________________
૫૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ કીંમત તે દ્રવ્યની થવી જોઈએ, પર્યાયોને કારણે દ્રવ્યની ઉપેક્ષા થવી ન જોઈએ! પણ આ વિષયમાં આત્માની દ્વારા ઘાટને જોઈ સેનાને ભૂલી જવા જેવી ભૂલ થઈ રહી છે.
આત્મા પોતાનું સ્વરૂપ સમજે એ માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય આદિ વતનું નિરૂપણ કરવામાં આવ્યું છે ! બધાં જીવોને પિતાના આત્માની સમાન માનવા, પર્યાને કારણે તે જીવોમાં ભેદભાવ ન માન, એ જ અહિંસાવતમાં કહેવામાં આવ્યું છે. જ્યાંસુધી પિતાના આત્માની માફક બધા જીવોને સમાન માનવામાં આવતાં નથી ત્યાં સુધી અહિંસાનું પાલન થઈ શકતું નથી. જેમને પૂર્ણ અહિંસાનું પાલન કરવું હશે તે તે દ્રવ્યની દષ્ટિએ બધા જીવોને આમતુલ્ય ગણશે. પર્યાયની દૃષ્ટિએ જીવમાં જરાપણ ભેદભાવ માનશે નહિ. જે ભગવાન મહાવીરના ધર્મને જીવનમાં સ્થાન આપવું હોય તે પર્યાયને ભૂલી દિવ્યરૂપે બધા ને આમતુલ્ય માનવા જોઈએ. ભગવાન મહાવીરને માનવા અને તેમની વાણીને ન માનવી એ બન્ને વાતે પરસ્પર વિરોધી છે. ભગવાન કહે છે કે, “ ભલે કઈ મારું નામ ન લેતા હોય પણ જે તે મારી વાણીને જીવનમાં ઉતારે છે અને છકાયના જીને આત્મતુલ્ય માને છે તે મને જ માને છે, પણ જો છકાયના જીવોને આત્મતુલ્ય માનતા નથી તો તે મને પણ માનતા નથી.” - તમારાથી આજે કાંઈ વધારે બની ન શકે તો એટલું તો અવશ્ય માને કે છકાયનાં બધાં જ મારા આત્માની સમાન જ છે. જે આ પ્રમાણે બધા જીવોને આત્મતુલ્ય માનશે તો તેમાં તમારું કલ્યાણ જ છે. જે લોકે ભગવાન મહાવીરના ભક્ત છે તેઓ તે બધા ને આત્મતુલ્ય જ માને છે.
બધાં ને આત્મા સમાન છે છતાં શરીર તથા આત્મા જુદાં જુદાં છે એ વાત અનેક પ્રમાણોથી સિદ્ધ થઈ શકે છે ! ગીતામાં શ્રી કૃષ્ણ પણ અર્જુનને કહ્યું છે કે –
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।। तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देहो ॥
અર્થાત-જે પ્રમાણે મનુષ્ય જૂનાં કપડાંને ઉતારી નવાં કપડાં ધારણ કરે છે, તે જ પ્રમાણે શરીરમાં રહેલે આત્મા પણ એક શરીરને ત્યાગ કરી બીજું શરીર ધારણ કરે છે.
આ પ્રમાણે આત્માની શરીરરૂપી પર્યાયે તે બદલાતી રહે છે, પણ આત્મા તો તે જ રહે છે. જૂનાં કપડાં પહેરવાથી માણસ કાંઈ બદલાઈ જ નથી, માણસ તે તેનો તે જ હોય છે.
કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે, જેમ માણસ જૂનાં કપડાંને ત્યાગ કરી નવાં કપડાં ધારણ કરે છે તેમ આ આત્મા એક શરીરને ત્યાગ કરી બીજા શરીરને ધારણ કરે છે. આત્મા તે એનો એ જ છે, કેવળ તેની પર્યાયે બદલાય છે.
નાટકમાં સ્ત્રી પુરુષને અને પુરુષ સ્ત્રીને પોષાક ધારણ કરે છે એથી કરીને સ્ત્રી એ પુરુષ બનતી નથી અને પુરુષ સ્ત્રી બનતી નથી. પણ દર્શક લોકો બાહ્ય પોષાકને લીધે સ્ત્રીને પોષાક ધારણ કરનાર પુરુષને સ્ત્રી અને પુરુષને વેશ ધારણ કરનાર સ્ત્રીને