________________
૯૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ થવાથી પિતાની શક્તિને અધિક હાસ ન કરતાં વિકાસ કરે જોઈએ એવી વૃક્ષો પાસેથી શિક્ષા લેતા હોય તે કેટલો બધો લાભ થાય !
એક કવિ કહે છે કે –
રે મન! વૃક્ષકી મતિ લેરે,
કાટનવાલે સે નહીં વૈર કછુ, સીંચનવાલેસે નહીં હૈ સ્નેહરે. કવિ મનને સંબોધન કરી કહે છે કે, “હે! મન ! તું વૃક્ષની પાસેથી શીખામણ કેમ લેતું નથી ! જે એ વૃક્ષને કેઈ કુહાડાથી કાપે છે તે તેની સાથે વેરભાવ રાખતું નથી ઊલટું તેને શીતળ છાયા અને ખાવા માટે ફળફુલ આપે છે; તેમ તેને પાણી પાનાર ઉપર રાગ રાખતું નથી. આ પ્રમાણે વૃક્ષ દરેક ઉપર સમભાવ રાખે છે. હે! મન! તું એ સમભાવ કેમ કેળવતું નથી ?”
વૃક્ષમાં રહેલો આ સમભાવને ગુણ તમે કેમ ધારણ કરતા નથી ! વૃક્ષથી પણ હલકા કેમ બને છે? તમે વૃક્ષને જડ કહે છે પણ જડમાં આવા ગુણે છે તે તમે ચૈતન્ય થઈને તે ગુણ કેમ ધારણ કરતા નથી. જે પ્રમાણે વૃક્ષ કોઈને દુઃખ આપતું નથી તેમ મનુષ્ય કોઈને દુઃખ ન આપે તે પછી સંસારમાં કોઈ કેઈ ને શત્રુ જ રહે નહિ!
કદાચ તમે એમ કહે કે, અમે એવા સરલ બની જઈએ તે શત્રુ અમને મારી જ નાંખે ને ? પરંતુ આ વિષે વૃક્ષ શું કહે છે તે જુઓડ-વૃક્ષ કહે છે કે, “હું બીજા કોઈની દ્વારા કપાતું નથી પણ મારા વંશજો દ્વારા જ કપાઉં છું. જે કુહાડીમાં લાકડીને હાથે ન હોય તે કેવળ કુહાડીથી વૃક્ષ ઉપર ઘા પડશે પણ વૃક્ષ કાપી શકાશે નહિ. વૃક્ષ કહાડીઠારા ત્યારે જ કપાય છે કે જ્યારે કુહાડીને વૃક્ષના વંશજ લાકડાની સહાયતા મળે છે. આ જ પ્રમાણે તમારી સાથે કઈ વિર રાખતું હોય તે પણ જ્યાં સુધી તમે તમારા મનની સહાયતા આપે નહિ ત્યાંસુધી તે તમારું કાંઈ કરી શકે નહિ! તમે શત્રુને તમારા મનને હાથે આપે છે ત્યારે જ તે કુહાડીરૂપી વૈર તમારું નુકશાન કરી શકે છે. જો તમે તમારા મનને વૈર તરફ જવા જ ન દે તે કોઈ તમને કાંઈ કરી શકે નહિ. વૃક્ષને અજાતશત્રુ કહેલ છે એ આ દષ્ટિએ કહેલ છે. વૃક્ષો કેવાં ઉપકારી છે, છતાં લોકો કેવળ પોતાના મોજશોખ માટે તેને કાપી નાંખે છે ! ઘાટકોપરમાં હું જંગલ ગયે હતા. પાછા ફરીને જોયું કે, જે વૃક્ષ થેડીવાર પહેલાં લીલુંછમ હતું, તે જ ધરતી ઉપર કપાએલું પડયું હતું. મારા સાધુએ વૃક્ષ કાપનારાઓને પૂછ્યું કે, આ વૃક્ષને તમે શા માટે કાયું ? તેમણે જવાબ આપ્યો કે, આ વૃક્ષના કોયલાથી ચુનાની ભઠ્ઠી પકાવવામાં આવશે, પછી એ પકાવેલા ચનાને બંગલા બનાવવા માટે વાપરવામાં આવશે. આ પ્રમાણે પોતાના બંગલાઓ બનાવવા માટે આવા ઉપકારી લીલાંછમ વૃક્ષોને કાપી નાંખવામાં આવે છે !
મેં “હદ્દીસે ”માં જોયું છે કે, “કતિલુલ હાજર’ને મહાપાપ માનવામાં આવે છે. અર્થાત લીલાં વૃક્ષોને કાપી નાંખવાં એ અપરાધ છે. લીલાં વૃક્ષો બધાંને શાનિત આપે છે, પણ બંગલાઓ બધાને શાન્તિ આપી શકતા નથી ! કેવળ મકાને માટે જ વૃક્ષોને નાશ કરવામાં આવતું નથી, પણ આજકાલ તે મશીનને કારણે વૃક્ષોને વિનાશ થઈ રહ્યો છે! એજીનમાં પણ લાકડા અને કોલસા વપરાય છે અને તે માટે વૃક્ષો કાપી નાંખવામાં આવે