________________
૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ અષાડ
ત્યાગ નથી કર્યાં તે તે તેનું ફાડી લેશે પણ જો તમારે ધર્માંત્મા બનવું છે તેા તમારે જીલ્મને ત્યાગ કરી દેવા જોઈ એ.
સિદ્ધને નમસ્કાર કરીને કે બિસમિલ્લા કહીને કોઈ વાતના પ્રારંભ કરવામાં આવે છે. શું સિદ્ધથી કોઈ વાત છાની રહી શકે ખરી ? કાઈ કામને સિદ્ધના નામથી શરૂ કરીને પછી હૃદયમાં પાપ રાખવામાં આવે તે સિદ્ધના સ્વરૂપને તે સમજી શકયા નથી એમ કહેવું જોઈ એ. ‘રહેમ અને હિમાન'ને જાણી લીધા બાદ કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. વિદ્વાન લેાકેા કહે છે કે, કયામતના સમયે કે કાઈ ખીજા સમયે જે મેામિન અને કાીર ઉપર રહમ-દયા કરે છે તે રહિમાન છે. તે બધા ઉપર દયા કરે છે એટલા માટે તે રહિમાન કહેવાય છે. કેાઈ કહે કે, રહિમાન જ મામિના ઉપર દયા કરે એ તે ઠીક છે પણ જે કાફિર છે. તેમની ઉપર દયા શા માટે કરે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, મુસલમાન મેામિન છે અને હિન્દુ કારી છે એવી વાત નથી. જો કોઈ એ મુસલમાને પરસ્પર લડતા હોય ત્યારે કોઈ હિન્દુ વચમાં પડી તેમને છુટા પાડે તો શું લડનારા મુસલમાને મેામિન અને હિન્દુ કાફિર કહેવાશે! કાફિર અને મેામિનની આ વ્યવસ્થા નથી. પણ જેનામાં ‘રહેમ' છે, શૈતાનિયત' નથી તે જ ખરા મેામિન છે અને જેનામાં રહેમના છાંટા નથી અને શેતાન છે તે જ કાફિર છે.
"
હું કલ્યાણની શિક્ષા આપું છું. ' એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ કલ્યાણની શિક્ષા તે કેવળ સાધુએ કે શ્રાવકોને જ નહિ પણ બધા લોકોને આપે છે. જ્યારે સૂ બધાને સરખા પ્રકાશ આપે છે, કાંઇ ભેદભાવ રાખતા નથી તેા પછી જે ભગવાનને એમ કહેવામાં આવે છે કે,
સૂર્યાતિશાવિ મદિત્તિ મુનીન્દ્ર! હોદ્દે ।—શ્રી ભક્તામર સૂત્ર
અર્થાત્—જેમના મહિમા સૂર્યથી પણ વિશેષ છે તે ભગવાન પેાતાની શિક્ષા આપવામાં કાઈ પ્રકારના ભેદભાવ રાખી શકે? તે અનન્ત મહિમાવાળા ભગવાનની વાણી કાઈ માટે નહિ પણ બધાને માટે સમાન કલ્યાણકારી છે.
સૂર્ય બધાને પ્રકાશ આપે છે છતાં કોઈ કહે કે, સૂર્ય અમને પ્રકાશ આપતા નથી પણ અંધકાર આપે છે તે શુ તેમનુ' આ કથન સાચું કહેવાશે ? જેમકે ચામાચી કે ઘુવડ એમ કહે કે, સૂર્ય શા કામના ? એ તા અમને વધારે આંધળા બનાવી મૂકે છે ! આ પ્રશ્નના જવાબમાં એ જ કહેવામાં આવશે કે, એમાં સૂર્યના દોષ નથી ! પણ પેાતાની પ્રકૃતિના જ દોષ છે. સૂર્યના કિરણામાં તે પ્રકાશ જ છે, અંધકાર નથી; પણ પોતાની પ્રકૃતિ જ ઊલટી છે કે જેથી પ્રકાશ પણ તેમને માટે અંધકારના રૂપમાં પરિણત થઈ જાય છે. સૂર્યના પ્રકાશની માફક ભગવાનની વાણી પણ બધાને માટે કલ્યાણકારી છે પણ જેમની પ્રકૃતિ ઊલટી છે તેએ ભલે ભગવદ્રાણીના લાભ લઈ શકતા ન હેાય બાકી ભગવાનની વાણીના લાભ બધા લઈ શકે છે અને પેાતાનું કલ્યાણ સાધી શકે છે. જીવનમાં ઉતારવાથી કેવી રીતે લાલ પહેાંચે છે જેથી બધાની સમજમાં આવી શકે! ચિરત્ર
ભગવાનની વાણીનું શ્રવણ કરી તેને એ વાત હું ચરિત્રકથાદ્વારા સમજાવું છું કે કથામાં બધા સમજી શકે એવી રીતે દરેક પ્રકારની શિક્ષા આપી શકાય છે! જે લેાકેા દ્રવ્યાનુયાગને સીધીરીતે સમજી શકતા નથી તેમને માટે
ચરિત્રાનુવાદ અહુ સહાયભૂત