________________
વદ ))].
રાજકેટ ચાતુર્માસ
[૭
નદીઓનો સ્વામી સમુદ્ર, બધી નદીઓના વર્તાવથી પ્રસન્ન રહેતો હતે પણ વેત્રવતી નદીના વર્તાવથી નારાજ થયા અને કહેવા લાગ્યું કે, “તું બહુ જ કપટી નદી છે ! તું નિષ્કપટ થઈ મારી બરાબર સેવા કરતી નથી.”
વેત્રવતી નદીએ કહ્યું કે, મારો શો અપરાધ છે? સમુદ્ર કહ્યું કે, “તારા કાંઠે નેતર બહુ થાય છે પણ તે કોઈ દિવસ નેતરને કટકે પણ લાવીને મને આ નથી ! બીજી નદીઓ તે કાંઠે જે વસ્તુઓ થાય છે તે લઈને મને આપે છે, પણ તું તે ભારે કપટી છે! તેં મને કોઈ દિવસ નેતર લાવીને આપેલ નથી !'
સમુદ્રનું કથન સાંભળી વેત્રવતી નદીએ કહ્યું કે, એમાં મારો કાંઈ અપરાધ નથી. જ્યારે હું જેસબંધ પુરની સાથે દેડતી આવું છું ત્યારે બધાં નેતરે નીચા નમીને પૃથ્વી સાથે લાગી જાય છે અને જ્યારે મારે પૂર ઊતરી જાય છે ત્યારે પાછા જેવા હતા તેવા ઊભા થઈ જાય છે. આ પ્રમાણે હું એક પણ નેતરને તેડી શકતી નથી; એટલા માટે તમે જ બનાવો કે એમાં મારે અપરાધ છે?
સમુદ્ર કહ્યું કે, ઠીક છે. હું એ જાણું છું પણ મારી સાથે થએલો તારે સંવાદ બીજા લોકોને હિતકારી નીવડશે !
આ સંવાદ કહી ભીષ્મ યુધિષ્ઠિરને કહ્યું કે, “હે! યુધિષ્ઠિર! પિતાથી વધારે બળવાન શત્રુ સામે આવે ત્યારે શું કરવું તે બાબતમાં નેતરની પાસેથી શિખામણ લ્યો. જ્યારે શત્રુ પ્રબળ હોય ત્યારે નીચા નમી જવું એ જ ઠીક છે. નેતર નદીના પૂર સામે નીચાં નમી જાય છે પણ પિતાની જડને ઉખેડવા દેતાં નથી અને જ્યારે પૂર ઊતરી જાય છે ત્યારે પહેલાંની માફક પાછા ટટાર ઊભા થઈ જાય છે. આ જ પ્રમાણે પિતાની જડ મજબુત રાખીને પ્રબળ શત્રુની આગળ નીચા નમી જવું. જે બહુ જેસબંધ ધમધેકારથી આવે છે તે બહુ વધારે વાર ટકી શકતા નથી એટલા માટે શત્રુ આવે તે વખતે નીચા નમી જવું, અને શત્રુઓ ચાલ્યા જાય ત્યારે હઈએ તેવા થઈ જવું. જે અક્કડ થઈ રહીએ તે કોઈ દિવસ જડ પણ ઉખડી જાય અને પછી ઉભા પણ થઈ ન શકાય. એ માટે નમ્ર થઈને પિતાની જડને ઉખેડવા દેવી ન જોઈએ. તું તે અજાતશત્રુ છે એટલે તારે માટે એવો વખત જ નહિ આવે પણ આ શિક્ષા બીજા લોકોને માટે હિતકારી થશે.
યુધિષ્ઠિરને ધર્મરાજ કે અજાતશત્રુ પણ કહેવામાં આવે છે, તેઓ કેઈને પિતાના શત્રુ માનતા ન હતા. આ જ પ્રમાણે વૃક્ષો પણ અજાતશત્રુ છે. તેઓ પણ કોઈને પિતાના શત્રુ માનતા નથી. યુધિષ્ઠિરની અજાતશત્રુતા વિષે કોઈ તર્કવિતર્ક પણ કરી શકે છે પણ વૃક્ષોની અજાતશત્રુતા વિષે કોઈને સંદેહ થઈ શકે નહિ ! વૃક્ષો પવન, ઠંડી, તાપ, તડકો વગેરે કષ્ટો સહેવા છતાં પણ અડલ-અચળ રહે છે. આ સિવાય તેની કોઈ ડાળી વિજળીથી ખરી પડે કે ટાઢથી બળી જાય કે કોઈ કાપી જાય તે પણ વૃક્ષ રોતું નથી પણ ઊલટું જે ડાળો બાકી હોય છે તેમાં ઋતુ અનુસાર ફળ-કુલને પોષણ આપ્યા કરે છે.
લેકે ઉપર એક દુઃખ તે પુત્ર-માતા કે કઈ સ્વજનનું મરણ થતાં ઉભું થાય છે અને બીજું દુઃખ તેઓ ઈ-કકળાટ કરી પિતે પેદા કરી લે છે. પણ જે તેઓ, હાનિ
૧૩