________________
વદ ૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૯
નીવડે છે. જેમકે કોઈ માણસ હાથમાં રંગ લઈને કહે કે, મારા હાથમાં હાથી કે ઘડે છે; તે એટલી વાતથી એને અર્થ બધાની સમજમાં ન પણ આવી શકે, પણ જ્યારે તે માણસ એ રંગદ્વારા હાથી કે ઘડાનું ચિત્ર કરી બતાવે છે ત્યારે બધાની સમજમાં સહેલાઈથી આવી શકે છે. જો કે, જે ચિત્ર બનાવવામાં આવ્યું છે તે રંગનું જ બનાવવામાં આવ્યું હેય છે. રંગની સાથે કર્તાની શક્તિ વિશેષ રહેલી છે પણ રંગમાં હાથી કે ઘડે છે એ વાત જનસાધારણને તુરત સમજમાં આવી શકતી નથી. એ જ પ્રમાણે ભગવાનની વાણું જયારે સીધી રીતે સમજમાં આવતી ન હોય ત્યારે જનસાધારણ સમજી શકે એ માટે ચરિત્રકથાને આશ્રય લે પડે છે. ચરિત્રને પ્રથમાનુયોગ કહેવામાં આવે છે અર્થાત પહેલી શ્રેણીના લોકોને માટે ચરિતાનુયોગ બહુ લાભપ્રદ છે. તેમ છતાં ચરિતાનુયેગને સમજાવે એ સરલ છે એમ હું નથી માનતા. ચરિતાનુયોગને સમજાવો બહુ મુશ્કેલ છે. કારણ કે, ચરિત્રદ્વારા સુધાર પણ થઈ શકે છે તેમ ખરાબી પણ થઈ શકે છે માટે ચરિતકથનમાં બહુ જ સાવધાની રાખવાની જરૂર રહે છે.
ધર્મતત્ત્વને સરલતાપૂર્વક સમજાવવા માટે હું એક ચરિત્રકથા કહું છું. આ ચરિત્રકથાના નાયક સાધુ નહિ, પણ પહેલી અવસ્થામાં ગૃહસ્થ છે. આ ગૃહસ્થનું ચરિત્રચિત્રણ કરી મહાપુરુષોએ સાધુઓને એ સૂચના આપી છે કે, જ્યારે ગૃહસ્થ પણ આ પ્રમાણે ધર્મનું પાલન કરે છે તે પછી પંચમહાવ્રતધારી સાધુઓએ કેવી રીતે ધર્મનું પાલન કરવું જોઈએ એ વિચારવા જેવું છે. સુદર્શનચરિત્ર
હું જે ચરિત્રકથા કહેવા ચાહું છું એ ચરિત્રના નાયકનું નામ સુદર્શન છે. સુદર્શનના ચરિત્રને કહેવાની મારી ઇચ્છા છે અને તેને પ્રારંભ પણ આજથી જ કરવામાં આવે છે –
ધન શેઠ સુદર્શને શીયલ શુદ્ધ પાલી તારી આતમા–ના ટેક છે સિદ્ધ સાધુ કે શીષ નમાકે, એક કરૂં અરદાસ !
સુદર્શન કી કથા કહું મિં, પૂરો હમારી આસ છે ૧ | ધર્મના દાન, શીલ, તપ અને ભાવ એ ચાર અંગ છે. એ ચારેય અંગેનું વર્ણન એક સાથે થઈ શકે નહિ એટલા માટે કેવળ એક શીલ–અંગની કથા કહેવામાં આવે છે. શીલની સાથે સાથે દાન, તપ અને ભાવ વિષે પણ ગૌણરૂપે વર્ણન કરવામાં આવશે પણ આ ચરિત્રમાં પ્રધાનતા તે શીલની જ રહેશે. જેમ નાટક કરનારાઓ કહે છે કે, આજે રામના રાજયાભિષેકનું નાટક થશે, પણ નાટકમાં કેવળ રામનો રાજ્યાભિષેક જ બતાવવામાં આવતો નથી પણ સાથે સાથે બીજા દસ્ય પણ બતાવવામાં આવે છે તેમ છતાં તેમાં પણ રાજ્યાભિષેકનું દશ્ય પ્રધાનપણે અને બીજા દશ્ય ગૌણરૂપે બતાવવામાં આવે છે. એ જ પ્રમાણે આ ચરિત્રમાં પણ ગૌણરૂપે તે દાન, તપ અને ભાવનું પણ વર્ણન કરવામાં આવશે પણ પ્રધાનતા તે શીલગુણની જ રહેશે. આ કથાના નાયકે મુખ્યતઃ શીલનું પાલન કર્યું છે એટલા માટે તેમને પ્રત્યેક કડીમાં ધન્યવાદ આપવામાં આવ્યો છે અને