________________
વદ ૦)) ] રાજકેટ-ચાતુર્માસ
[ ૯૯ છે. આ પ્રમાણે યંત્રોએ વૃક્ષને વિશેષ નાશ કર્યો છે. વૃક્ષોના નાશની સાથે પ્રકૃતિના સંદર્યને અને તમારા સુખને પણ નાશ થયો છે !
બાગમાં વૃક્ષની નીચે જે મહાત્મા બેઠેલા હતા તે મહાત્મા પણ વૃક્ષની જેવા જ સહનશીલ હતા. ગમે તેટલી આપત્તિઓ આવી પડે તે પણ સમતાપૂર્વક સહન કરે એવા હતા. તમે પણ વૃક્ષની જેવા સહનશીલ બને તે તમારો આત્મા ગુણશીલ બનશે અને તેથી તમારું કલ્યાણ થશે. સુદર્શન–ચરિત્ર-૧૦
કાલે કહ્યું હતું કે, જિનદાસ શેઠે સુભગને નવકાર મંત્ર સંભળાવી, તેનું મહત્ત્વ બતાવ્યું. વાસ્તવમાં શ્રાવકના સંપર્કમાં આવનાર વ્યક્તિને સુધાર થવો જ જોઈએ; પણ આજે તે લોકોઠારા પિતાના સ્ત્રી-પુત્રને પણ સુધાર કરવામાં આવતું નથી. વકીલબેરિસ્ટર વગેરે બીજા કામોમાં તે પિતાના સમયને અને શક્તિને ભોગ આપે છે પણ પિતાના સ્ત્રી-પુત્રને સુધારવા માટે સમય આપતા નથી અને કહે છે કે, “એ એનું જાણે, અમે શું કરીએ ! ” પણ શ્રાવકોનું કર્તવ્ય છે કે પિતાનામાં જે ગુણો હોય તે પોતાના સાથીને પણ આપે. ઉવવાઈ સૂત્રમાં શ્રાવકને ધમકવા અર્થાત ધર્મના કહેનાર-તરીકે વર્ણવેલ છે. જે શ્રાવક તે જ ધર્મને અભ્યાસી ન હોય તે બીજાને શું કહે ? જે પિતાને ધર્મને અભ્યાસ હોય તે બીજાથી ઠગાય નહિ, નહિ તે અયોગ્યને પણ સાધુ માનવા પડે. એટલા માટે શ્રાવકને ધર્માભ્યાસને ગુણ તમારામાં પણ હવે જોઈએ. જે ધર્મના અભ્યાસી બની તમે તમારું અંગ પણ સુધારી શકો અર્થાત તમારા ઘરને પણ સુધારી શકો તેય ઘણું છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, જિતશત્રુ રાજાને સુબુદ્ધિ નામને પ્રધાન હતા. સુબુદ્ધિ શ્રાવક હતો. જિતશત્રુ ધર્મને માન ન હતો, પણ સુબુદ્ધિએ તેને ધાર્મિક બનાવી દીધા. કહેવાને આશય એ છે કે, શ્રાવક ધર્માભ્યાસી-ધાર્મિક હેય તે બીજાને ધાર્મિક બનાવી શકે. શ્રાવક કેવો હોય એના માટે કહ્યું છે કે –
સ્વારથ કે સાચે પરમારથ કે સાચે ચિત્ત સાચે, બિન કહે સાચે જૈનમતી છે, કાહુ કે વિરુદ્ધ નાહિં પરજાય બુદ્ધિ નાહિં, આતમ વેષી, નગૃહસ્થ હે ન જતી હૈ, સિદ્ધિ અધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રકટ સદા, અન્તર કી લછિ સો અજાચિ હૈ, દાસ ભગવાનકે ઉદાસ રહે જગત સ સુખિયા, સદેવ ઐસે છવ સમકિતી હૈ.
શ્રાવક આવા હોય છે. તેઓ વિચારે છે કે, હું સાધુ પણ નથી અને ગૃહસ્થ પણ નથી. તે સત્યને દૃષ્ટિમાં રાખી સ્વાર્થ સાધે છે. જે સત્યને આંચ આવતી હોય તે લાખોની સંપત્તિને પણ તે ગણકારતું નથી અને સત્યને નાશ થવા દેતો નથી; પિત અપમાન સહી લે છે, પણ સત્યને જરાપણ આંચ આવવા દેતો નથી.
ઇતિહાસ જેવાથી જણાય છે કે, બાદશાહની બેગમ એક નરવીરને પિતાની સાથે સુખોપભોગ કરવા પ્રાર્થના કરે છે છતાં એ નરવીર પિતાનું નૈતિક પતન થવા ન દેતાં બેગમને માતાની દૃષ્ટિએ જુએ છે અને તેની પ્રાર્થનાને અસ્વીકાર કરે છે.