંબંધી અસત્ય ન બોલવું, એ અમારાથી કેમ બની શકે ? આ જ પ્રમાણે યાત્રી એટલે ગાય સંબંધી અસત્ય ન બોલવું, એ તો ઠીક છે પણ ગાયનું ઉપલક્ષણ કરી બધાં પશુઓ સંબંધી અસત્ય ન બોલવું એ અમારાથી કેમ બની શકે ? ભૂમિના વિષે પણ ભૂમિથી ઉત્પન્ન સમસ્ત પદાર્થોના વિષે અસત્ય ન બોલવું એ અમારાથી કેમ બની શકે? તેમના કહેવાનો આશય એ છે કે, અમારાથી સત્ય પૂર્ણ રીતે પાળી શકાતું નથી માટે વ્રતમાં થોડી છૂટ હોવી જોઈએ ! પણ આમ કહેનારાઓએ એમ સમજવું જોઈએ કે, કન્યાના વિષે જૂઠું બોલવું પાપ છે તે મનુષ્યમાત્રની સાથે જુઠું બોલવું પાપ નથી? આ જ પ્રમાણે ગાયના વિષે જુઠું બોલવું પાપ છે તે પશુ માત્રની સાથે જુઠું બોલવું પાપ નથી?
હવે તમે એમ કહે કે, આજને વ્યાપાર જ એ છે કે અસત્ય વિના કામ જ ચાલી શકતું નથી. તે આ તે એક બેટી ધારણા છે. યુરોપના લોકે ચારસો ગજ કપડું આપવાનું કહી ત્રણસો ગજ કપડું કેમ આપતા નથી? તેઓ તેમ કરે તે તેમની સત્તા હોવાથી તમે વધારે કાંઈ બોલી પણ શકે નહિ તેમ છતાં તેઓ સત્યથી વ્યાપાર ચલાવે છે કે નહિ? આવી દશામાં તમારો વ્યાપાર અસત્ય વિના કેમ ચાલી ન શકે ? આથી ઊલટું સત્ય વિના અવશ્ય કામ ચાલી ન શકે ! કોઈ માણસ એવી પ્રતિજ્ઞા કરે કે, હું સત્ય બોલીશ જ નહિ તે તેનું જીવન થોડા દિવસ પણ ચાલી શકે નહિ! ઉદાહરણ તરીકે, એક સત્યત્યાગી માણસ ઘેર ગયે, તેની માએ કહ્યું કે, બેટા! જમવા બેસી જા ! હવે એ માણસને સત્ય નહિ બલવાની તે પ્રતિજ્ઞા હતી એટલે તેણે ભૂખ લાગી હોવા છતાં એમ કહ્યું કે, મને ભૂખ લાગી નથી. તે આમ કેટલા દિવસ ભૂખ્યો તે રહી શકે ? આખરે પેટમાં લાગેલી ક્ષુધાને શાંત કરવા માટે તેણે સત્ય બોલવું જ પડે. આ જ પ્રમાણે તે કોઈની પાસે રૂપિયા માંગતા હોય પણ સત્ય ન બોલવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તે કહે, કે ના, હું તે રૂપિયા માંગતા નથી તે અસત્ય બોલવાને બદલો કેવો મળે ? આ પ્રમાણે સત્ય વિના જીના યહાર આવી શકતું નથી. '